Abtak Media Google News

નવી મૂંબઈમાં એક નવી જ ઘટના સામે આવી છે જેમાં પશુ પક્ષીઓના કલર બદલાઈ રહ્યા છે.. મુંબઈના તલોજા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્પોટેડ કલર ઘેરો બ્લૂ થઈ રહ્યો છે. આ પાછળનું રહસ્ય બીજું કઈ નહીં પરંતુ તલોજા ઇન્ડસ્ટ્રીઝના છોડવામાં આવત પ્રદૂષણના કારણે થઈ રહ્યું છે.. આ ખરેખર ના માની શકાય તેવી ઘટના છે.

આ કુતરાના કલર બદલાય રહ્યો છે તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયેલા છે. આરતી ચૌહાણ નામની મહિલાએ આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કરેલા છે અને સાચી માહિતી આપી છે. તેમણે એ પણ ઓબ્સર્વ કરેલ છે કે પ્રાણીઓની સાથે સાથે પક્ષીઓના કલર પણ બદલાઈ રહ્યા છે. ડાયની કંપનીઑએ પણ વાતાવરણમાં રહેલા પ્રદૂષણ ની તપાસ કરી અને તેને નાથવા માટે કાર્યરત થયેલ છે.

વાતાવરણમાં થતાં આ બદલાવ એક પ્રકારની ખતરાની નિશાની છે અને તે દર્શાવી રહી છે કે કેટલીયે એવી કંપની છે કે જે પોતાના કચરાને કોઈ પણ જાતની પ્રક્રિયા કર્યા વગર જ કચરાનો નિકાલ નદીઓ માં તેમજ ગટરોમાં કરી રહી છે જેના લીધે આ સમસ્યા સામે આવી છે.

પેહલા પાણી ને સ્વચ્છ કરવામાં આવતું પરંતુ હવે પાણી ને સ્વચ્છ નથી કરવામાં આવતું જેના લીધે ચામડીની બીમારીઓ થાય છે. એક સ્થાનિક રહેવાશી..

તલોજા ઇન્ડસ્ટ્રી એક સેંટ્રલ એફ્લુએંટ ઓટોમૈટિક પ્લાન્ટ છે જે પેહલા દરેક પ્રક્રિયા કરી સ્વચ્છ કરી અને પછી કચરા નો નિકાલ કરે છે.. પરંતુ આ ઇન્ડસ્ટ્રી પાસે આવા હજારો શ્વનો તેમજ પક્ષીઓ છે તેમજ હજારો માણસો અહી કામ કરી રહ્યા છે તો તેમના માં કેમ આવા ફેરફાર જોવા નથી મળતા તેવું તલોજા ઇન્ડસ્ટ્રીની સેક્રેટેરી જયશ્રી કાટકરનું કહવું છે..

તો હવે આ કોયડો અત્યારે વણઉકેલ્યો બની ગયો છે. તંત્ર દ્વારા આના પર કેવી પ્રતિક્રિયા થશે તે તમારે જોવાનું રહ્યું..

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.