Abtak Media Google News

ફૂડ પોઈઝનીંગના મામલેએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

બે દિવસ અગાઉ ઈડરની અરવલ્લી સોસાયટીમાં એક ખાનગી લગ્ન પ્રસંગ દરમિયાન ફૂડ પોઈઝનિંગ ઘટના સામે આવી હતી જેમાં 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ મામલાને લઈ તા.03/02/023 ના રોજ ઈડરના  જાગૃત લોકો દ્વારા  મીઠાઇ વેપારી સામે યોગ્ય તપાસ થાય તે હેતુથી ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જાગૃત લોકોએ ભવાની મીઠાઈ સામે આરોપ લગાવતા જણાવ્યું હતું કે જે તે લગ્ન પ્રસંગમાં જે પણ લોકોએ બાસુંદી આરોગી તેનાથી ફૂડ પોઈઝનીંગ થયું છે અને આ બાસુંદી ભવાની રસમલાઈની હતી ત્યારે જો બીજી બાજુ જોવામાં આવેતો ફૂડ પોઈઝનીંગ ફક્ત બાસુંદી જ નહિ પરંતુ અન્ય ખોરાક આરોગવાથી પણ થતું હોય છે ત્યારે  મીઠાઈના માલિકે ફૂડ પોઈઝનીંગના મામલે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હવે જોવાનું રહ્યું કે આ મામલે સત્ય શું છે એ તો હવે આવનારો સમય જ બતાવશે

આવેદનપત્ર આપનાર જાગૃત નાગરિક વિમલસિંહ પરમારે જણાવ્યું હતું કે મામલતદાર ઓફિસની સામે જે ભવાની રસમલાઈની લારી ઊભી રાખવામાં આવી છે તે ગેરકાનૂની છે અને તેનું લાઈસન્સ પણ નથી તો અમારી માંગણી છે કે આ મામલે યોગ્ય કાર્યવાહી થાય) જ્યારે આ ઘટનાને લઈ ના માલિકે જણાવ્યું હતું કે અમારા ત્રીસ વર્ષના સમયગાળામાં આવો ફૂડ પોઈઝનીંગનો કોઈજ બનાવ બન્યો નથી અને આજ દિવસ સુધી કોઈ ગ્રાહકની ફરિયાદ પણ આવી નથી અને અમારી તમામ મીઠાઈની પ્રોડક્ટોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ થતી નથી જ્યારે અમારી ત્રીસ વર્ષ જૂની પેઢીને કેટલાક વિઘ્નસંતોષી લોકો દ્વારા બદનામ કરવાની કોશિશ થઈ રહી છે તે માટે અમે અમારા ઉપર લગાવેલા આ તમામ આક્ષેપો પાયાવિહોણા અને તદ્દન ખોટા ગણાવી છીએ) આ મામલે ઈડર તાલુકા આરોગ્ય અધિકારીને પૂછતાં જણાવ્યું હતું કે અમને આ ઘટનાની જાણ બીજા દિવસે સવારે થઈ હતી અને અને જે તે ખાનગી હોસ્પિટલમાં 11 જેટલા દર્દીઓ દાખલ હતા જેઓની તબિયત સ્થિર હતી જ્યારે ફૂડ પોઈઝનીંગ શેના દ્વારા થયું છે

તો તેમણે જણાવ્યું હતું કે કોઈ ખોળાક કે બાસુંદીનું સેમ્પલ લઈએ તોજ ખ્યાલ આવે તેમ છે અને અમને આ મામલે ખુબજ મોડેથી જાણ થઈ હતી આમ જોવામાં આવે તો દાળ,ભાત કે દૂધની બનાવટ અને ઈન્ફેક્ટેડ કોઈ પણ વસ્તુ આરોગવાથી ફૂડ પોઈઝનીંગ થઈ શકે.) આ અંગે જેના ઘરે લગ્ન પ્રસંગે ઘટના બની તેવા વિપુલભાઈ પંચાલએ જણાવ્યું હતું કે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો જેમાં 300 લોકોથી વધારે આ ભોજન સમારંભમાં હાજર હતા અને અહી જ્યાં હતા પરંતુ અમને જાણ થઈ હતી કે અમુક લોકોને ઝાડા ઊલટીઓ થઈ છે અને સારવાર હેઠળ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.