Abtak Media Google News

મંત્રીએ જ્ઞાતિપ્રત્ય હડધુત કર્યાની ફરિયાદ  બંને પક્ષે મળી મહિલા સહિત પાંચ સામે નોંધાતો ગુનો

અબતક દર્શન જોશી, જુનાગઢ

બગદુ ગામે દાખલો કાઢી આપવા બાબતે એક મહિલા સહિત 4 લોકોએ મંત્રીની ફરજમાં રૃકાવટ કરી, લાકડી વડે માર માર્યાની અને સામે પક્ષે મંત્રીએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, માર મારી, લોહિયાળ કરી દીધા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

બગડુ ગામે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા સીધ્ધરાજભાઇ ભીખુભાઇ ચાંદરડ પોતાની ફરજ પર બગડુ ગ્રામ પંચાયત ઓફીસે હતા ત્યારે બગડું ગામના  રવીભાઇ રમેશભાઇ સાપરીયા, એક મહિલા સહિત 4 લોકો ગ્રામ પંચાયત ઓફિસે તૈયાર ફોરમેટ વાળા દાખલાઓ સાથે લઇ જઇ તે દાલખાઓમા સહી કરી આપવાનુ કહેતા મંત્રીએ પોતાના કાર્યક્ષેત્રમા ન આવતા હોવાનુ કહી, દાખલામા સહી કરવાની ના પાડતા આ કામના આરોપીઓએ ફરી.ના કાર્યક્ષેત્ર બહારના દાખલાઓ કાઢી આપવા દબાણ કરી,  આરોપી રવીભાઇ રમેશભાઇ સાપરીયા તથા રમેશભાઇ સાપરીયા એ મંત્રીને ગાળો આપી, ઢીકા પાટુનો મુંઢમાર મારી મંત્રીને ખોટા કેશમા ફસાવી દેવાની તથા નોકરી ઉપરથી ઉતારી દેવાની ગુન્હાહીત ધમકીઆપી તેમજ જેકી રમેશભાઇ સાપરીયા તથા રવીના મમ્મી એ લાકડીઓ વડે માર મારી, મંત્રીને શરીરે મુંઢ ઇજાઓ કરી, મંત્રીની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી આરોપીઓએ એક-બીજાને મદદગારી કરી ગુન્હો કર્યા અંગેની બગડુના તલાટી મંત્રી સીધ્ધરાજભાઇ ભીખુભાઇ ચાંદરડ એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સામા પક્ષે રવિભાઈ રમેશભાઇ સાયરીયા (ઉવ.17) બગડુ ગામના તલાટી મત્રી સીધ્ધરાજભાઇ સાંદરક સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, બગડુ ગ્રામ પંચાયત ઓફીસે તલાટી કમ મંત્રી પાસે તેઓ રહેણાકના દાખલામા  સહી કરાવવા ગયેલ ત્યારે રવિભાઈના પીતા રમેશભાઇ ત્યા આવેલ અને સરપંચ રશીકભાઇ સાથે દાખલામા સહી કરવા બાબતે ઉચા અવાજે વાતચીત કરતા હતા, ત્યારે મંત્રીએ ગાળ કાઢી, જ્ઞાતી પ્રત્યે અપશબ્દ બોલી, ફરીયાદી રવિભાઇ ને ટાટીયા ભાંગી, પતાવી દેવાની ધમકી આપી, લોખંડની કચરા ટોપલી લઇ ફરીયાદી રવિને માથામા મારી લોહીયાળ ઇજા તથા ઢીકાપાટુથી શરીરએ મુંઢ ઇજા કરી ગુન્હો કર્યાની જૂનાગઢ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.