Abtak Media Google News

શિવાનંદ હોસ્પિટલ ખાતે કાલે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ: ડો.શાહ સહિત અનેક નિષ્ણાંતો આપશે સેવા: ડોકટર્સ ટીમ ‘અબતક’ની મુલાકાતે

સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મિશન જનરલ એન્ડ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા લાયસન્સ કલબ રાજકોટ આવકારના સહયોગી કાલે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પેઈન મેનેજમેન્ટ નિષ્ણાંત મુંબઈના ડો.અતુલ શાહ ખાસ સેવા આપશે. ટ્રસ્ટ દ્વારા સમાજ સેવાના હેતુથી ટોકનદરે સામાજીક તબીબી સહાય યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એ યોજનાના ખાસ હેલ્કાર્ડનું આ પ્રસંગે વિતરણ કરવામાં આવશે.

પુષ્પની શક્તિમાંથી બનતી દવા “ફલાવર રેમીડી દ્વારા શરીરના કોઈપણ ભાગમાં થતાં દુ:ખાવાની તાત્કાલીક સારવાર સહિત અનેક રોગોની સારવાર શકય છે. કોઈપણ જાતની આડ અસર વગર નિર્દોષ સારવાર ઈ શકે છે. એમ ‘અબતક’ની મુલાકાતે આવેલા મુંબઈના જાણીતા પેઈન મેનેજમેન્ટ નિષ્ણાંત તબીબ ડો.અતુલ શાહે જણાવ્યું છે. ડો.અતુલ શાહ અને તેમની પત્ની ડો.રૂપા શાહ એલોપેના તબીબ છે પણ એલોપેથી સારવારના કારણે તી અમુક આડઅસરી બચી શકાય અને દર્દીની નિર્દોષ રેમીડીથી સારવાર શકય બને એ માટે આ તબીબ દંપતિએ આક પ્રયાસો કરી ભારતના લોકો માટે ખૂબ આશિર્વાદ સમાન ‘ઈન્ડીયન ફલાવર રેમીડી’ની શોધ કરી છે અને લગભગ સાડા ત્રણ દાયકાી તેઓ આ રેમીડીના ઉપયોગી અનેક લોકોના દર્દ દૂર કરવામાં નિમિત બન્યા છે તો અનેક લોકોને રોગમાં સપડાતા બચાવી શકયા છે.

હેલ્થ કાર્ડ વિતરણ

શિવાનંદ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા સમાજના બહોળા વર્ગના લાર્ભો શરૂ કરાયેલ અદ્ભૂત સામાજીક તબીબી સહાય યોજના માટે હેલ્થ કાર્ડનું પણ આ પ્રસંગે વિતરણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત રૂ.૨૦૦ ટોકન ફી ભરી દર્દી વર્ષ દરમિયાન ૧૨ વખત શિવાનંદ હોસ્પિટલના કોઈપણ તબીબી પાસે ક્ધસલટેશન કરાવી શકે છે.

સમગ્ર આયોજન માટે ડો.રાજેન્દ્ર ત્રિવેદી, ડો.સુનીલ કારીઆ, ડો.ભૌમિક ભાયાણી, ડો.સુખવાલ, ભરતભાઈ ગંગદેવ, અશોકભાઈ મહેતા, ઘનશ્યામભાઈ ઠકકર, સૂર્યકાન્તભાઈ ત્રિવેદી, વંદનાબેન ત્રિવેદી, પ્રતાપરાય ભટ્ટ, મિહિર ત્રિવેદી, લાયન્સ કલબ આવકારના પ્રમુખ શૈલેષભાઈ શાહ, મુકેશભાઈ પંચાસરા, શબ્બીર લોખંડવાલા, બિપીનભાઈ મહેતા, મધુસુદન રાચ્છ, નરેન ડોબરીયા, ડોલરભાઈ કોઠારી, સંજયભાઈ જોષી સહિતની ટીમ કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.