Abtak Media Google News

છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી કેનાલ નજીક ઝાખરપુરા ખાતે ફોર્ડ ફિગો ગાડીમાં આગ લાગી

બોડેલી ના અલીખેરવા વિસ્તાર મા આવેલ જનકલ્યાણ સોસાયટી મા રહેતા અને માકણી ખાતે ક્લીનીક ધરાવતા નીલેસ ભાઇ નટવર ભાઇ પટેલ વર્ષો થી માકણી ગામે અપડાઉન કરે છે માકણી ખાતે પોતાના કલીનીક થી પરત ફરતી વખતે બપોર ના સમયે પોતાની કાર લઈ બોડેલી આવી રહ્યા હતા ત્યારે ઝાખરપુરા નર્મદા ની મુખ્ય કેનાલ પાસે કાર માથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને ધુમાડો નીકળવા ની સાથે જ નીલેસભાઇ કાર ને સાઇડ પર કરી બહાર નીકળી ગયા અને જોતજોતામા કાર મા આગ ફાટી નિકળી કાર મા આગ લાગતા તબીબ નિલેસભાઇ એ બોડેલી ફાયર ફાઇટર ને જાણ કરી ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોચી આગ ને કાબુમાં લીધી હતી પરંતું આગ કાબુમાં આવે તે પહેલાં કાર બળી ને ખાખ થઈ ગઈ હતી.

બોડેલી પરત આવતી વખતે કાર મા શોટ સર્કિટ થતા આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે કારમા લાગેલી આગમાં
કોઈ જાનહાની થઇ નથી પરંતું સમય સુચકતા દાખવતા તબીબ નો આબાદ બચાવ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.