Abtak Media Google News

અન્નપૂર્ણા સહયોગ યોજના ટીમનું આયોજન

અન્નપૂર્ણા સહયોગ યોજના ટીમ દ્વારા કોરોના વાયરસ સામે રોગ પ્રતિકારક શકિત વધારી રક્ષણ આપતી આયુષ મંત્રાલય સુચિત હોમયોપેથીક દવાનું નિ:શુલ્ક વિતરણનો કાલે  સવારે ૧૦.૩૦ થી ૧.૩૦ સુધી કેમ્પનું આયોજન કરેલ છે.

5.Friday 1 2

દુનિયાભર મા કોરોના વાયરસ નો કહેર સમગ્ર વિશ્ર્વભરમાં ફેલાયેલો છે જેની સામે ભારત સરકાર આરોગ્ય વિભાગ અને રાજય સરકાર દ્વારા સાવચેતીના વિવિધ પગલા લેવાય રહ્યા છે. આ તકે મા અન્નાપૂર્ણા સહયોગ ટીમ દ્વારા સોની બજારકોઠારીયા નાકે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં સૌને લાભ લેવા અન્નપૂર્ણા સહયોગ ટીમ નમ્ર અનુરોધ કરી રહ્યા છે. આ આયોજનની વધુ વિગત માટે હિતેષ વાગડીયા, રાજેશ પાટડીયા, કમલેશ પાટડીયા, અને અક્ષય પારેખે ‘અબતક’પ્રેસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.