Abtak Media Google News

ધો.૧૨ અને કોલેજનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સતત છેલ્લા ૧૦ વર્ષથી કરાતુ આયોજન

અહિંના જાણીતા કેઈઝન ગ્રુપ દ્વારા આવતીકાલે ૮ ફેબ્રુ.  સવારે ૯ થી ૫ દરમ્યાન હોટલ ઈમ્પીરીયલ પેલેસ, યાજ્ઞીક રોડ ખાતે એજયુકેશન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.જેમાં માત્ર અને માત્ર ધો.૧૨ અને ગ્રેજયએશનના વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે. આ એજયુકેશન ફેરમાં ફકત વિદ્યાર્થીને જ ફ્રી પ્રવેશ મળશે. અને પ્રવેશ માટે સ્કુલ, કોલેજ આઈકાર્ડની ઝેરોક્ષ આપવી ફરજીયાત છે.

આ એજયુકેશન ફેરમાં બેંગ્લોર, હરીયાણા, દિલ્હી, મુંબઈ, અંકલેશ્ર્વર, બરોડા, ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાંથી આવેલ તજજ્ઞો દ્વારા અંદાજે ૨૦ થી વધુ સ્ટોલ પર માહિતી આપી વિદ્યાર્થીઓને મુંઝવતા કારકીર્દી લક્ષી પ્રશ્ર્નોનું સચોટ નિરાકરણ આપી માર્ગદર્શન આપવામા આવશે. આ એજયુકેશન ફેરમાં ગર્વનમેન્ટ સ્કોલરશીપ અને અન્ય યોજનાની પણ જાણકારી આપવામાં આવશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કંઈક અનોખુ કરવા તત્પર રહેતા કેઈઝન ગ્રુપના સીઈઓ શ્રી વસીમ વાહીદભાઈ માકડા દ્વારા છેલ્લા ૧૦ વર્ષોથી સતત અવિરત પણે આજ પ્રકારનં માર્ગદર્શન સેમીનાર એજયુકેશન ફેરનું અત્યાર સુધી ૩૫થી વધુ વખત કરવામાં આવેલ છે. જેનો દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ લાભ લે છે. વસીમ માકડા કેઈઝન ગ્રુપના સીઈઓ તરીકે છેલ્લા ૧૦ વર્ષોથી અને કેઈઝન ટાઈમ્સ પાક્ષીક ન્યુઝપેપરના એડીટર તરીકે છેલ્લા ૫ વર્ષથી સેવા આપી સફળ સંચાલન કરી રહ્યા છે. અને ધણી બધી સ્કુલ કોલેજોમાં બોડીલેંગ્વેઝ, પર્સનાલીટી ડેવલપમેન્ટ અને મોટીવેશનલ લેકચર લેવા માટે જાય છે. તેમણે અમદાવાદની પ્રખ્યાતક સોમલલીત કોલેજમાંથી એમબીએ અને બી.કોમ એલ.એલ.બી તથા પત્રકારત્વ ક્ષેત્રે બી.જે.એમ.સી. વગેરે ડીગ્રીઓ મેળવેલી છે.આ એજયુકેશનલ ફેરમાં રાજકોટની ક્રિશ્ર્ના સ્કુલ, ન્યુ એરા સ્કુલ અને કલ્યાણ હાઈસ્કુલનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે. આ એજયુકેશન ફેરની વધુ માહિતી માટે અને રજીસ્ટ્રેશન માટે વસીમ માકડાનો ૯૮૨૪૫ ૮૬૫૬૧ પર સંપર્ક કરવો તેમ એક યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.