Abtak Media Google News

ગુજરાત બાયોટેકનોલોજી પોલીસી, નવી આઈટી પોલીસી, નવી રમતગમત પોલીસી, ડ્રોન નીતિ, ગુજરાત સેમિ ક્ધડકટર પોલીસી,  સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ્સ એન્ડ  ઈનોવેશન પોલીસીથી રાજયને મળી પોલીસી ડ્રીવન સ્ટ્રેટની ઉપાધી

ગુજરાતને વિકાસના પથ પર અગ્રેસર કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, રાજ્યમાં અસરકારક નીતિઓ લાવીને એક નવી દિશા સ્થાપિત કરી હતી. અને ગુજરાતને એક પોલિસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે. ત્યારબાદ રાજ્યમાં એપરલ પોલિસી, સોલાર પોલિસી, ઔદ્યોગીક પોલીસી, સ્ટાર્ટ અપપોલિસી જેવી અનેક પોલીસીઓ બનાવી છે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, આ કડીમાં આગળ વધતા મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરીને ગુજરાતને પોલિસી આધારિત રાજ્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. જેમાં મુખ્ય ITITeS, બાયોટેક, સ્પોર્ટ્સ,  સેમી કંડક્ટર, ડ્રોન, તેમજ SSIP 2.0 પોલિસી જાહેર કરીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. તેનાથી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે અને સંબંધિત ક્ષેત્રનો વિકાસ થશે. રોકાણ માટે પણ આ નીતિઓમાં જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે.

Advertisement

ગુજરાત બાયોટેક્નોલોજી પોલિસી

બાયોપ્લાસ્ટિકસથી લઇને જિન સ્પ્લાઇસીંગ અને સ્ટેમ સેલ થેરાપી જેવા ક્ષેત્રોમાં આ પોલિસી પ્રોત્સાહક બનશે. રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રે 20,000 કરોડથી વધારેનું મૂડી રોકાણ થવાની સંભાવના રાજ્યમાં 500 થી વધારે ઉદ્યોગોને આ પોલિસીમાંથી સહાય અપાશે  1 લાખ ર0 હજારથી વધુ નવા રોજગાર અવસરોની સંભાવના ઇલેકટ્રિસિટી ડ્યુટી ઉપર 100% વળતર સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે મહિલા કર્મચારી માટે 100% ઈ.પી.એફ. સહાય. નવી બાયોટેક્નોલોજી પોલિસી રાજ્યમાં ઇનોવેશન ઇકોસિસ્ટમને વધુ સુદ્રઢ બનાવશે  નવા મૂડીરોકાણો માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવવાની નેમ

નવી IT પોલિસી

IT સેક્ટરમાં ગુજરાતની વાર્ષિક ઈંઝ નિકાસ 3 હજાર કરોડથી વધારીને 25 હજાર કરોડ સુધી લઇ જવાનો લક્ષ્ય તમામ પાત્ર IT-ITeS એકમોને 100 ટકા ઇલેકટ્રિસિટી ડ્યુટીનું વળતર અપાશે રાજ્યમાં એક સુદ્રઢ કલાઉડ ઇકોસિસ્ટમ સ્થાપિત કરીને આર્ટિફિશયલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ ક્વોન્ટમ કોમ્પ્યુટીંગ-બ્લોકચેન જેવી નવી ઉભરતી ટેક્નોલોજીમાં રિસર્ચ-ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાનો ધ્યેય સમગ્ર દેશમાં પ્રથમવાર ગુજરાતની આઇ.ટી પોલિસીમાં CAPEX-OPEX કેપિટલ એક્સપેન્ડીચર-ઓપરેશનલ એક્સપેન્ડિચર મોડલનો યુનિક કોન્સેપ્ટ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઉદ્યોગો માટે તૈયાર કુશળ પ્રતિભાઓના અગ્રણી સ્ત્રોત બનવા રાજ્યમાં આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સ સ્કૂલ-આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના કરાશે નવી પોલિસી દ્વારા આઇ.ટી ઇકોસિસ્ટમ માટે ગુજરાતને ડેસ્ટિનેશન ઓફ ચોઇસ બનાવાશે

નવી રમતગમત નીતિ

ગુજરાત સરકારની નવી સ્પોર્ટ્સ પોલિસીથી રગ્બી, બોલ હોકી, ઇસ્પોર્ટ્સ વગેરે જેવી ઓલિમ્પિક-સ્તરની વધારે રમતોને પ્રોત્સાહન મળશે.નવી ખેલકૂદ નીતિ અંતર્ગત ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસિત થશે એથ્લેટ અને પેરાએથ્લેટને રોકડ પુરસ્કાર આપવામાં ગુજરાત અગ્રણી બનશેગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય બનશે જ્યાં સ્પોર્ટ્સ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપિત કરાશેખેલ મહાકુંભ બનશે એશિયાનો સૌથી મોટો સ્પોર્ટ્સ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ

પેરાએથ્લિટ કેન્દ્રિત હાઈ પરફોર્મન્સ સેન્ટર સ્થાપિત કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બનશે ગુજરાતમાં 4 નવા વર્લ્ડ કલાસ હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે ગુજરાતના તમામ નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હવે ઓલમ્પિકના માપદંડોના આધારે બનશે રાજ્યમાં આદિવાસી લોકોમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વિશેષ કાર્યક્રમ શરૂ કરાશે આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ થકી ગુજરાત સ્પોર્ટ્સ ગવર્નન્સ બનશે પેપરલેસ, પારદર્શી અને સમયબદ્ધ સ્પોર્ટ્સ એસોસિએન સાથે મળીને થશે સ્પોર્ટ્સ લીગ અને કોમ્પિટિશનનું આયોજન

Untitled 1 23

નવી ડ્રોન નીતિ

રાજ્યમાં કાર્યક્ષમતા વધારવા તેમજ સેવાઓની ડીલીવરી માટે ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપી મેન્યૂફેકચરીંગ અને ઇનોવેશન સહિતની વાયબ્રન્ટ ડ્રોન ઇકો સિસ્ટમનું નિર્માણ કરવાનો આ નીતિનો ઉદ્દેશ્ય છે. આ પોલિસીથી 25 હજાર જેટલી પ્રત્યક્ષ, પરોક્ષ રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.સરકારના ગૃહ, ખેતી, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રમ અને રોજગાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, શહેરી વિકાસ, આપત્તિ વ્યવસ્થાપ સત્તામંડળ, વન, મહેસૂલ, સિંચાઈ તેમજ માર્ગ અને મકાન વિભાગમાં વિવિધ કામગીરી માટે ડ્રોનનો અસરકારક ઉપયોગ કરવા માટે આ પોલિસીમાં જોગવાઇ કરવામાં આવી છે.

ગુજરાત સેમિક્ધડક્ટર પોલિસી

આ નીતિથી ગુજરાતે ટેક્નોલોજીની ક્રાંતિ તરફ વધુ એક પગલું ભર્યું છે. “સેમિક્ધડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડિકેટેડ પોલિસીની જાહેરાત કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં સ્થાનિક સેમિક્ધડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સમાવેશી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત સેમિક્ધડક્ટર પોલિસી 2022થી 2027 જાહેર કરવામાં આવી છે. આ પોલિસી થકી આગામી પાંચ વર્ષમાં બે લાખ જેટલી રોજગારીનું સર્જન થશે.

આ પોલિસી અંતર્ગત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિઝીયન (ધોલેરા સર) ખાતે ધોલેરા સેમિકોન સીટી સ્થાપવામાં આવશે અને પાત્રતા ધરાવતા પ્રોજેક્ટ્સને પ્રથમ 200 એકર જમીન ખરીદી પર 75% સબસિડી અને ફેબ પ્રોજેક્ટ અથવા અપસ્ટ્રીમ/ડાઉનસ્ટ્રીમ તથા ISM હેઠળ મંજૂર થયેલા અન્ય પ્રોજેક્ટ્સ માટે જરૂરી વધારાની જમીન ઉપર 50 ટકા સબસિડી આપવામાં આવશે. તે સિવાય ઉદ્યોગોને પાણીની ઉપલબ્ધિ, યુનિટ દીઠ પાવર ટેરિફની જોગવાઇ, જમીનના વેચાણ/ટ્રાન્સફર માટે 100 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીના વળતરની જોગવાઇ પણ આ નીતિમાં કરવામાં આવી છે.

સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0)

આ વર્ષની શરૂઆતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી 2.0 (SSIP-2.0) લોન્ચ કરવામાં આવી છે. આ નીતિમાં રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સક્રિય ઈનોવેશન અને ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના માટેની જોગવાઈઓ છે. નીતિનો ઉદ્દેશ્ય 1,000 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને 10,000 ઇનોવેશન અને એન્ટરપ્રેન્યોરશિપ શાળાઓમાં 50 લાખ વિદ્યાર્થીઓને આવરી લેવાનો છે. આ નીતિનો હેતુ વિદ્યાર્થીઓ દ્વારા વિકસાવવામાં આવેલા 10,000 પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સ અને પ્રોટોટાઈપ્સ તેમજ શાળાના બાળકો દ્વારા વિકસિત કરવામાં આવેલા 1,000  પ્રૂફ ઓફ કોન્સેપ્ટ્સને આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.