Abtak Media Google News

ઓપનર ર્જાની બેયરસ્ટો અને હાઈએસ્ટ સ્કોરર એલેકસ હેલ્સ સહિતના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનથી વધુ એક વર્લ્ડ રેકોર્ડ ઈંગ્લેન્ડના નામે

વન-ડેમાં ઈંગ્લેન્ડે રેકોર્ડની પરંપરા સર્જી છે. ત્રીજા વન-ડે મુકાબલામાં ૪૮૧ રન ફટકારી ઓસ્ટ્રેલીયાને ૨૪૨ રને સિકસ્ત આપી છે. ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરી નિર્ધારિત ૫૦ ઓવરોમાં ૬ વિકેટ પર ૪૮૧ રન બનાવી અત્યારસુધીના ઓડીઆઈનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જયારે ઓસ્ટ્રેલિયાએ ૩૭ ઓવરોમાં ૨૩૯ રન બનાવી ઓલ આઉટ થઈ ગયું. જેના માટે સૌથી વધુ ટ્રેવિસ હેડે ૫૧ રન બનાવ્યા જયારે માર્કસ સ્ટોનિસે ૪૪ રન કર્યા.

Advertisement

ઈંગ્લેન્ડ માટે આદિલ રાશિદે ૪ વિકેટ જયારે મોઈન અલીએ ૩ અને ડેવીડ વિલીએ બે વિકેટ લીધી. રેનોને ધ્યાને લઈએ તો, ઈંગ્લેન્ડ ટીમની આ સૌથી મોટી જીત છે. આ અગાઉ વર્ષ ૨૦૧૫માં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને ૨૧૦ રનોથી માત આપી હતી જે સૌથી મોટી જીત હતી જયારે હવે ત્રીજા વન-ડેમાં ફરી રેકોર્ડ બનાવી સૌથી મોટી જીત હાંસલ કરી છે. આ સાથે મેજબાન ટીમ ઈંગ્લેન્ડે પાંચ મેચોની વન-ડે સીરીઝ ૩-૦ થી પોતાને નામ કરી લીધી છે. જોની બેયરસ્ટો અને એલેકસની સદી જયારે જેસનરોય અને ઈયોન મોર્ગનની અડધી સદીને પગલે ઈંગ્લેન્ડે ૬ વિકેટ પર ૪૮૧ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સર્જયો. આ ઉપરાંત ૩૦ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ ઈંગ્લેન્ડ ટીમે પાકિસ્તાન વિરુઘ્ધ ૩ વિકેટથી ૪૪૪ રન બનાવી અગાઉનો પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ હાલ તોડયો છે.

ઓપનર જોની બેયરસ્ટોએ ૯૨ બોલમાં ૧૫ ચોકકા અને પાંચ છકકા ફટકારી ૧૩૯ રન બનાવ્યા જયારે મેચના બીજા શતકવીર અને હાઈએસ્ટ સ્કોરર એલેકસ હેલ્સને ૯૨ બોલમાં ૧૬ ચોકકા અને પાંચ છકકા ફટકારી ૧૪૭ રન બનાવ્યા. ર્જાની બેયરસ્ટોએ કહ્યું કે, મેચ ખુબ જ રોમાંચક રહ્યો છે. આ ક્રિકેટ ગ્રાઉન્ડ અમારી માટે ખાસ ગ્રાઉન્ડ છે અને તે અમને કંઈક અલગ કરી બતાવવાનો જુસ્સો આપે છે. હેલ્સે કહ્યું કે, અહીં આજના ખાસ દિવસની અમારી યાદો બની ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.