Abtak Media Google News

ચાંદી હી ચાંદીમાં તંત્ર અને સંજોગોએ “ચાંદુ પાડ્યું

શાહુકાર લોકોને ચાંદીનો ધંધો જોરમાં ખપાવી રહ્યો છે

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે પરંતુ સોના-ચાંદીની બજારનો માહોલ દર વર્ષની સરખામણીમાં સાવ ફિક્કો જોવા મળી રહ્યો છે.સમગ્ર દેશમાં રાજકોટની ચાંદી બજારની બોલબાલા છે. રાજકોટમાં લોકડાઉન ને કારણે બંગાળી કારીગરો પોતાના વતન ચાલ્યા ગયા હતા ત્યાંથી માત્ર ૩૦ ટકા જેટલા જ કારીગરો રાજકોટમાં ઉપલબ્ધ હોય ઘણા વેપારીઓને ચાંદીના દાગીના બનાવવાનો ઓર્ડર મળવા છતાં પણ બેકાર બેઠા છે. રાજકોટ શહેરમાં ૫૦ હજાર જેટલા સિલ્વર કાસ્ટિંગના નાના ધંધાર્થીઓ પોતાનો ધંધો ચલાવી રહ્યા છે, પરંતુ આ વર્ષે લોકડાઉનમાં સતત તેઓએ પોતાના કારીગરોને પગાર ચુકવ્યો હોવાથી વેપારીઓ પાસે નાણાં રહ્યા જ નથી .સરકાર પાસે પણ તેઓ મદદની માંગ કરી રહ્યા છે ત્યારે તેની સામે મોટા ધંધાર્થીઓ તેમના બજેટ પ્રમાણે વેપાર લઈ રહ્યા છે. ગુજરાતની બોર્ડરથી અન્ય રાજ્યોમાં બે નંબરની ચાંદી મોકલવામાં પણ રાજકોટના અમુક મોટા ગજાના ધંધાર્થીઓ માહિર છે પરંતુ આ વર્ષે તેઓએ પણ રિસ્ક લેવાનું ટાળ્યું છે . જે વેપારીઓ રિસ્ક લઇ રહ્યા છે તેઓનું ચાંદી તંત્ર દ્વારા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સિલ્વર કાસ્ટિંગમાં નાના ધંધાર્થીઓની હાલત કફોડી: વિજયભાઈ રૂપારેલીયા (પ્રમુખ,સિલ્વર કાસ્ટિંગ એસોસિએશન)

Vlcsnap 2020 11 04 10H59M13S656

સિલ્વર કાસ્ટિંગ એસોસિએશન પ્રમુખ વિજયભાઈ રૂપરેલીયા એ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ૩૦ વર્ષથી કાસ્ટિંગ નો બિઝનેસ કરું છું આ વર્ષે હાલત ખૂબ જ ખરાબ છે લોકડાઉનમાં તમામ કારીગરોને પગાર ચૂકવવાનો છે જ્યારે ટ્રેનો શરૂ થઈ ત્યારે તમામ કાર્યકરો પોતાના વતન ચાલ્યા ગયા છે હાલમાં રાજકોટ શહેરમાં ૩૦ ટકા જેટલા જ બંગાળી કારીગરો છે હજુ પણ ઘણા કારીગરોનો પોતાના વતનમાં જ છે. ઓછા કારીગરો સાથે છેલ્લા પંદર દિવસમાં થોડું ઘણું કામ રહે છે. નાના મેન્યુફેક્ચર ઘોડા ની હાલત ખૂબ જ ખરાબ છે. ધંધા વગર જ પગાર ચૂકવવામાં જ નાણાં ખર્ચાય ગયા છે. મોટા ધંધાર્થીઓ છે તેઓના મેન્યુફેક્ચર ચાલુ થઈ ગયા છે નાના ધંધાર્થીઓની હાલત ખૂબ જ ખરાબ છે. સિલ્વર ધંધાર્થીઓને બેંકો લોન પણ પૂરતી આપતી નથી. અત્યારે કાંઈ પણ નવા અપડેટ ચાંદી બાબતે કરવા હોય તો સ્ટાફ જ નથી. સિલ્વર ઈન્ડસ્ટ્રીઝમાં નાના ધંધાર્થીઓને સરકારે સહાય આપવી જોઈએ આ બાબતે અમે ચેમ્બર ઓફ કોમર્સ ને પણ રજૂઆત કરેલ છે પરંતુ હજી સુધી કોઈ સંતોષકારક જવાબ મળેલ નથી. અમારે ડિઝાઇન બનાવતા જ બે મહિના લાગે છે પુરતો સમય હોય તો જ નવો અપડેટ તમે કંઈક લોકોને આપી શકીએ મોટા ધંધાર્થીઓ છે તે તેની રીતે બિઝનેસ કરી રહ્યા છે. રાજકોટમાં ઓછામાં ઓછા ૫૦ હજાર જેટલા નાના સિલ્વર કાચિંગ ના ધંધાર્થીઓ છે.

દિવાળી તહેવારોમાં રોજનું ૧૦ હજારનું પણ કાઉન્ટર થતું નથી: મયુરભાઈ પારેખ (તિરૂપતિ જવેલર્સ )

Vlcsnap 2020 11 04 10H54M59S515

લોકડાઉનને હિસાબે કોઈની પાસે પૈસા છે જ નહિ. લોકડાઉનને હિસાબે ઘણા ની નોકરી ચાલી ગઈ છે અને ઘણા લોકોને પગાર કપાઈ ગયા છે.દિવાળીના તહેવારોના માહોલમાં અમારી પાસે ટાઈમ હોઈ જ નહીં તેની જગ્યાએ અમે સાવ ફ્રી બેઠા છીએ.ચાંદીના વેપારીઓ નું તહેવારોમાં ૨૦ થી ૨૫ હજાર નું કાઉન્ટર હોઈ છે. પરંતુ હાલમાં પુરા ૧૦ હજાર પણ કાઉન્ટર થતું નથી.જે કાંઈ થોડા ઘણા કારીગરો છે તેઓ દ્વારા અમે થોડા ચાંદીના ઘરેણાં તૈયાર કરાવડાવ્યા છે.જેમાં સૌથી વધુ પાયલ લોકો ખરીદી કરી રહ્યા છે.

કારીગરો જ નથી માટે આ વર્ષ જ બેકાર ગયું: ભરતભાઈ ગજેરા (વેપારી)

Vlcsnap 2020 11 04 10H55M49S272

ચાંદીના વેપારી ભરતભાઈ ગજેરાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હાલમાં બહારના રાજ્યમાંથી ઓર્ડર આવે તો પણ અમારી પાસે કારીગરો નથી. માર્કેટ ૫૦ % ડાઉન છે.ધીમે ધીમે ધંધો શરૂ થઇ રહ્યો છે પરંતું કારીગરો મારા હાથ પગ કહેવાય.એજ અહીં હાજર નથી માટે સાવ નહિવત જેવો ધંધો અત્યારે ચાલી રહ્યો છે.

આ વર્ષે ચાંદીના ઘરેણાંની વેરાયટીઓ ૯ ટુ ૫ સ્ટરલિંગ સિલ્વર જવેલરી, કચ્છી પાયલ, ગંગા જમના પાયલ, પગપાન પાયલ, મોર વાળી કામ્બિ, જળદોશી પાયલ, કમર બેલ્ટ, કંદોરા , ટીનેજર પાયલ, કળા પાયલ, મેરેજ પ્રસંગના જુડા-કંદોરા, મંગળ સૂત્ર પાયલ (બ્લેક મોતી )

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.