Abtak Media Google News

શહેરની કોર્પોરેટ હોસ્પિટલોમાં વધારે ભીડ એકઠી ન થાય તે માટે રૂટીન ઓપીડી બંધ પણ તમામ ક્ષેત્રના ડોકટરો ઇમરજન્સી સેવાઓ માટે સતત કાર્યરત

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસના સંક્રમણને દેશમાં ફેલાતું અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે. આ લોકડાઉનના કારણે સમગ્ર દેશ થંભી જવા પામ્યો છે.  જયારે મેડીકલ ઇમરજન્સી સમાન આ સમયમાં તમામ ક્ષેત્રના ડોકટરો સ્વની ચિંતા કર્યા વગર દર્દી નારાયણની સેવાઓમાં સતત કાર્યરત છે. અકસ્માત કે અન્ય કારણોસર મગજ કે કરોડરજજુમાં ઇજા પહોચવાના કારણે ન્યુરોસર્જનને સદાય ઇમરજન્સી માટે તૈયાર રહેવું પડે છે. હાલમાં કોરોના વાયરસ અંગે લોકોમાં ડરના કારણે તાવ, શરદી, ઉઘરસ વગેરે જેવી સામાન્ય બિમારીમાં ફીઝીશીયનો ક્ધસલ્ટ કરવા લાગ્યા છે જેથી ફીઝીશીયનોને પણ ઇમરજન્સી કેસોની સંખ્યા વધવા લાગી છે.

Advertisement

સૌરાષ્ટ્રની અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલોમાં જેની ગણના થાય છે જેવી રાજકોટની વોટહાર્ટ, સ્ટલીંગ, સેલ્સ હોસ્પિટલમાં હાલમાં લોકડાઉન વચ્ચે પણ તમામ રોગોના નિષ્ણાંત ડોકટરોની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે જો કે આ હોસ્પિટલોમાં અગાઉ સારવાર લઇ ચુકેલા દર્દીઓ ચેકઅપ  માટે આવે તો દર્દી અને તેના સગા-સંબંધીઓના કારણે કોરોના વાયરસ ફેલાવવાની સંભાવના વધી જતી હોય તથા આવા દર્દીઓના આવવાથી લોકડાઉનનો પણ ભંગ થતો હોય આ હોસ્પિટલો દ્વારા રૂટીન ઓપીડી બંધ રાખવામાં આવી છે. આવા ફોલોઅપ ફોન પર માર્ગદર્શન આપવામા આવી રહ્યું છે. હાલમાં રાજકોટની તમામ કોર્પોરેટ હોસ્પિટલોમાં તમામ ક્ષેત્રના ડોકટરોની ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ છે.

અકસ્માતોનું પ્રમાણ ઘટી જવાથી ન્યુરો સર્જરીના ઓપરેશનો ઓછા થયા: ડો. ગૌરાંગ વાધાણી

Vlcsnap 2020 04 16 11H43M33S835

સૌરાષ્ટ્રની અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલ સ્ટલીંગ હોસ્પિટલમાં ન્યુરો સર્જન તરીકે કાર્યરત ડો.ગૌરાંગ વાધાણીએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ન્યુરો સર્જરીના પેસન્ટને કોરોના વાયરસ લાગવાના ચાન્સ સામાન્ય લોકો જેટલા જ હોય છે હાલ લોકડાઉનમાં દર્દીઓની ઇમરજન્સી સારવાર પહેલા જેમ કરતાં હતા. તે જ રીતે કરીએ છીએ. પરંતુ જે પ્લાન્ડ ઓપરેશન  અથવા જે લાંબા સમયથી રૂટીન સારવાર માટે આવતા દર્દીઓને અમે બોલાવતા નથી. આ દર્દીઓ આવે તો હોસ્પિટલમાં ગીર્દી વધવાના કારણે કોરોનાનો ચેપ લાગવાની સંભાવના વધી જાય છે. લોકડાઉનના કારણે રોડ અકસ્માતના કેસોમાં ઘટાડો થયો છે. જેથી અમારે ઓપરેશનોની સંખ્યા ઘટી જવા પામી છે. જે એક રીતે જોઇએ તો સમાજ માટે ફાયદાકારક છે. હાલમાં નવરાશનો થોડો સમય મળે છે તેને ફેમીલી, ફેન્ડસ અને અમારા મેડીકલના નોલેજનું અપડેશન માટે વાપરીએ છીએ. રૂટીન દિવસોમાં ફેમેલીને અમે એટલો સમય આપી શકતા નથી. તો આ સમય ફેમીલી સાથે વીતાવીએ છીએ. જુના મિત્રો કે જેની સાથે લાંબા સમયથી સંપર્ક તુટી ગયો હોય તેમને યાદ કરીને ફરીથી સંપર્કો બનાવીએ છીએ. ઉપરાંત વેળીનાર પર લાઇવ સેમીનારમાં ભાગ લઇને અમારા ક્ષેત્રનું નોલેજ અપડેટ કરીએ છીએ.

વોકહાર્ટ હોસ્૫િટલમાં તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ: ડો. જગદીશ ખોયાણી

Vlcsnap 2020 04 16 12H36M46S228

સૌરાષ્ટ્રની અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલ વોકહાર્ટ હોસ્૫િટલ રાજકોટના સેન્ટર હેડ ડો. જગદીશ ખોયાણી એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું ક લોકડાઉનમાં વાહન વ્યવહાર સદતર બંધ છે. સૌરાષ્ટ્રભરમાંથી જેટલા દર્દીઓ વોકહાર્ટ હોસ્પિટલમાં આવતા હોય છે તેઓ હાલ આવી શકતા નથી. જેથી અમારા આવા નિયમિત દર્દીઓ માટે ઓનલાઇન ક્ધસલટન્ટ શરુ કર્યુ છે. હોસ્પિટલના તમામ વિભાગો માં જે દર્દીઓને ક્ધસલટન્ટ જોઇતુ હોય તેમના માટે બધા ડોકટર ક્ધસલટન્ટ માટે હાજર રહે છે. લોકડાઉન એકી સાથે ખુલે તેવી સંભાવના ઓછી છે માટે સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સમયાંતર આવશે એવું અમારુ માનવું છે. ઉપરાંત દર્દીઓ માટે ઇમરજન્સી

સેવા બધી જગ્યાએ ચાલુ છે હાલમાં માં કાર્ડ યોજના હેઠળ કેન્સરના દર્દીઓનું નિદાન ચાલુ રાખવામાં આવ્યું છે. તેમાં ઇમરજન્સી કાર્ડયાક સારવાર પણ ચાલી રાખી છે. જેની કિમોથેરાપી ચાલુ હોય તેવા દર્દીઓની સારવાર પણ ચાલુ રાખવા માં આવી છે. નવરાશની પળોમાં હું મારા જુના પેન્ડીંગ  કામલ પુર્ણ કરૂ છું.

અમારી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્૫િટલમાં તમામ ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ: ડો. સાવન છત્રોલા

Vlcsnap 2020 04 16 11H44M58S085

રાજકોટની અગ્રણી કોર્પોરેટ હોસ્પિટલ એવી સેલ્સ હોસ્પિટલના ફીઝીશીયન ડો. સાવન છત્રોલાએ અબતકને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે અમારી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ હોવાથી તમામ ઇમરજન્સી સેવાઓ લોકડાઉનમાં ચાલુ છે. રૂટીન દર્દીઓને રેગ્યુલર ફોલોઅપ માટે આવવાની ના પાડીએ છીએ. નાની મોટી તકલીફો હોય તો તકલીફોનું ફોન પર તમામ દદર્છઓને સારવાર આપવામાં આવે છે. અત્યારે અમારે ત્યાં શ્ર્વાસન તંત્રને લાગતા કોઇપણ દર્દી આવે તો તેમને કોરોના પોઝિટીવ હોવાની સંભાવના પુરેપુરી રાખીને જ તેમનું ચેકઅપ કરવામાં આવે છે. દર્દી આવે ત્યારથી લઇને પર જાય ત્યાં સુધીમાં અમે તમામ કાળજી રાખવા ઉપરાંત સોશ્યલ ડીસટન્સ જળવાય તેનું પુરેપુરુ ઘ્યાન રાખીએ છીએ. જયારે લોકડાઉન ખુલશે ત્યારે એક સાથે વધારે દર્દીઓ સારવાર માટે આવશે તો એ સમયે અહીં મોટા પ્રમાણમાં દર્દીઓ એકઠા ન થાય તથા યોગ્ય સમયે તેની સારવાર થાય તે વાતનું ઘ્યાન રાખીશું. સગાવહાલા અને ઘણા ફેમેલી મેમ્બરના ફોન આવતા હોય છે તે તમે ઘણું બધું કામ કરો છો તમે ઘરે આરામ કરો તેવી સલાહો આપતા હોય પરંતુ ડોકટર તરીકે અમારી દર્દીને સારવાર આપવાની અમારી ફરજ છે. અત્યારે મારી જીવન જરુરી વસ્તુઓ જેવી કે પર્સ કપડા વગેરે ઘરના ઘરમાં અને કલીનીકનું કલીનીક માં રાખવામાં આવે છે. ઘરે જાવ ત્યારે બધી વસ્તુ તૈયાર હોય છે. હું સીધો ન્હાવા જતો રહું છું. તેમ જણાવીને ડો. છત્રોલાએ જોયું હતું કે અત્યારે રેગ્યુલર દિવસો કરતા ઓછું કામ હોય છે તો ઘરના સભ્યોનું સમય આપીએ છીએ. પરિવાર સાથે સિરિયલ-મુવી જોઇએ છે. હોસ્પિટલમાં જરૂરીયાત મંદ હોય એટલા જ દર્દીઓને દાખલ રાખીએ છીએ. તથા થોડો સમય મળતો હોવાથી અમારા સ્ટાફને ટ્રેનીંગ પણ આપીએ છીએ.

એનેસ્થેશીયા આપતી વખતે ચેપ ન લાગે તે માટે મે ખાસ શિલ્ડ બનાવ્યું છે: ડો. હેતલ વડેરા

Vlcsnap 2020 04 16 11H44M06S609

સૌરાષ્ટ્રની અગ્રણી કોર્પોરેટર હોસ્પિટલ સ્ટલીંગ હોસ્પિટલના એનેસ્થેટીકસ ડો. હેતલભાઇ વડેરાએ અબતકને મુલાકાતમાં જણાવ્યું હતું કે અત્યારે ફકત ઇમરજન્સી સર્જરી જ ચાલુ છે. જે પ્લાન્ડ સર્જરી અથવા તો એ પ્રકારના કેસો અત્યારે બંધ છે. એનેસ્થેશીયાના બે પ્રકારો છે જનરલ અને રીજીયોનલ ન્યુરી સર્જરીમાં તો સામાન્ય રીતે જનરલ એનેસ્થેશીયા જ અપાતું હોય છે. ધારો કે હાથપગના ઓપરેશન હોય તો રીજીયોનલ એનેસ્થેશીયા અપાતું હોય છે કે જેનાથી એટલો જ ભાગ ખોટો પડે છે. દર્દીને પુરા બેભાન કરવાનું થાય ત્યારે શ્ર્વાસ નળીમા નળી નાખવામાં આવે છે. તે સમયે દદીને કફીંગ થાય અથવા તો થુંક ઉડે તો દર્દીની ચેપ અમને લાગવાની અમારો ચેપ દર્દીને લાગવાની શકયતાઓ રહેતી હોય છે. તો આ સમયે અમે માસ્ક, હેલ્કોટ જેવુ: શિલ્ડ વગેરે પહેરવામાં આવતું હોય છે. જેનાથી ચેપનું ટ્રાન્સમીશન ટાળી શકાય છે. આવું ચેપ ન લાગે તે માટે શિલ્ડ મળતું ન હોય મે જાતે મહેનત કરીને બનાવ્યું છે. અત્યારે ઇમરજન્સી સર્જરી સિવાય કાઇ કામ છે જ નહી તેમ કહી શકાય ૬૦ થી ૭૦ ટકા કામગીરી ઓછી થઇ ગઇ છે. સૌથી પહેલા ફેમેલી સાથે સમય પસાર કરીએ છીએ પછી મિત્રો સાથે અને વેલીનાર દ્વારા નોલેજ મેળવીએ છીએ. સમાજમાં અવેરનેશ વધારવા માટે સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરીએ છીએ તેમ જણાવીને ડો. વડેરાએ ઉમેર્યુ હતું કે અત્યાર સુધીના જે પ્લાન્ડ ઓપરેશન બાકીછે તે લોકડાઉન ખુલ્યા પછી ચોકકસ સમયની અપોઇન્ટમેન્ટ આપીને ઓપરેશન ધીમે ધીમે શરુ કરીશું સૌ પ્રથમ તો સરકારના સુચન મુજબ ઘરમાં રહી જો ઘરની બહાર નીકળી તો હંમેશા માસ્કનો ઉપયોગ કરી સૌથી અગત્યનું પ્રોપર હેન્ડવોશ કરી અને સેનેરટાઇઝરની ઉપયોગ કરવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.