Abtak Media Google News

અસત્ય પર સત્યના વિજયના પર્વની ઉજવણી

સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર શસ્ત્ર અને શાસ્ત્ર પુજન ફરસાણ અને મીઠાઇની દુકાનો પર સ્વાદ શોખીનોની લાઇનો લાગી

વિશ્વિના સૌથી મોટો નૃત્ય મહોત્સવની નવ નવ દિવસ સુધી ભકિતભાવ સાથે ઉજવણી કર્યા બાદ આજે સૌરાષ્ટ્ર સહિત સમક્ષ ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજયનો પ્રતિક સમા પર્વ વિજયા દશમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર શસ્ત્ર અને શાસ્ત્ર પુજન કરવામાં આવ્યું છે. હોમ હવન સાથે માતાજીને વિદાય આપવામાં આવી રહી છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા આજે રાજકોટમાં ગુજરાતના સૌથી ઉંચા 60 ફુટના રાવણના પુતળાનું દહન કરવામાં આવશે. દશેરાના દિવસે ફરસાણ અને મીઠાઇ આરોગવવાની પરંપરા છે આજે સવારથી ફરસાણ અને મીઠાઇની દુકાનો પર સ્વાદ શોખીનોની લાંબી લાઇનો જોવા મળતી હતી.

Advertisement

રાજકોટમાં દર વર્ષ વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને દુર્ગાવાહિની દ્વારા વિજયા દશમીના પાવન પર્વએ શહેરના રેસકોર્સ મેદાન ખાતે રાક્ષસ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષ પણ આ પરંપરા યતાવત રાખવામાં આવી હતી. ગુજરાતના સૌથી ઉંચા 60 ફુટના રાક્ષસ રૂપી રાવણનું પુતળુ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત 30-30 ફુટના અન્ય બે  પુતળા બનાવવામાં આવ્યા છે. આ પુતળાના નિર્માણ માટે 25 કારીગરોની ટીમ છેલ્લા એક મહિનાની જહેમત બાદ પુતળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાક્ષસ દહન સાથે ભવ્ય આતકબાજી પણ યોજાશે. સાંજે સાત કલાકે રાક્ષસરૂપી રાવણના પુતળાનું દહન કરવામાં આવશે.

વિજયા દશમી એટલે વણજોયું મુહુર્ત હોય આજે નવા વાહનોની ખરીદી, સોનાની ખરીદી, સોના-ચાંદીની ખરીદી માટે લોકોનો ઘસારો રહ્યો હતો. સવારે ક્ષત્રીય સમાજ દ્વારા પરંપરાગત શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોનું પણ પુજન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ગરબીના આયોજકો દ્વારા આજે હોમ હવન કરવામાં આવ્યા હતા. નવ- નવ દિવસ સુધી હોંશભેર ગરબે ઘુમી માતાજીની આરાધના કરનારી બાળાઓને લ્હાણી વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ આજે દશેરાએ એક જ દિવસમાં કરોડો રૂપિયાના ફાફડા ગાંઠીયા અને જલેબી ઝાપટી ગયા હતા.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.