Abtak Media Google News

પરિવારમાં નાના શિશુનું આગમન થાય એટલે પરિવારના સભ્યો અને માતા-પિતા બાળક માટે નઇતનવીન રમકડાંથી ઘર ભરી દે છે. અને જયારે થોડું મોટું થાય એટલે અચૂક તેના માટે વોકર તો લ્યે જ છે , પરંતુ વોકર બાળક માટે કેટલું સુરક્ષિત છે એની  ખબર છે?? વોકર બાળકની શારીરિક અને માનસિક રીતે નુકશનકર્તા છે એવું કહું તો જરૂરથી આષ્ચર્ય પામશો. આજે અહીં એ બાબત વિષે વિશેષ જાણકારી આપીશું.

બેબી વોકર કેટલું અસુરક્ષિત છે??

1995 બેબી વોકર બાળક માટે કેટલું અસુરક્ષિ છે એ બાબતે તજજ્ઞોનું પણ કહેવું છે કે બેબી વોકર બાળક માટે જરા પણ સુરક્ષિત નથી હોતું. તેઓનું એ પણ કહેવું છે કે બાળક વોકરમાં બેસીને તેના પગ પાર જોર કરે છે, એ પણ તેવા સમયેજયારે તે સરખી રીતે ઉભા રહેતા પણ શીખ્યા ન હોઈ. જે બાળક માટે જરા સારું નથી. તમે એવા અનેક બનાવો જોયા હશે કે એના વિષે સાંભળ્યું હશે જેમાં બાળક વોકરમાં હોઈ ત્યારે પડી ગયું હોઈ,અને ગંભીર ઈજાઓ પણ થયી હોઈ. જેનું મુખ્ય કારણ વોકરના વીલ હોય છે  ગતિશીલ હોય છે, જયારે બાળક વોકરમાં પગથી ઘકો મારે છે ત્યારે તેને વધુ પ્રેશરથી તેના વીલ આગળ ધપાવે છે જેની ગતિ નિયંત્રણમાં નથી રહેતી અને બાળક તેને કેન્ટ્રોલ નથી કરી શકતું જેના કારણે દુર્ઘટના સર્જાય છે.અને માતા-પિતા તેની પાસે બચાવવા પહોંચે એ પહેલા જ બાળક સાથે અઘટિત ઘટના બની જાય છે. આ ઉપરાંત એ પણ જાણવું જરૂરી છે કે બાળકના વિકાસમાં આ પ્રકારનું વોકર કોઈ પ્રકારે મદદરૂપ નથી હોતું.

કેવા પ્રકારના વોકરનો ઉપયોગ કરવો…

Untitled 1 29 જુના જમાનામાં જયારે આવા નવીન પ્રકારના રમકડાં જેવા વોકર નહોતા ત્યારે હાથ ગાડી જેવા લાકડાના હાથ વડે ધકો મારીને આગળ ચાલવાની ગાડીઓ આવતી હતી, જે બાળક માટે સુરક્ષિત પણ છે અને તેના વિકાસમાં પણ મદદરૂપ થાય છે.અત્યારે એ પ્રકારની હાથ ગાડીઓના પણ નવીનતાન વેરાયટીઓ આવી છે જે તમારા બાળકને ચાલતા પણ શીખવશે અને તેનો આત્મવિશ્વાષ પણ વધારે છે. આ પ્રકારના વોકરને અદ્દલ ચલાવવા માટે બાળકએ પગ પાર ઉભા રહી વોકરને હાથથી ધકો મારવાનો આવે છે જેમાં તે જાતે બેલેન્સ રાખતા પણ શીખે છે.

બાળકનો વિકાસ અને વોકર…

1975     તજજ્ઞોના માટે અનુસાર વોકરના કારણે બાળકની ચાલવાની કુદરતી ક્ષમતાને ખરાબ અસર થાય છે. જેના પરિણામ સ્વરૂપ બાળક મોડું ચાલતા શીખે છે. અને એટલે જ બાળક તેની સમજણ અને સુજ દ્વારા કુદરતી રીતે જ ચાલવાની શીખે એ મહત્વનું છે.આ ઉપરાંત બાળક તેની સુજ સમાજથી જ જાતે બેસવાનું, પડખું ફરવાનું અને ઊંધા થવાનું શીખે એ જરૂરી છે જેનાથી તેની માંસપેશીઓ પણ મજબૂત થાય છે, સાથે સાથે જાતે બેલેન્સ રાખતા પણ શીખે છે અને જલ્દી ઉભા થયી ચાલતા શીખે છે. પરંતુ જયારે બાળક વોકરનો ઉપયોગ કરે છે ત્યારે આ દરેક મહત્વની બાબતો ચૂંકી જાય છે અને અને તેની નકારાત્મક અસરો બાળકના વિકાસ પાર પડે છે.બાળક આળસુ પણ થાય છે.

બાળકને છૂટથી રમાડવા માટે તમે તેને વોકરની જગ્યાએ જમીન પર કઇક પાથરી છુંટુ રમવા મૂકી શકો છો, તેમજ તેને પ્લે સેન્ટર પર પણ લઇ જય શકો છો જ્યાં તેને રમવાની માજા આવે. માતા-પિતા તરીકે બાળકની સુરક્ષા એ તમારી પહેલી ફરજ છે, એટેલ તમારા બાળકના શારીરિક અને માનસિક હિટ માટે ઘરમાં વોકર ન લાવી અને બાળકને તેની જાતેજ આગળ ચાલતા શીખવા દેવું એ તેના હિતમાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.