Abtak Media Google News

સર્વોચ્ચ અદાલતના હુકમથી બોર્ડ-નિગમના અનેક કર્મચારી અને હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસો અંગે સરકારે ઠરાવ કરવા મજદુર સંઘની માંગ

છત્તીસગઢ પાણી પુરવઠા વિભાગ ટયુબવેલમાં ફરજ બજાવતા નેટ્રામ શાહુ રોજમદાર કામ કરતો હતો. તેને વર્કચાર્જ તરીકે પંપ ઓપરેટરમાં કાયમી કરવામાં આવેલો અને વયમર્યાદાને કારણે નિવૃત થતા ગે્રચ્યુટીની રકમ ચુકવવામાં ન આવતા ગે્રચ્યુરીટી એકટ હેઠળ ક્ધટ્રોલીંગ ઓથોરીટી સમક્ષ કરેલી અરજીના ચુકાદોમાં નોકરી રપ વર્ષ અને ૩ માસમાં ૩ વર્ષ અને ર માસ રેગ્યુલર નોકરી ગણી ગ્રેચ્યુટીની રકમ ચુકવવા હુકમ કરેલો હતો.

આ હુકમ સામે એપેલેટ ઓથોરીટી સમક્ષ કરેલી અપીલ કાઢી નાખી અને ક્ધટ્રોલીંગ ઓથોરીટીનો હુકમ કાયમ રાખેલો આથી નારાજ થઇ હાઇકોર્ટમાં સરકારે અપીલ કરેલી જે માન્ય રાખવામાં આવી અને નીચેની એપેલેટ તથા ક્ધટ્રોલીંગ ઓથોરીટીનો ચુકાદો રદ કર્યો. આથી કામદારે ડબલ બેંચ સમક્ષ રીટ દાખલ કરેલી જે પણ ડબલ બેંચે કાઢી નાખી સીગલ જજનો ચુકાદો માન્ય રાખ્યો. આથી કામદારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

બંને પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા જણાવેલું કે હાઇકોર્ટમાં સીગલ જજ તથા ડબલ બેંચે ઉમાદેવીના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આધાર લીધેલો છે. તે ગ્રુચ્યુટીમાં લાગુ ન પડે. કારણ કે નોકરી રેગ્યુલરાઇઝ કરેલા છે. ગ્રેચ્યુટીનો કાયદો કામદારોના કલ્યાણ માટેનો છે જે લાંબો સમય સુધી માલીક માટે કામ કરે છે. આથી રાજય સરકારની જવાબદારી છે ગે્રચ્યુટીની રકમની ચુકવણી કરવી જોઇએ. આ રીતે કામદારને ફરજીયાત લીટીગેશન તરફ જવું પડે તે બરાબર નથી.

આથી અગાઉના એમ.સી. ચાગલાના સુપ્રીમ કોર્ટના ચુકાદાના છણાવટ કરી આવા કેસોમાં સરકારની ભૂમિકા કેવી હોવી જોઇએ તેને ઘ્યાનમાં રાખી કામદારની અરજી મંજુર કરી ગ્રેચ્યુટી ચુકવવા તથા હાઇકોર્ટના સીંગલ જજ તથા ડબલ બેંચના ચુકાદાઓને રદ કરી, ક્ધટ્રોલીંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરીટીએ આપેલા ચુકાદો માન્ય રાખી રાજય સરકારને ખોટા લીટીગેશન માટે રૂ ૨૫ હજાર કામદારે ચુકવવા હુકમ કરેલ છે.

આ ચુકાદાની અસર ગુજરાત રાજયમાં અત્યારે પણ ઘણા બોર્ડ-નિગમના આવા ઘણા કર્મચારીઓ કે જેઓને રોજમદારમાંથી કાયમી કરવામાં આવેલા છે. તો દોલતભાઇ પરમારના ઠરાવનો લાભ આપવામાં આવે છે તેઓને લાભ થશે અને ઘણા કેસો ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડીંગ છે. રાજય સરકારે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધાર ઠરાવ કરી તમમને લાભ આપવા સરકયુલર બહાર પાડવાની જરુરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.