Abtak Media Google News

ચાલુ ટ્રકના ટાયર નીચે જંપલાવી જીવન ટૂંકાવ્યું : મૃતકના વાલીવારસની શોધખોળ

રાજકોટ શહેરમાં વધતા જતા આપઘાતના બનાવો વચ્ચે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ગઇકાલે ગ્રીનલેન્ડ નજીક ચાલુ ટ્રક નીચે પડતું મૂકી નીલમ નામના 30 વર્ષીય પરપ્રાંતીય યુવાને આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે જે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી વાલી વારસની શોધખોળ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વિગત મુજબ શહેરની ગ્રીનલેન્ડ ચોકડી નજીક યુવકે ધીમી ગતિએ ચાલી રહેલા હેવી ટ્રક નીચે અચાનક પડતું મૂકી જિંદગી ટૂંકાવી છે. જે દિલધડક ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. માત્ર પાંચ સેક્ધડમાં પોતાની જીંદગીનો ખેલ ખેલનાર યુવકની ઓળખ મેળવવા અને પરિવારની શોધખોળ કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે ટ્રકના વ્હીલ નીચે આવી જતા યુવાનનું મોત નિપજ્યાની માહિતી બી ડીવીઝન પોલીસને મળી હતી. જેના આધારે પીએસઆઈ ત્રાજીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જ્યાં તપાસ ટ્રકના વ્હીલ હેઠળ યુવાને ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સીસીટીવી ફુટેજના આધારે બહાર આવ્યું હતું. બનાવને પગલે પોલીસે વધુ તપાસ કરતા યુવાન પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેમજ યુવકનું નામ નીલમ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તેના પરિવારજનોની શોધખોળ કરી તેમજ આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.