Abtak Media Google News

બ્રિજના લોકાર્પણનાં મહિનાઓ પછી રીવીઝન ખર્ચને મંજુર કરવા તજવીજ: કોન્ટ્રાકટરને અગાઉ ફટકારેલી પેનલ્ટી સરભર કરવાનો ખેલ

શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે મહાપાલિકા દ્વારા રૂ.૩૫.૪૨ કરોડનાં ખર્ચે ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ બ્રીજને લોકો માટે ખુલ્લો પણ મુકી દેવામાં આવ્યો છે. બ્રીજનાં કામમાં ભેદી ઢીલ દાખવનાર કોન્ટ્રાકટરને બે વાર ૧૦ લાખથી વધુની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. આ પેનલ્ટીની રકમ સરભર કરી દેવા હવે કોન્ટ્રાકટરને વધુ ૩૫ લાખ ચુકવવાનો કારસો રચાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

શહેરનાં ૧૫૦ ફુટ રીંગ રોડ પર રૈયા ચોકડી ખાતે ૩૫.૪૨ કરોડ અને મવડી ચોકડી ખાતે ૩૧.૯૦ કરોડનાં ખર્ચે ફલાય ઓવરબ્રીજ બનાવવામાં આવ્યા છે. આ બંને બ્રીજનું કામ મહેસાણાની રાકેશ ક્ધટ્રકશન કંપનીને સોંપવામાં આવ્યું હતું. બ્રીજનું કામ નિયત સમય મર્યાદામાં પૂર્ણ ન કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા બ્રીજના કોન્ટ્રાકટરને બે વાર રૂ.૧૦ લાખની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટીનો ખર્ચ કોન્ટ્રાકટરના શીરે ન રહે તે માટે મહાપાલિકાનાં અધિકારીઓએ ખેલ પાડયો હોય તેવું લાગી રહ્યું છે.

રૈયા ઓવરબ્રીજના કામમાં એસ્ટીમેન્ટ કરતા વધુ ૩૫ લાખ રૂપિયા કોન્ટ્રાકટરને ચુકવવા માટેનો કારસો રચાયો છે જોકે આ વધારાનો ખર્ચ લોકસભાની ચુંટણીની આચારસંહિતા ઉઠયા બાદ કોન્ટ્રાકટરને ૩૫ લાખનો પ્રસાદ ધરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.