Abtak Media Google News

શાસકીય મહાવિદ્યાલય મેહગાંવ જી . ભિંડ , મધ્યપ્રદેશના જીવાજી વિશ્વવિદ્યાલયના લાઇબ્રેરી વિભાગ દ્વારા રાષ્ટ્રીયસ્તરે આયોજીત  કાઉ બેઝડ ઈકોનોમી  પર વેબીનારમાં ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયાએ માર્ગદર્શન આપ્યું હતું .

ડો.વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે , વર્તમાન સમયમાં ગાયોના સંવર્ધનમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ સાંઢો તૈયાર કરવા . સેકસ્ડ સીમેન ટેકનોલોજી વિકસાવવી , સીમેન લેબોરેટરી સ્થાપવા જેવા વિવિધ ઉદ્યોગોમાં સરકારસીની મદદથી ઙઙઙ મોડલ પર વ્યવસાય શરૂ કરવાની ઉત્તમ તકો છે . ભારતીય દેશી ગાયોના અ – 2 દૂધ અને તેના વેલ્યુ એડીશન સાથે બટર , ઘી અને છાશ તેમજ મેડીસીનલ ઘી માટે ખૂબ જ આંતરરાષ્ટ્રીય બજાર ઊભું થયું છે .

ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઓર્ગેનિક ફાર્મીંગ માટે બાયોપેસ્ટીસાઈડ અને બાયોફર્ટીલાઇઝર તેમજ અનેક પ્રકારની દવાઓ , વાતાવરણ શુધ્ધિ માટેના રિપેલન્ટ અને સેનીટાઇઝર્સ તથા અનેકવિધ ગૃહ ઉપયોગી કોસ્મેટીક ગોબર ઉત્પાદો દ્વારા મહિલા અને યુવાનો માટે રોજગાર સાથે એન્ટરપ્રિન્યોરશીપની તકો ઊભી થઇ છે .

એ જ રીતે  કાઉ હોસ્ટેલ ” એન.જી.ઓ અથવા સહકારી ધોરણે મોટા પ્રમાણમાં શરૂ કરી ઘેર ઘેર ગાયના ક્ધસેપ્ટને વિસ્તારી પ્રોફેશનલ સર્વિસીઝ દ્વારા કમાણી કરી શકાય છે . ગૌ આધારિત ઉદ્યોગો માટે મોટાપાયે જરૂરી મશીનરીની મેન્યુફેક્ચરીંગ માટે ખૂબ જ તકો રહેલી છે.

આ  પ્રસંગે જીવાજી વિશ્ર્વ વિદ્યાલયના લાઈબ્રેરી વિભાગના   રાધાકૃષ્ણ અને પ્રિયંકા  સિંહ દ્વારા સમગ્ર વેબીનારનું  સંચાલન  કરવામાં આવ્યું હતુ અને વિદ્યાર્થીઓએ પણ આ વેબીનારમાં  ઉત્સાહભેર  પ્રશ્ર્નોતરીમાં પણ ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.