Abtak Media Google News

સાતમાં પગારપંચનો લાભ આપવા તેમજ કાયમી કરવાના મુદ્દે અનિશ્ચિત મુદતની હડતાલનું રણશીંગુ

ગુજરાતભરની મેડિકલ કોલેજના ડોક્ટર તેમજ  પ્રોફેસરો આગામી ૧ ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાની તૈયારીમાં છે સાતમા પગારપંચ તેમજ કાયમી કરવાના મુદ્દે હડતાલનું એલાન કરવામાં આવ્યું છે ૧ ઓગસ્ટથી ગુજરાતભરની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડોક્ટરો અને પ્રોફેસરો પોતાનું કામ બંધ કરી સરકારને રાજીનામા ધરી દેશે અને  તબીબી શિક્ષણ તેમજ સંશોધનના કાર્યો પણ બંધ કરવામાં આવશે તાજેતરમાં અંગે અલ્ટીમેટમ અપાયા છતાં સરકારના પેટનું પાણી હલતું નથી જૂનાગઢ સહિત ગુજરાત રાજ્યની તમામ મેડિકલ કોલેજો તબીબી શિક્ષણ અને સંશોધન તેમજ તબીબી સેવા સાથે સંકળાયેલા સરકારના જુનિયર તેમજ  સિનિયર ડોક્ટરો અને અધ્યાપકો આ હડતાલમાં જોડાશે તેવી માહિતી હાલ સાપડી રહી છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર જુનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ સહિત ગુજરાતભરની તમામ સરકારી કોલેજો ના ડોક્ટર તેમજ પ્રોફેસરો આગામી તારીખ એક ઓગસ્ટથી સાતમું પગારપંચ તેમજ છેલ્લા બાર વર્ષથી વિભાગીય કેડરની લાતભ પરીક્ષા ન લેવાતા કાયમી થવાની રાહમાં કાયમી ડોક્ટરોને મળતા લાભો તેમજ કેન્દ્ર સરકારના પ્રોફેસરો અને ડોક્ટરો માટેના નક્કી થયેલા  ધારા ધોરણ મુજબ  રાજ્ય સરકારના મેડિકલ કોલેજના પ્રોફેસરો અને ડોક્ટરોને મળે તેવી ઉપરોક્ત વિવિધ માંગો સાથે જુનાગઢ જી.એમ.ઇ.આર.એસ કોલેજના ૧૪૦ જેટલા ડોક્ટરો અને અધ્યાપકો ગુજરાત સરકારની અલગ અલગ તબીબી શિક્ષણ અને તબીબી સેવાની અઢાર જેટલી સંસ્થાઓના ત્રણ હજાર જેટલા તબીબો અને અધ્યાપકો સાથે આગામી તારીખ ૧ ઓગસ્ટથી ઉપરોક્ત માંગો સાથે આંદોલનમાં જોડાવાનું અલ્ટીમેટમ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર એસ.પી. રાઠોડ મારફતે સરકારને આપ્યુ હોવાની એસોસિએશનના જુનાગઢ કોલેજના પૃથ્વીરાજ સિંહ વાઘેલા જણાવ્યું હતું લાંબા સમયથી અટકેલી માંગો વારંવારની રજૂઆતો છતા આ અંગે સરકારે  વારંવાર ઉદાસીનતા સેવતા અંતે સંગઠનોએ તમામ સંસ્થાના વડાઓને મારફતે સરકારને આંદોલન માટેના અલ્ટીમેટમ આપવાની ફરજ પડી છે. ૧ ઓગસ્ટથી શરૂ થનાર આંદોલનમાં  તબક્કાવાર એસોસિએશનના ઉપલા લેવલની સુચના અને માર્ગદર્શન અનુસાર ઉગ્ર કાર્યક્રમો અપાશે તબીબી સેવા અને શિક્ષણના ડોક્ટરો અને પ્રોફેસરો સાથે ભવિષ્યમાં અન્ય તબીબી સંગઠનો પણ  જોડાઇ શકવાના સંકેતો ડોક્ટર પૃથ્વીરાજસિંહ વાઘેલા આપ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે હડતાલથી તબીબી શિક્ષણ  તબીબી સેવા પ્રભાવિત થશે. ખાસ કરીને દર્દીઓના આરોગ્યને અસર થશે ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લઇ સરકારે સત્વરે યોગ્ય નિર્ણય લેવો જોઈએ ગત લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ વહીવટી પ્રક્રિયાના વાકે પ્રશ્ન  ટલે  ચડ્યો છે. પક્ષાપક્ષી રાજકારણને કોરાણે મૂકી  પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવું જોઈએ તેવી માંગ ઉઠી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.