Abtak Media Google News

માનવ ભક્ષક દીપડાએ એકજ માસમાં 5 લોકોના જીવ લીધા !!!

વન્યજીવ સૃષ્ટિની વાત કરીએ તો દીપડો નહીં પરંતુ સાવજ એક માત્ર એવું વન્ય પ્રાણી છે કે જેની વસ્તી વધે તો તે લોકોને પણ આનંદિત અને મોહિત કરે છે ભલે સી અને દિપડો વન્ય પ્રાણી ના એક ભાગ છે પરંતુ સાવજ માનવ સાથે સહજતાથી રહેતો પ્રાણી છે. ત્યારે નર ભક્ષક દીપડો છુપી રીતે કોઈપણ સમયે હુમલો કરી દે છે અને લોકોના જીવ લઈ લે છે. ત્યારે વન્ય વિભાગ માટે ચિંતા ના સમાચાર એ છે કે સાવજોની સરખામણીએ દીપડાની વસ્તીમાં અધધ વધારો નોંધાઈ રહ્યો છે અને તેને અંકુશમાં આવું તે વન્ય વિભાગ માટે ચિંતાનો વિષય પણ બન્યો છે. એક જ માસમાં દીપડા દ્વારા છોડ જેટલા હુમલાઓ કરવામાં આવ્યા છે જેમાંથી પાંચ લોકોના જીવ પણ ગયા છે ત્યારે ગુજરાતના વન્ય અધિકારીઓએ કેન્દ્ર પાસે પરવાનગી માંગી છે કે દીપડાની વસ્તી કાબુમાં લઈ શકાય.

એટલું જ નહીં જે રીતે દીપડાઓની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે તે માનવ જાત માટે ચિંતાનો વિષય છે. ગત ત્રણ નાણાકીય વર્ષમાં જુનાગઢ અમરેલી ગીર સોમનાથ અને ભાવનગરના વિસ્તારોમાં દીપડાએ 19 લોકોના જીવ લીધા હતા અને 45 જેટલા કિસ્સાઓમાં દીપડો અને માનવ વચ્ચે ઘર્ષણ થયું હતું. કડકીય માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં વર્ષ 2021 અને વર્ષ 2022 માં દીપડાના હુમલા થી કુલ 27 લોકોના મૃત્યુ નીપજ્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 800 અને સમગ્ર ગુજરાતમાં 2000 દીપડાઓ ની હાલ વસ્તી જોવા મળી રહી છે અને વન્ય વિભાગનું માનવું છે કે આ આંકડો એ સૂચવે છે કે દીપડાઓની વસ્તી ખૂબ વધી ગઈ છે.

ગુજરાત સરકાર અને વન વિભાગ દ્વારા જેમ જેમ સિંહના સંરક્ષણની સફળ કામગીરી કરાઈ રહી છે, તેની સાથે સાથે દીપડાઓ પણ સુરક્ષિત થઇ ગયા છે. પરિણામે દીપદાઓની વસ્તી કુદકેને ભૂસકે વધી રહી છે. વન્ય પ્રાણીઓના જાણકાર જયદીપ ઓડેદરાએ જણાવ્યું હતું કે, જેવી રીતે સિંહો માટે એક્શન પાલન બનાવવામાં આવ્યો છે, તે રીતે દીપડા માટે પણ એક્શન પ્લાન બનાવવો જોઈએ. કારણ કે, દીપડાની વસ્તીમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે અને માનવ ઉપર હુમલાના બનાવો પણ બની રહ્યાં છે. તેમણે કહ્યું કે, દીપડો એક એવું પ્રાણી છે જે કોઈપણ પ્રકારના વાતાવરણમાં જીવન જીવી શકે છે તેવી તેમાં કુંડારી તાકાત હોય છે.

દીપડાની વધતી વસ્તી ઉપર નિયંત્રણ લડવું પડશે. અથવા તો દીપડાથી લોકોને બચાવવા માટે સરકારે કોઈ નક્કર કાર્યક્રમ શરૂ કરવો પડશે. દીપડાઓ વન વિભાગ માટે પણ માથાના દુખાવા રૂપ બન્યા છે. કારણ કે દીપડાઓના માનવો ઉપરના હુમલાઓ એટલા બધા વધી ગયા છે કે દીપડાઓને જેલમાં રાખવા માટે વન વિભાગ પાસે કોઈજ સગવડ નથી. મોટા ભાગના તમામ રેસ્ક્યુ સેન્ટરોના પિંજારાઓ ખૂંખાર દીપડાઓથી હાઉસફુલ થઇ ગયા છે.

પ્રિન્સિપલ ચીફ કંઝરવેટર ઓફ ફોરેસ્ટ નિત્યાનંદ શ્રીવાસ્તવ્ય જણાવ્યું હતું કે હાલ ઉનાળામાં પાણીની અછત અને જમીન બનજર હોવાના કારણે પીપળાને છુપવાની કોઈ જગ્યા મળતી નથી પરિણામે તે માનવ વિસ્તારમાં પ્રવેશે છે અને માનવ ઉપર હુમલો કરે છે. ત્યારે હાથ જે રીતે દીપડાની વસ્તીને અંકુશમાં લાવવા માટે પ્રયત્નો હાથ ધરાશે તો સામે વન્ય વિભાગ એ સાવજોની વસ્તી વધારવા માટે કામગીરી હાથ ધરવી જોઈએ કારણકે સાવજ એક માત્ર વન્ય પ્રાણી છે કે જે માનવ સાથે વસવાટ કરે છે અને માનવી અભિગમ પણ સાવજ પ્રત્યે ખૂબ હકારાત્મક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.