ફળિયામાં રમી રહેલા બાળક પરથી બોલેરોનું તોતિંગ વ્હીલ ફરી વળતાં મોત

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં એક ફળિયામાં રમી રહેલા દોઢ વર્ષના બાળક પર બોલેરો પીકપ વેનનું તોતિંગ વ્હીલ ફરી વળતાં કચડાઈ જવાના કારણે તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના મોટી રાફુદડ ગામમાં રહેતા અશોકભાઈ અબ્દુલભાઈ ભટ્ટી નો  દોઢ વર્ષનો પુત્ર અલી કે જે પોતાના ઘરના ફળિયામાં રમી રહ્યો હતો, જે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવળિયા ગામનો વતની સલીમ આમદભાઈ ઘુઘા, કે જે બોલેરો પીકપ વેન લઈને આવ્યો હતો, અને માસુમ બાળકને કચડી નાખતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે યુસુફભાઈ ભટ્ટીએ લાલપુર પોલીસ મથકમાં બોલેરો ના ચાલક સલીમ સામે ફરિયાદ નોંધાવી છે.

લાલપુર પોલીસે બાળકના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.