Abtak Media Google News

અત્યાર સુધી તમે ઘણી સુંદર જગ્યાઓ જોઇ હશે. જ તમારા માણે ઘણી રોમાંચક રહી હશે. પરંતુ અહિં આપણે દુનિયાના સૌથી મોટા ગાર્ડન વિશે વાત કરીશું જ્યાં વર્ષ દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. અહિં વાત થાય છે દુબઇના મીરેકલ ગાર્ડનની જે દુનિયાનું સૌથી મોટા ફ્લાવર ગાર્ડન તરી કે ખ્યાતનામ છે. અહિંનો નજારો એટલો સુંદર હોય છે કે જોવા માટે લાખો લોકોનાો જમાવડો ભેગો થાય છે. આ મીરેકલ ગાર્ડનમાં કેટલીય પવન ચક્કીઓ છે તો કેટલાય ઇન્દ્ર ધનુષના આકારમાં ગોઠવેલા ફુલો છે. સાથે જ વાત કરીએ કે આ ગાર્ડન ઉજ્જડ રણની વચ્ચે બનાવવામાં આવ્યું છે. જેના માટે પ્રવાસીઓએ અહિં પહોંચવા માટે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતા પણ આ ગાર્ડન પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા વગર રહેતું નથી . આ ગાર્ડન પૂરા ૧૮ એકરમાં ફેલાયેલું છે અને આ ગાર્ડનમાં ૪ કરોડ ૫૦ લાખ ફૂલ ઉગાડવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં લાલ રંગના ફુલ એવી રીતે ઉગાડેલા છે કે જેને જોવાથી  જાણે લાલ રંગની નદી વહેતી હોય  તેવો આભાષ થયા વગર રહેતો નથી. તેમજ અહિં વિવિધ રંગોના ફુલોને વિવિધ સ્કલ્પચરમાં એવી રીતે ગોઠવીને ઉગાડવામાં આવ્યા છે. જેને જોઇ દિલ ગાર્ડન ગાર્ડન થયા વગર રહેતુ નથી અને ગાર્ડનની એકવારની મુલાકાત બાદ જાણે જન્નતની સેર કરી હોય તેવો ખુશનુમા અહેસાસ થાય છે તો દુબઇ જાય ત્યારે અચુંક આ ચમત્કારીક એવા રણપ્રદેશનાં ખીલતા મીરેકલ ગાર્ડનની મુલાકાત લેવાનું ચુંકશો નહિં.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.