Abtak Media Google News

કોરોના વાયરસને લઇને દાદરાનગર હવેલીના કલેકટરની હોટલ, ઇન્ડસ્ટ્રીઝ અને બિલ્ડર એસોસિએશન સાથે બેઠક મળી

ચીનમાંથી ફેલાયેલો કોરોના વાયરસ દુનિયાના લગભગ ૧૧૩ દેશોમાં પ્રસરી ગયો છે જેનાથી વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુસાર એક લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યાં છે.

ડીસેમ્બર-૨૦૧૯માં શરૂ થયેલો આ વાયરસ  ગ્લોબલ મેડીકલ ઇમરજન્સી બની ગયો છે. ત્યારે વાતને ઘ્યાનમાં રાખીને દાદરા નગર હવેલીના કલેકટર સંદિપકુમાર સિંહે હોટલ, ઇન્ડસ્ટ્રીઝ અને બિલ્ડર  એસો. સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે આ વાયરસથી પીડીત દર્દીઓ મળ્યા છે.

ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયના નિર્દેશાનુસાર તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં કોરોના વાયરસની ઝપેટમાં આવેલા લોકો માટે મસાટ હોસ્પિટલ, દાદરા હોસ્પિટલ, રખોલી હોસ્પિટલ અને ખાનવેલની હોસ્પિટલમાં પ૦ બેડથી વધુની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથો સાથ વિનોબા ભાવે સીવીલ હોસ્પિટલમાં સંક્રમિત દર્દીઓના ઉપચાર માટે ર૦ બેડની આઇસોલેશન ફેસીલીટી તૈયાર કરાઇ છે.

5.Friday 1 2

સ્વાસ્થ્ય વિભાગ આ રોગના ઉપચાર અને અટકાવવા માટે સજજ થયું છે. અત્યાર સુધીમાં દાદરાનગર હવેલીમાં એક પણ કોરોનો વાયરસનો દર્દી જોવા મળ્યો નથી. આ સાથે કલેકટરે પ્રદેશના તમામ નાગરીકો, હોટલ, ઇન્ડસ્ટ્રીઝ અને બિલ્ડર એસોસિએશનના હોદેદારોને અનુરોધ કર્યો છે કે આ વાયરસથી ડરવાની જરુર નથી.  હમેશા સાવચેત રહેવું અને અફવાઓ પર ઘ્યાન ન આપવું જો સોસાયટી કે આસપાસના કોઇપણ વ્યકિત અન્ય દેશની યાત્રા કરીને પરત આવે તો તેની જાણ કરો આ વાયરસથી બચવા માટે વ્યકિતગત સ્વચ્છતા મહત્વપૂર્ણ છે જેવી કે હાથને વારંવાર સાબુ પાણીથી ઘોવા, ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળવું ખાંસી અને છીંક સમયે મોં આડે રૂમાલ રાખવો તેમજ બીમાર વ્યકિતથી દુર રહેવું.

કોરોના વાયરસ સંબંધીત કોઇપણ જાણકારી માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર અથવા ટોલ ફ્રી નંબર ૧૦૪ પર સંપર્ક કરવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.