Abtak Media Google News

Table of Contents

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન મળે તે માટે વ્યાજ સહાય અંતર્ગત ૯૫૨ કરોડની જોગવાઈ

આજી શરૂ યેલા વિધાનસભાના ચોમાસુ સત્રમાં નાણામંત્રી નીતિન પટેલ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦નું પૂર્ણ કદનું બજેટ રજૂ કર્યું હતું. ૨૦૧૯-૨૦નું ૨૦૪૮૧૫ કરોડનું બજેટ નાણામંત્રીએ નીતિન પટેલે રજૂ કર્યું હતું. ગુજરાતની સપના બાદ પહેલીવાર ૨ લાખ કરોડ ઉપરનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રૂા.૬ હજારની સહાય મુદ્દે નીતિન પટેલે પીએમ મોદીનો આભાર માન્યો હતો. અને ત્યારબાદ કૃષિ રોજગારી અને પાણી પર ભાર આપી અનેક જાહેરાતો કરી હતી. ખાસ તો ખેડૂતલક્ષી મુખ્ય જાહેરાત અષાઢી બીજે રાજ્યના ૧.૨૫ લાખ ખેડૂતોને વીજ જોડાણ આપવામાં આવશે. જેટલા ખેડૂતોએ ખેતીવાડી વીજ જોડાણ માટે અરજી કરી છે તેમાંથી ૧.૨૫ લાખ ખેડૂતોને અષાઢી બીજના દિવસે એટલે કે, ૪થી જુલાઈના દિવસે વીજ જોડાણ આપી દેવામાં આવશે.

Advertisement

આ ઉપરાંત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે નાણામંત્રી નીતિન પટેલે ૭૧૧૧ કરોડની બજેટમાં ફાળવણી કરી છે. ખેડૂતોને ઝીરો ટકાના દરે લોન મળે તે માટે વ્યાજ સહાય અંતર્ગત રૂા.૯૫૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ભારત સરકારે રાજ્યના ૨૮ લાખ ખેડૂતોને સહાયના પ્રમ બે હપ્તા પેટે ૧૧૩૧ કરોડ ચૂકવ્યા હતા. ભારત સરકારે ૨ હેકટરની મર્યાદા પણ દૂર કરી છે જેથી રાજયના તમામ  ખેડૂતોને આ યોજનાનો લાભ મળી શકે. આ મુખ્ય જાહેરાતો સીવાય પણ અષાઢી બીજના દિવસે નર્મદાના ડેમના પાટીયા ખોલવામાં આવશે. ખેડૂતોના પાક સંગ્રહ માટે અલગી ગોડાઉનો બનાવવામાં આવશે. રાજ્યના ૧૧.૩૪ લાખ ખેડૂતોને માઈક્રો ઈરીગેશનનો લાભ અપાશે. નવસારી જિલ્લામાં રૂા.૩૭૧ કરોડના ખર્ચે અંબીકા નદી પર રિચાર્જ પ્રોજેકટ હા ધરવામાં આવશે. બનાસકાંઠાના ૬૦૦૦ હેકટર જમીન સીપુી સિંચાઈ થશે તે માટેનું આયોજન પણ કરવામાં આવશે. ગ્રામ્ય કક્ષા યોજનાની અમલવારી માટે ૨૭૭૧ નવી જગ્યા ભરાશે. આ ઉપરાંત ગુજરાતનો ખેડૂત દર વર્ષે બેંકમાંથી રૂા.૧૫૦૦૦ કરોડની લોન મેળવે છે. પ્રધાનમંત્રી કિશાન સન્માન યોજના અંતર્ગત ખેડૂતોને ૧૧૩૧ કરોડની ચૂકવણી કરવામાં આવી છે.  આ ઉપરાંત ખેડૂતોને ઝીરો ટકાના દરે ધિરાણ આપવામાં આવે છે જે આ વર્ષે પણ ચાલુ જ રહેશે. ખાસ તો ગુજરાતના ખેડૂતોને કૃષિ લોન માટે રૂા.૯૫૨ કરોડની જોગવાઈ કરાઈ છે. તેમજ ખેડૂતોનો મહત્વનો મુદ્દો પાક વીમો તેના પર પણ વિશેષ ધ્યાન આપીને પાક વીમા અંતર્ગત રૂા.૧૦૭૩ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વ્હાલી દિકરી યોજનાની જાહેરાત

વ્હાલી દિકરી યોજના અંતર્ગત ૨ લાખની આવક ધરાવતા પરિવારોને સહાય આપવા દિકરી પહેલા ધોરણમાં આવે ત્યારે ૪ હજારની સહાય આપવામાં આવશે જ્યારે ૯માં ધોરણમાં આવે ત્યારે ૬ હજારની સહાય આપવામાં આવશે. તેમજ ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યારે રૂા.૧ લાખની સહાય આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત કુલ ૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોઈપણ પરિવારમાં બે દિકરી હશે તો પણ બન્ને દિકરીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત જી જી હોસ્પિટલ જામનગર માટે અલગી ૨૫ કરોડની જોગવાઈ, સર ટી હોસ્પિટલ ભાવનગર માટે ૧૦ કરોડની જોગવાઈ તેમજ મહેસાણા સિવિલ હોસ્પિટલ માટે ૫ કરોડની અલગી જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો લાભ રાજ્યમાં ૨ લાખી ઓછી આવક ધરાવતા તમામ નાગરિકોને  મળશે.

માંગરોળ, વેરાવળ, પોરબંદર સહિતના બંદરોના વિકાસ માટે રૂા.૨૧૦ કરોડ ફાળવાયા

નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા બજેટમાં સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ ગણાતા માંગરોળ, વેરાવળ, પોરબંદર,સુત્રાપાડા, નવાબંદર, માઢવાડ સહિતના બંદરોના વિકાસ માટે ૨૧૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત માછીમારોને ફીશીંગ બોટમાં ડિઝલ વપરાશ માટે વેટ સહાયરૂપે ૧૫૦ કરોડ રૂપિયા જયારે કેરોસીન સહાય માટે ૧૮ કરોડની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે.

ત્રણ વર્ષમાં ૬૦ હજાર નવા કર્મચારીઓની ભરતી કરાશે, ૭૦ હજાર સખી મંડળ બનાવાશે

આગામી ત્રણ વર્ષમાં નવા ૬૦ હજાર કર્મચારીની ભરતી કરવાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. નવા ૭૦ હજાર સખી મંડળો બનાવી ૭૦૦ કરોડનું ધિરાણ આપવામાં આવશે તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ શીપ યોજના સહિત વિવિધ રોજગાર યોજનાઓનો ૧૫ લાખ યુવાનોને લાભ મળનાર છે જ્યારે આગામી ત્રણ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ૫૦ લાખ લાર્ભાીઓને લાભ આપવામાં આવશે.

શિક્ષણના વિકાસ માટે ૩૦૦૪૫ કરોડની જોગવાઈ

શિક્ષણના સર્વગ્રાહી વિકાસ માટે ૩૦૦૪૫ કરોડની વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આગામી વર્ષમાં નવા ૫ હજાર વર્ગ ખંડો માટે ૪૫૪ કરોડ, દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી યોજના માટે ૧૦૧૫ કરોડ, બાળકોની ફી, યુનિફોર્મ, સ્કૂલ બેક, બુટ માટે ૩૪૧ કરોડ, વર્ચ્યુઅલ કલાસ માટે ૧૦૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ ટેકનીકલ શિક્ષણમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના માટે ૩૭૦ કરોડ, સરકારી કોલેજ, યુનિવર્સિટી, ભવન માટે ૨૦૬ કરોડ તા કોલેજના વિર્દ્યાીઓને ટેબલેટ માટે રૂા.૨૫૨ કરોડની જોગવાઈ આજે રજૂ યેલા બજેટમાં કરવામાં આવી છે.

રાજકોટમાં એઈમ્સની માળખાકિય સુવિધા માટે ૧૦ કરોડ ફાળવાયા

ગુજરાતની પ્રથમ એઈમ્સ રાજકોટમાં બનશે તેવી જાહેરાત કેન્દ્રની મોદી સરકાર દ્વારા ગત ટર્મમાં કરી દેવામાં આવી છે. રાજય સરકારે રાજકોટમાં આકાર લેનારી એઈમ્સ માટે માળખાકીય સુવિધા આપવા ૧૦ કરોડ રૂપિયા ફાળવવાની જાહેરાત આજે બજેટમાં કરી છે. શહેરનાં જામનગર રોડ પર ખંઢેરી પાસે હાલ એઈમ્સ માટે જમીન સંપાદન કરવાની કામગીરી ચાલી રહી છે. રોડ-રસ્તા સહિતનાં માળખાકિય કામો માટે ૧૦ કરોડ ફાળવવામાં આવશે તેવી ઘોષણા બજેટમાં કરાઈ છે.

રાજકોટમાં નવી આર.ટી.ઓ. કચેરી બનાવવા રૂા.પાંચ કરોડ ફાળવાયા

નાણામંત્રી નીતીનભાઇ પટેલે આજે રજુ કરેલા બજેટમાં રાજકોટમાં વધુ એક સુવિધા ઉભી કરવા માટેની જાહેરાત કરાયા છે. રાજકોટમાં હાલની આરટીઓ કચેરીમાં હેવી વાહનો વિવિધ કામગીરી માટે આવે ત્યારે ટાફીક જામની સમસ્યા સર્જાય છે. જેથી હવે વાહનો માટે અલગ આરટીઓ કચેરી બનાવવા રાજય સરકારે ભૂતકાળમાં શહેર નજીક ખોખડદળ ગામે જમીન ફાળવી હતી. આ જમીન પર આરટીઓ કચેરી બનાવવા આજે રજુ થયેલા બજેટમાં પાંચ કરોડ રૂા ફાળવવાની નીતીનભાઇ પટેલે જાહેરાત કરી છે ખોખડદળ ગામે હેવી વાહનો માટે અલગ આરટીઓ  કચેરી બનતા હાલની આરટીઓ કચેરીમાં સમયાંતરે સર્જાતી ટ્રાફીક જામની સમસ્યાનું નિરાકરણ આવશે.

૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરે-ઘરે પાણી મળશે

નાણામંત્રી નીતિનભાઈ પટેલે ૭મી વાર ગુજરાતનું નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટેનું પૂર્ણ કદનું બજેટ આજરોજ રજૂ કર્યું હતું. ગુજરાતની સપના બાદ પહેલીવાર ૨ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કૃષિ રોજગારી અને પાણી પર ખાસ ભાર મુકવા અંગેની જાહેરાતો કરવામાં આવી છે. પાણીને લઈને મોટી જાહેરાત નાણામંત્રી નિતીનભાઈ પટેલે કરી હતી. આગામી ૨૦૨૨ સુધીમાં તમામ લોકોને ઘરે-ઘરે પાણી મળશે.

જળ સંચય અભિયાન પાણી બચાવો અભિયાન માટે વોટર ગ્રીડ યોજના ‘નલ સે જલ’ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં તમામ વિસ્તારમાં નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. જેના માટે રૂા.૨૦,૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જેના માટે હાલ ૪૫૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને જળ માટે ૭૧૧૧ કરોડની ફાળવણી કરવામાં આવી છે. દરિયાકાંઠામાં ૮ ડીસેલી નેશન પ્લાન્ટ સપવામાં આવશે, ગંદા પાણીને ટ્રીટ કરીને પુન: ઉપયોગ કરવા માટે ૩૦૦ એમએલડીના પ્રોજેકટની સપના કરવામાં આવશે. સાો સા માઈક્રો ઈરીગેશન વ્યાપ પણ વધારવામાં આવશે. જેમાં ૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવામાં આવશે જેનો ૧૧.૩૪ લાખ ખેડૂતોને લાભ મળશે. ‘નલ સે જલ’ યોજના કી આગામી પાંચ વર્ષમાં ઘરે-ઘરે પાણી પહોંચાડવામાં આવશે. નર્મદાના પાણીી સૌરાષ્ટ્રના વધુ ૨૫ ડેમ અને ૧૦૦ ચેકડેમ ભરાય જશે તેવું નાણામંત્રી નિતીનભાઈ પટેલે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું.

નવી સોલાર રૂફટોફ યોજનાની પણ બજેટમાં જાહેરાત

૩ કિલો વોટનો પ્લાન બેસાડનારને ૪૦ ટકાની સબસીડી: રૂા.૧૦૦૦ કરોડની માતબર જોગવાઈ

નાણામંત્રી નીતિનભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ ૨૦૧૯-૨૦નું પૂર્ણ કદનું બજેટ રજુ કર્યું હતું. રૂા.૨,૦૪,૮૧૫ કરોડનાં બજેટમાં કેટલીક નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા નવી સોલાર રૂફટોફ યોજના જાહેર કરાઈ છે જેમાં ૩ કિલો વોટનો પ્લાન બેસાડનાર આસામીને ૪૦ ટકા સુધી સબસીડી આપવામાં આવશે. જયારે ૩ થી લઈ ૧૦ કિલો સુધીનાં પ્લાન બેસાડનારને ૨૦ ટકા સબસીડી આપવાની ઘોષણા કરવામાં આવી છે. સબસીડી માટે બજેટમાં રૂા.૧૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના થકી રાજયમાં ૨ લાખ પરિવારોને લાભ મળશે.

શહેરી વિકાસના કામો માટે બજેટમાં માતબર જોગવાઈ: પદાધિકારીઓએ માન્યો આભાર

મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી અને દંડક અજયભાઈ પરમાર  દ્વારા ગુજરાત સરકારના આજ રોજ રજુ થયેલ બજેટને આવકારતા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજ્યના દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળ નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજરોજ રજુ કરેલ બજેટમાં દરિયાના ખરા પાણીને મીઠું બનાવવા માટે અમરેલી, જોડિયા, ભાવનગર, પોરબંદર, દ્વારકા ખાતે નવા પ્લાન્ટ સ્થાપવામાં આવશે. રાજ્યમાં મહાનગરોની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે જુદા જુદા જગ્યાએ અન્ડર બ્રીજ તથા ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવશે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ના હાર્દ સમાન રાજકોટ ખાતે નવી છઝઘ ઓફીસ બનાવવા માટે જાહેરાત કરવામાં આવેલ છે. આમ, નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલએ સૌનો સાથ સૌનો વિકાસ સાથે તમામ વર્ગને ધ્યાનમાં રાખી, બજેટ આપેલ છે.  એકંદરે આ બજેટ સમાજના છેવાડાના માનવીથી શરૂ કરી તમામ લોકોની સુખાકારીમાં વધારો કરતુ બહુજન હિતાય બહુજન સુખાય બજેટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.