Abtak Media Google News

પગારદારોને આઈટીઆર અને બેંક વચ્ચે સરખાવાયેલા ડેટા બાદ મળેલી નાની ભૂલોમાં આવકવેરા વિભાગની મુશ્કેલી નહી નડે

આઈટી રીટર્ન ભરનારા નાગરીકો માટે આવકવેરા વિભાગે રાહતના સમાચાર આપ્યા છે.

આગામી સમયથી આવકવેરા વિભાગ આઈટી રીટર્ન અને બેંકો તથા ફાઈનાન્સીઅલ ઈન્સ્ટીટયુટમાંથી એકઠી કરેલી વિગતો વચ્ચે પડનારી નાની નાની ભૂલોને ધ્યાનમાં નહી લે જેના પરિણામે લોકોને મુશ્કેલી પડશે નહી.

તાજેતરમાં રજૂ કરાયેલા ફાઈનાન્સીઅલ બીલમાં નાના મધ્યમક પગારદારોને રાહત આપવામાં આવી છે.

ફોર્મ ૧૬ તથા ફોર્મ ૨૬ એએસ વચ્ચેની ભૂલોને ગણકારવામાં આવશે નહી અગાઉ આ પ્રકારની ભૂલનાં કારણે પગારદારોની ખૂબજ પજવણી થતી હતી. નિયમની અમલવારી આગામી ૨૦૧૮-૧૯થી થશે.

સીબીડીટી દ્વારા આ પ્રકારની રાહત માત્ર નાની ભૂલોમાં જ આપવામા આવી છે જે તપાસ દરમિયાન મોટી ભૂલ જાણમાં આવશે તો આવકવેરા વિભાગ પગલા લેશે તેવું જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.