Abtak Media Google News

પરીક્ષા આવે એટલે એવું જ લાગે કે પરીક્ષા વાલીઓની છે કે બાળકોની!  કોરોના પહેલા જ્યારે ધોરણ 10 ની પરીક્ષા આપવાની થતી  ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતામાં રહેતાં ઘરમાં કોઈ એક દસમાં કે બારમાં ધોરણમાં ભણતા હોય એટલે ઘરના બધા તેને ચિંતામાં હોય ત્યારે થોડા સમય પહેલા જ ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું રીઝલ્ટ જાહેર થયું,

ત્યારે તેમણે જેટલા પર્સન્ટેજ આવવા જોઈતા હતા ખરેખર તેટલા આવ્યા છે કે કેમ, તેમના વાલીઓને તેમના રિઝલ્ટથી સંતોષ થયો છે કે, કેમ, ફરીથી પરિક્ષા આપવાની થાય તો આપવા માંગો છો કે કેમ,  અને તે લોકોને માસ પ્રમોશનથી મળેલ રિઝલ્ટથી સંતોષ છે કે કેમ,  તે અંગે મનોવિજ્ઞાન ભવન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 522 વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને પોતાના મંતવ્યો પણ જણાવ્યા હતા.

  1. શું તમે ધોરણ 10ના પરિણામથી સંતુષ્ટ છો? જેમાં 40% એ હા અને 60% એ ના કહ્યું
  2. મહેનત કરતા ઓછા માર્ક્સ આવ્યા હોય એવું લાગે છે? જેમાં 64% એ હા અને 36%એ ના કહ્યું
  3. માસ પ્રમોશનના કારણે ભવિષ્યમાં તમને કોઈ નુકસાન થશે એવો ભય લાગે છે? જેમાં 3% એ હા અને 37.7% એ ના કહ્યું.
  4. તમારો મિત્ર તમારા કરતા ભણવામાં નબળો હોઈ અને એને વધુ માર્ક્સ આવ્યા એવું બન્યું છે? જેમાં 1% એ હા અને 45.9% એ ના કહ્યું.
  5. જે વિષયમાં વધુ માર્ક્સ આવવા જોઈએ એમાં ઓછા આવ્યા એવું બન્યું છે? જેમાં 4% એ હા અને 42.6% એ ના કહ્યું.
  6. ફરીથી પરીક્ષા આપવાની થાય તો તમે આપવા માંગો છો? જેમાં 9% એ હા અને 36.10% એ ના કહ્યું.
  7. માસ પ્રમોશનના કારણે તમારા ગમતા ફિલ્ડમાં તમે એડમીશન લઇ શકશો? જેમાં 3% એ હા અને 37.7% એ ના કહ્યું.
  8. માસ પ્રમોસનથી તમારા માતા-પિતાને તમારું જોઈતું પરિણામ મળ્યું હોય એવું લાગે છે? જેમાં 55% એ ના અને 45% એ હા કહ્યું.
  9. તમારી સ્કૂલમાં તમે પહેલા નંબર પર આવવા માંગતા હતા? જેમાં 2% એ હા અને 32.8% એ ના કહ્યું

ધોરણ 10 ના વિદ્યાર્થીઓના મંતવ્યો:

  • કોરાનાને કારણે દરેક વિદ્યાર્થીની જીંદગી પણ મહત્વની છે. સરકાર નિણર્ય લીધો એ યોગ્ય છે.,
  • માસ પ્રમોસન આપવું જોઈએ નહિ આમાં હોશિયાર વિદ્યાર્થીઓને નુકસાન રહે છે. તેથી માસ પ્રમોશન કરતાં સરકાર જો ઓફલાઈન એક્ઝામ લે તે ખૂબ જ જરૂરી છે.* અને બીજું એ કે, આમા કેમ નક્કી કરવું ક્યાં ફિલ્ડમાં એડમિશન લેવું તે, અને જે સારી સારી સ્કૂલ હોઈ એમા લેવા માંગતા હોય એડમીશન એને પણ ના મળી શકે….,
  • પરીક્ષા વગરનાં પરિણામની કોઈ વેલ્યુ નથી…. માસ પ્રમોશનથી ઘણા વિદ્યાર્થીને સંતોષ થયો નથી. મહેનત કરતાં ઓછા માર્ક આવે છે. મારી મહેમત પ્રમાણે 70 ઉપર % આવવા જોઈએ પણ મારે 54% જ આવ્યા છે. અને ભવિષ્યમાં ક્યાંક નોકરી માટે જવાનું થશે ત્યારે પણ એવું સાંભળવું પડશે કે, ધોરણ 10નીપરીક્ષા આપેલ હોઈ એને પહેલો ચાન્સ અમને માસ પ્રમોશન વાળાને અમારી યોગ્યતા હશે તો પણ ચાન્સ કદાચ નહીં મળી શકે. અને અત્યારે કોરોના ઘણો ઓછો થઈ ગયો છે, તેથી સરકારે પરીક્ષા માટે વિચારવું જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.