Abtak Media Google News

આચાર્ય પૂ.મુકિતવલ્લભ સુરેજા મહારાજ અને પૂ.આચાર્ય યશોવિજયજીએ આપ્યું પાથ ઓફ સકસેસ પર પ્રવચન: બિઝનેસ માટે જૂનાગઢ, વેરાવળ, બરોડાથી વેપારીઓ હાજર રહ્યાVlcsnap 2019 05 20 11H25M46S192

રાજકોટમાં આવેલા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીમાં મણીભદ્ર બીઝનેશ બાજારનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જૈન સમાજના આચાર્ય પ. મૂકિત વલ્લભ સુરેજી મહારાજ અને પૂ. આચાર્ય યશોવિજયજી મહારાજે પાથ ઓફ સકસેસના વિષય પર પ્રવચન આપ્યું હતુ અને લોકોને વેપાર માટેનું માર્ગદર્શન આપ્યું હતુ આ બીઝનેશ બાજારમાં જૂનાગઢ, વેરાવળ, બરોડાથી લોકો પોતાની ગૃહ ઉદ્યોગની વસ્તુઓનું વેચાણ કરવા માટે આવ્યા હતા. જેમાં કપડાના સ્ટોલ, જવેલરી, કોસ્મેટીક, આયુર્વેદીક દર્દીના આરામ માટેના બેડ, રસોઈ માટે વપરાતી ખાધ સામગ્રી કેસર કેરીનો સ્ટોલ, વેસ્ટન કપડાનો સ્ટોલ, પર્સ, મહેંદીટેટુ જેવા અનેક સ્ટોલ રાખવામાં આવ્યા હતા. અને લોકોતેને ખૂબજ સારો એવો વેપાર કરે અને ગ્રાહકને વ્યાજબી ભાવે ખરીદી કરી શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું હતુ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

અબતક સાથેની વાતચીતમાં ગૌરવ દોશીએ જણાવ્યું હતુકેVlcsnap 2019 05 20 11H25M33S43 મણીભદ્ર બીઝનેશ બાજારનું આયોજન બાલભવનમા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે એકસીસીબીઝન કમ સેલનું આયોજન કરેલ છે. જેમાં ખૂબજ સારો પ્રતિસાદ મળેલ છે. જેના હોલ્સેલ ભાવે લોકો સારી વસ્તુ ખરીદી શકે તેના માટે આ આયોજન કરેલું છે. જેમાં જૈન આચાર્ય પૂ. મૂકિત વલ્લભ સુરેજી મહારાજ અને પૂ. આચાર્ય યશોવિજયજી મહારાજે રવિવારના દિવસે પાથ ઓફ સકસેસના વિષય પર ખૂબજ સારૂ પ્રવચન આપેલું હતુ જેમાં વેપારીઓ આર્થિક રીતે કઈ રીતે મજબુત થાય તે માટેનું માર્ગદર્શન આપ્યું હતુ.

આ જાહેર જનતા માટેનું પ્રદર્શન છે. તેથી લોકોને અલગઅલગ પ્રકારની ઘણી બધી પ્રકારની વેરાયટીઓ છે અહી જૂનાગઢ, વેરાવળ, બરોડાથી લોકો પોતાનો વેચાણ માટેની વસ્તુ લઈને આવેલ છે. અને અવનવી વેરાયટીઓ લોકોને જોવા મળશે ખરો જેનો લાહવો ઘણા લોકો લે તેવી આશા છે.

અબતક સાથેની વાતચીતમાં હિતેશ તલસાણીયાએ જણાવ્યુંતુ કે Vlcsnap 2019 05 20 11H23M47S211મણીભદ્ર બીઝનેશ બાજાર દ્વારા વેપારની એક સારી તક મળી છે. જે લોકોને દર્દીનાં હોસ્પિટલ ડીસ્ચાર્જ બાદ ઘરમાં આરામ કરવા માટેનો પલંગ અને એની શું ખાસીયત છે તે જણાવવા માટે અમે અહી સ્ટોલ લગાવ્યો છે. અહી સારી એવી ઈન્કવાયરી પણ આવેલી છે. એક નવો જ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ જેમાં દર્દીને આરામ માટે અને કાંઈ પણ આરામમાં તકલીફ ન થાય તેવો આ બેડસીટ બનાવવામાં આવ્યો છે.

આ બેડની મૂળ કિંમત કરતા ખૂબજ ઓછા ભાવમાં આ વસ્તુ અમે વહેંચી છીએ. એક દિવસના ૧૦૦ રૂપીયા સાથે આ બેડ પ્રોવાઈડ કરીએ છીએ. એટલે ભવિષ્યમાં આવા બીઝનેશ બાજારમાં ભાગ લઈશું તેવી ઈચ્છા ધરાવીએ છીએ.

અબતક સાથેની વાતમાં જૂનાગઢથી આવેલા વેપારી બહેનએ જણાવ્યું કે તેઓ Vlcsnap 2019 05 20 11H21M30S186વેસ્ટીજ ઈન્ડીયાની કંપનીનો સેલ લગાવ્યો હતો. જેમાં બોડીકેર, હોમકેર, ઓરલ કેર, જેવી વસ્તુનું વેચાણ ક‚ છું અને રાજકોટ આવા પાછળનું કારણ એજ કે પહેલાના કાર્યક્રમમાં લોકોને સારો એવો સહયોગ મળેલો હતો અને જેથી હું અહી સ્ટોલ માટે આવેલી હતી અને આગળના બીજા બીઝનેશ બજારમાં હું પાર્ટ લેવા ઈચ્છુ છું.

અબતક સાથેની વાતચીતમાં રાજીવ પારેખએ જણાવ્યું હતુ કેVlcsnap 2019 05 20 11H18M30S165તેઓ છેલ્લા છ વર્ષથી જવેલરીનો હોલસેલ બીઝનેશ કરે છે. જૈન સમાજ દ્વારા મણીભદ્ર બીઝનેશ બજારમાં સારો એવો સહયોગ મળેલો છે. અને ખૂબ સારી વ્યવસ્થા જાળવેલ છે. અને વેપારીઓને સારો લાભ મળી રહે તેવા ઉદેશથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. આગળ ના સમયમાં આવા કાર્યક્રમમાં લાભ લઈ શકીએ એવી ઈચ્છા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.