Abtak Media Google News

સગીરાને પ્રેમ ઝાળમાં ફસાવી અપહરણ કરી હવસનો શિકાર બનાવી તી

શાપર(વેરાવળ)માં રહેતી  સગીરા ને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બળજબરીપૂર્વક શરીર સબંધ બાંધનાર નરાધમ આરોપી મહાવીર પસીંગ ચૌહાણ ને વીસ વર્ષની સખત કૈદની સજા  ગોંડલની પોક્સો અદાલતે ફરમાવી છે.વધુ વિગત મુજબ  ઓગષ્ટ 2021મા મૂળ રાજસ્થાન ના અજમેર પંથકનો અને હાલ રાજકોટ જીલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર(વેરાવળ) ઔદ્યોગિક વસાતમાં  રહેતો  અજમેર મહાવીર કુપસીંગ ચૌકાસનામના શખ્સે  બાળકીને ગઈ તા.25,8,21 ના શાપર (વેરાવળ)જી.આઈ. ડી.સી.રોડ, હાઉસીંગ સોસાયટીએ થી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની રાજ લાલચ આપી ભગાડી જઇ બાળકી સાથે ચારેક વખત બળજબરીપૂર્વક સંભોગ કરેલો અને બાદ ભોગબનનાર બાળકીના પિતાને ભોગબનનાર બાળકીએ સમગ્ર ઘટનાક્રમની જાણ કરતાં  મહાવીર કુપસીંગ ચૌહાણ વિરુધ્ધ ભારતીય દંડ સંહીતાની કલમ 363,346, 376(2)(એન), 376(3), તથા પો.કલમ 6 મુજબનો ગુન્હ શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

સદર ગંભીર બનાવ બાદ પોલીસે આરોપી મહાવીર કુપસીંગ ચૌહાણની  ધરપકડ કરી હતી.

બાદ આ કામના આરોપી સામે સદર ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલુ સબબ ઉપરોકત કેસ ગોંડલની  પોકસો અદાલતમા ચાલવા પર આવતા  સરકારી વકીલ ઘનશ્યામ ડોબરીયા દવારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજુ કરવામાં આવેલા અને બાદ સરકાર તરફે કુલ 7 સાક્ષીઓને તપાસવામાં આવેલા. સદર કામે કેસના મૌખીક પુરાવા અને લેખીત પુરાવાની હકીક્તને તેમજ સરકારી વકીલ  જી.કે.ડોબરીયાની  દલીલો ને લક્ષમાં રાખી એડીશન્લ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ  આર.પી.સિંઘ રાઘવ (સ્પેશયલ જજ પોકસો કોર્ટ)એ આરોપી મહાવીર કુપસીંગ ચૌહાણ ને વીસ વર્ષની સખત કેદની સજાનો હુકમ ફરમાવેલો છે.આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ  ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતા.

વર્ષ 2012માં અમલમાં આવેલા કાયદાનું ઉલ્લંધન કરનાર સામે ધાક બેસાડતો ચુકાદો

પ્રવર્તમાન સમયમાં  દેશભરમાં 18 વર્ષ થી ઓછી ઉંમરની  બાળકીઓ ને લલચાવી ફોસલાવી તેની સાથે બદકામ કરવા અંગેના કેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.  ક્રીમીનલ સાયકોલોજી ધરાવતા વ્યક્તિઓની સંખ્યાદિનપ્રતિદિન વધી રહી છે.નાની કુમળી વયની બાળકીઓમાં મેચ્યોરીટી નો અભાવ હોય તે સ્વભાવિક બાબત છે.  તેના કારણે ગુનાહીત માનસ ધરાવતી વ્યકિતઓ આવી નાની બાળકીઓનું શારીરીક શોષણ વઘુ ને વધૂને પ્રમાણમાં કરી રહયા છે.  આ કારણે જાતીય ગુના સામે બાળકોને રક્ષણ આપતો કાયદો 2012માં અસ્તિત્વમાં આવેલ છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર ન્યાયપાલિકા કડક વલણ દાખવે અને  કાયદાનું ચરિતાથેપણે પાલન થાય તે હાલના પ્રર્વતમાન સમાજમાં ખુબ જ જરૂરી છે.સમાજમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે ક્રીમીનલ સાયકોલોજી ધરાવતા વ્યક્તિ ભયભીત બને અને આવા બનાવોનું પ્રમાણ ઘટે તે પણ જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.