Abtak Media Google News

સુકામેવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાદાયક છે. અંજીર આમાંથી એક છે. અંજીર ખાવામાં જેટલા સ્વાદિષ્ટ હોય છે તેટલા જ ગુણો તેમાં રહેલા છે. અંજીર વજન ઘટાડવા, એનર્જી વધારવા ખૂબ જ અસરકારક છે. તેનું સેવન કર્યા પછી, તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. તે મેટાબોલિક રેટને વેગ આપે છે.

Advertisement

અંજીર છે ગુણોનો ખજાનો:

અંજીર કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર છે.અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદાઓ આપવાનું પણ કામ કરે છે.અંજીરમાં આયર્ન હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં લોહીની કમી નથી થતી. તેમાં કેલ્શિયમ હોય છે. આનું સેવન કરવાથી હાડકાં મજબૂત રહે છે.

અંજીર ખાવાની સાચી રીત:

પલાળેલા અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. અંજીર ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. પરંતુ મોટાભાગના લોકો તેને ખાવાની સાચી રીત જાણતા નથી. પલાળેલા અંજીર સ્વાસ્થય માટે વધુ અસરકાક હોય છે. અંજીર પલાળવા માટે એક ગ્લાસ પાણી લો. તેમાં 2-3 અંજીર નાખો. આખી રાત પલાળવા માટે છોડી દો. હવે તમે આ પલાળેલા અંજીરને સવારે ખાઈ શકો છો. જો તમે રોજ પલાળેલા અંજીરનુ આ રીતે સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.વજન ઘટાડવા માટે તમે સવારે ખાલી પેટે અંજીરનું સેવન  કરવાથી  પેટ ભરેલું લાગશે અને  ખાવાની લાલસા પણ ઓછી થશે.

વજન ઘટાડવામાં પલાળેલા અંજીર કેવી રીતે ફાયદાકારક છે?

  • અંજીરમાં ફાયબર હોય છે. ફાઈબર લેવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી જલ્દી ભૂખ લાગશે નહીં અને અતિશય આહાર ટાળી શકાય છે.
  • આ સિવાય અંજીર ખાવાથી પેટમાં જમા થયેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે જેથી ચરબી બર્ન કરવામાં પણ મદદ કરી શકે છે.
  • અંજીરમાં કેલરી અને કાર્બોહાઇડ્રેટ્સ પણ ઓછા હોય છે. આવી સ્થિતિમાં, અંજીર ખાવાથી તમને વધુ પડતી ચરબી અને કેલેરી નથી મળતી, જેના કારણે તમારું વજન નિયંત્રણમાં રહે છે.

વજન ઘટાડવાની સાથે, તેઓ સ્વાસ્થ્યને અન્ય ઘણા ફાયદા પણ આપે છે. આવો જાણીએ રોજ પલાળેલા અંજીર ખાવાના અન્ય ફાયદા.

1) બ્લડ સુગર –

અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. અંજીરનું સેવન બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં ક્લોરોજેનિક એસિડ હોય છે. તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

2) બ્લડ પ્રેશર નિયંત્રણ –

અંજીરમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેનું નિયમિત સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં સોડિયમ હોય છે. તેનું સેવન કરવાથી બ્લડપ્રેશરનું સ્તર નિયંત્રણમાં રહે છે.

3) હૃદયને રાખે એકદમ સ્વસ્થ:

અંજીર બ્લડપ્રેશરને કંટ્રોલમાં રાખે છે જેથી હૃદય ને લગતી બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે. અંજીરને ડાયટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે કારણ કે તે હાર્ટના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે.

4) હાડકાને રાખે મજબૂત

અંજીરમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે કે જે હાડકાઓને મજબૂત બનાવવા માટે ખૂબ જ અગત્યનું છે. જે લોકોને હાડકામાં વધારે પડતો દુખાવો થતો હોય તેના માટે ખૂબ જ ગુણકારી છે.

5) પ્રસૂતિ, માસિક અને મોનોપોઝ સમયે રાહત પલાળેલા અંજીર ની તાશિર ઠંડી હોય છે.

અંજીરમાં વિટામીન B6 અને ઓમેગા-3 ફેટી એસિડ્સનું પ્રમાણ વધુ હોય છે, લાંબા સમયથી સવારની બીમારીમાં મદદરૂપ માનવામાં આવે છે અને ગર્ભના યોગ્ય વિકાસ માટે જરૂરી છે. સગર્ભાવસ્થા દરમિયાન પૂરતા પ્રમાણમાં ઓમેગા-3નું સેવન અકાળે પ્રસૂતિ અને પ્રસૂતિના ઓછા જોખમ સાથે પણ સંકળાયેલું છે.

તમારે ખાતરી કરવી જોઈએ કે તમે 4 થી વધુ અંજીરનું સેવન ન કરો.માસિક અને મોનોપોઝ સમયે સ્ત્રીઓને અનેકો પ્રકારના પ્રશ્નનો ઉદભવતા હોય છે જેવા કે પગ અને પેઢુમાં દુઃખાવો, મોટી ઉંમરે પીરીયડસ બંધ થવાથી નબળાઈ લાગવી, હોર્મોનની અસાધારણતા અને  મોનોપોઝ પછીના રોગોમાં રક્ષણ આપે.તેમજ પ્રસૂતિ સમયે શક્તિ વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.