Abtak Media Google News

રામલીલા મેદાનમાં 50 વર્ષમાં પ્રથમ વાર મહિલા કરશે રાવણ દહન

Ravan Dahan

બૉલીવુડ ન્યૂઝ 

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે તેના ચાહકોને ખુશખબર આપતો એક વીડિયો શેર કર્યો છે. તેણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે આજે એટલે કે 24 ઓક્ટોબરે દિલ્હીના લવ કુશ રામલીલા મેદાનમાં પહેલીવાર રાવણનું દહન કરવામાં આવશે.
આવું કરનાર તે 50 વર્ષમાં પ્રથમ મહિલા બનશે. કંગના અને તેના ચાહકો માટે આ મોટી વાત છે.તમને જણાવી દઈએ કે આ દિવસોમાં કંગના તેની આગામી ફિલ્મ તેજસને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મ 27મી ઓક્ટોબરે રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સર્વેશ મેવાડાએ કર્યું છે. આ ફિલ્મમાં કંગના ભારતીય વાયુસેના અધિકારીની ભૂમિકામાં જોવા મળશે.

વિડીયો માટે અહી ક્લિક કરો…

https://www.instagram.com/reel/CyvZHLnoy32/?igshid=MzRlODBiNWFlZA==

કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે – ’50 વર્ષના ઈતિહાસમાં દર વર્ષે લાલ કિલ્લા પર ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ પહેલીવાર હશે જ્યારે કોઈ મહિલા રાવણના પૂતળાને અગ્નિદાહ આપશે. જય શ્રી રામ.’ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંગના લીલા અને સફેદ ડ્રેસમાં જોવા મળી રહી છે. તે વાંકડિયા વાળ સાથે ખૂબ જ સુંદર લાગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.