Abtak Media Google News

વિશ્વના સૌથી લોકપ્રિય પાલતું પ્રાણી ડોગ છે, વફાદારીનો ગુણ વિશેષ જોવા મળે છે, બીજાઓને મદદ કરવા હંમેશા તત્પર રહે છે

માનવ જાત અને શ્વાનની મિત્રતા વર્ષોથી ચાલી આવે છે. તેમની વફાદારી માલિક પ્રત્યેનો પ્રેમ નિહાળો છે. નાના બાળકોને સૌથી વધુ કોઇ પ્રાણી પ્રિય હોય તે ડોગ છે. પૃથ્વી પર ચિત્ર-વિચિત્ર ડોગની પ્રજાતિ છે. કેટલાક નાના તો કેટલાક મોટા બીડ હોય છે. ટુંકા કે મોટા વાળના ડબલ કોટવાળા અવનવા રંગોમાં શ્વાન જોવા મળે છે. શ્વાન, બિલાડી, પોપટ, ઘોડો વિગેરેને લોકો પાલતું પ્રાણી તરીકે પાળે છે. પરંતુ ડોગ રાખવાનો ક્રેઝ જબ્બર જોવા મળે છે. તેમની સુંઘવાની શકિત તીવ હોય છે તેથ પોલિસ વિભાગમાં તેમની સેવા લેવાય છે. તેમને ‘ડોગ સ્કોડ’ નામથી અલગ વિભાગ હોય છે.

શ્વાન વિશે કેટલીક નિહાળી વાતો જાણવા જેવી છે. તે માણસના સૌથી શ્રેષ્ઠ મિત્રમાં અવ્વલ સ્થાને છે. તે નિસ્વાર્થ હોય છે. પોતાના માલિકને સંપૂર્ણ વફાદાર રહે છે. અમુક શ્વાન તો સેફટી ડોગ તરીકે જાણીતા છે. તેમના ઉપર વિવિધ અઘ્યયન પણ થયા છે. ૨૦૧૫માં થયેલા સંશોધનમાં જાણવા મળ્યું કે તે કોઇ ફાયદો ન હોવા છતાં બીજાને મદદ કરવા હમેશા તત્પર હોય છે. વિશ્વભરમાં સૌથી લોકપ્રિય પાલતું પ્રાણીમાં ડોગનું સ્થાન પ્રથમ નંબરે છે. શ્વાન માલિકો પોતાના સંતાનો કરતાં પણ પાળેલા શ્વાનની સંભાળ લેતા હોય છે.

તેમની સુંઘવાની શકિત માણસ કરતાં એક લાખ ગણી વધારે હોવાથી ગુના પકડવામં તેનો ઉપયોગ કરાય છે. કુતરાઓ ડ્રગ્સથી લઇને માણસ શોધવામાં મદદરૂપ થાય છે. તેમના અનુનાસિક રીસેપ્ટર્સ બહુ જ પાવર ફૂલ હોય છે. લાખો કરોડો ગંધમાંથી તેજ વસ્તુ શોધે છે જેની તેની તાલિમ અપાય હોય, શ્વાનને વિવિધ પ્રકારની તાલિમ આપીને ફુલ્લી ટ્રેઇન્ડ કરાય છે. તે માનવીની ભાષા સમજીને આજ્ઞાકિંત બને છે. કેટલાક તો માલિકના હાથનું જ ભોજન ગ્રહણ કરે છે.

જંગલોમાં શિકારી વરૂની લપ્ત પ્રજાની પૈકી વર્ષો પહેલા તેમાંથી શ્વાન આવ્યા તેવું કહેવાય છે. માનવ વસ્તીની સાથે વર્ષોથી રહેતા શ્વાન વર્ષોથી પરિવારના સદસ્ય તરીકે ઘર, શેરી વિગેરે જગ્યાએ રહે છે. પ્રવર્તમાન લોકડાઉનમાં સ્ટ્રીટ ડોગને ભોજન મુશ્કેલી હતી ત્યારે સમાજ સેવી સંસ્થાએ મહત્વની ભૂમિકા ભજવીને શેરીના ડોગનું જીવન બચાવ્યું હતું.

પશુપાલન કરનારા પોતાના જનાવરોની ચોકીદારી માટે પણ શ્વાનનો ઉપયોગ કરે છે. કૂતરાની આંખમાં ત્રણ પોપચા હોય છે. બે દ્રશ્યમાન પોપચા નીચે ગુલાબી પટલ જોવા મળે છે જે ધૂળથી તેને રક્ષિત કરે છે. ૧૮૦૦ના દાયકામાં પર્વત ઉપર બરફ વર્ષાને કારણે ફસાયેલા લોકો ને બચવા કાર્યમાં સ્નીફર ડોગ તરીકે ૪૦ લોકોના જીવન બચાવ્યા હતા. ધરતીકંપ વખતે પણ સ્નીફર ડોગ કાટમાળ નીચેથી જીવતા લોકોની ભાળ આપે છે. એક ડોગ તેના માલિકને લેવા દરરોજ સાંજે રેલ્વે સ્ટેશન ઉપર જતો, માલિકના અકસ્માતમાં મૃત્યુ થવાથી તે દિવસે ટ્રેનમાં ન આવતા દિવસો સુધી આ શ્વાન રેલ્વે સ્ટેશને જ બેઠો રહ્યોને મૃત્યુ પામ્યો હતો. આવી તો અનેક વફાદારીની વાતો શ્વાનની છે.

શ્વાનને બચ્ચાથી જ તાલિમ અપાય છે. ૨૦૦૯ના છેલ્લા સંશોધન ટુંકા ટુંકા ૧૫૦ થી વધુ શબ્દો યાદ રાખી શકે છે. અમુક સુપર બ્રીડ ડોગમાં વિશેષ બુઘ્ધી હોવાથી રપ૦ જેટલા શબ્દો પણ શીખી જાય છે. ભારતમાં ૧૦ થી વધુ પ્રજાતીના ડોગ ખુબ જ પ્રચલિત છે. તે સૌથી વફાદાર પ્રેમાળ અને બુઘ્ધીશાળી પ્રાણી છે. આપણાં દેશમાં બિગલ, જર્મન શેફર્ડ, ગ્રેટડેન, બોકસર, લેબ્રાડોર, રોટ વિલર, પગ, ગોલ્ડન રીટ્રીવર, કોકસ સ્પેનિયલ, ડેશ હાઉન્ડ જેવી વિવિધ બ્રીડનો જબ્બર ક્રેઝ જોવા મળે છે. નાના પરિવારો તો સફેદ પોમેનેરીયન પણ દિલથી પાળે છે, અમુક વિદેશી બ્રીડ ફોકસ ટેરીયર સેન્ટ બર્નાડ, ડોબરમેન, શિટસઝુ જેવી બ્રીડ પણ ભારતમાં જોવા મળે છે.

પહાડ ઉપર ચર્ચમાં રહેતા પાદરી સેન્ટ બર્નાડે પોતાની રીતે વિકસાવેલી બ્રીડ ખુબ જ પ્રચલિત છે જે તેના નામથી જ ઓળખાય છે. લગભગ દરેક શ્વાનની જીભ લાલ હોય છે પણ ચાઉ ચાઉ ડોગની જીભ કાળી જોવા મળે છે. ૪૦૦ ગ્રામથી લઇને ૧ર૦ કિલોના કદાવર ડોગ જોવા મળે છે ત્યારે તમારા ઘરની રચના મુજબ ડોગ પાળવું હિતાવહ છે. અમુક શોખીનો તો વિદેશથી ડોગના પપ્પી મંગાવે છે. વૈજ્ઞાનિક તારણ મુજબ જે લોકો શ્વાન પાળે છે તેને હાર્ટ એટેકની શકયતા નહિવત જોવા મળે છે.

દુનિયામાં રપમી વધુ પ્રજાતિ ટોપ બ્રીડ તરીકે પ્રચલિત છે જેમાં ટેરીયર, લાસા,મીનીચર, ડેસહાઉન્ડ, સેટર, ડોલમેશીયન જેવી બ્રીડની ગણના થાય છે. દર વર્ષે શહેરોમાં ડોગ શોનું આયોજન પણ થાય છે. અમુક બ્રીડ ના શ્વાન તો બહુ જ રૂપકડા હોય છે. ફિલ્મ સ્ટોરો પણ ડોગ પાળવાના શોખીન હોય છે. સૌથી શ્રેષ્ઠ શિકારી શ્વાનમાં બિગલ અગ્રક્રમે આવે છે. આજે તેમનાં બ્યુટી પાર્લરો હોસ્પિટલો જેવી વિવિધ સુવિધા જોવા મળી રહી છે. ત્યારે તેના હેર કટ ના પાર્લરો તથા તેની હોટલો પણ ખુલવા લાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.