Abtak Media Google News

સંસદમાં ટીડીપી અને અન્નાદ્રમુકના સભ્યો ધારણા ઉપર બેસી હોબાળો કરતા અઘ્યક્ષ સૂમિત્રા મહાજન એકશનમાં

લોકસભામાં હોબાળો કરનાર સાંસદો સામે કડક વલણ અપનાવતા લોકસભા અઘ્યક્ષે સુમિત્રા મહાજને ગુરુવારે જોર જોરથી અવાજ કરીને બોલી રહેલા ટીડીપી અને અન્નાદ્રમુકના ર૧ સભ્યોને ચાર દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. એક દિવસ અગાઉ કાર્યવાહી દરમ્યાન હોબાળો કરનાર અન્નાદ્રમુકના ર૪ સભ્યોને પાંચ દિવસ માટે નિલંબીત કર્યા હતા. લોકસભાની કાર્યવાહી ૮ જાન્યુઆરી સુધી ચાલનાર છે. અને લોકસભામાં ધમાસાણ અવિરત ચાલી રહ્યું છે. આમ લોકસભામાં હોબાળો કરી રહેલા ૪પ સાંસદોને બે દિવસમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા.

Advertisement

લોકસભાની કાર્યવાહી દરમ્યાન ગુરુવારે ટીડીપી  અને અન્નાદ્રમુકના સભ્યો સ્પીકરના આસન નજીક આવીને હોબાળો  કરવા લાગ્યા, કેટલાક સાંસદોએ કાગળ ફાડીને ઉડાવ્યા ત્યારબાદ સદનની કાર્યવાહી સ્થગીત કરવામાં આવી હતી. જયારે ફરીથી લોકસભાની કાર્યવાહી શરુ કરાઇ ત્યારે ફરીથી ૧૪ સાંસદો ધરણા ઉપર બેસી જતા તેમને સસ્પેનડ કરાયા. વર્ષ ૧૯૮૯ માં રાજીવ ગાંધી સરકાર સમયે વિપક્ષના ૬૩ સાંસદોને હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરાયા હતા. ૨૦૧૩માં ચોમાસુ સત્ર દરમીયાન સંસદની કાર્યવાહીમાં અડચણરુપ થનારા ૧ર સાંસદો ફરજ મોફુ કરાયા હતા. તેમ ૨૦૧૪ માં ૧૭  અને ૨૦૧૫  માં રપ સભ્યોને બરતરફ કરવામાં આવ્યા હતા.

૨૦૧૮માં શિયાળુ સત્રની શરુઆત ૧૧મી ડિસેમ્બરથી કરવામાં આવી છે. જેમાં શરુઆતથી જ સતત સાંસદોનું ધમાસાણ ચાલી રહ્યું છે. આ વખતે ટીડીપી અને એઆઇએડી એમકેના સભ્યો કાવેરી નદી અને આંધ્ર પ્રદેશમાં સ્પેશિયલ સ્ટેટ સ્ટેચ્યુની માંગ સાથે હોબાળા કરી રહ્યા હતા. જો કે સાંસદ સભ્યોને પોતાની રજુઆતનો વિશેષ અધિકાર હોય છે પરંતુ અઘ્યક્ષ જો ઇચ્છે તો તેમને સસ્પેન્ડ પણ કરી શકે છે. જો કે સ્પીકરે ચેતવણી આપી હતી કે વધુ હોબાળો કરી લોકસભાની કાર્યવાહીને ગુંચવનારા સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.