ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રાજયમાં પર્યાવરણ સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે અમલીકરણના ભાગરૂપે ગુજરાત ઈકોલોજી કમીશન ગાંધીનગર દ્વારા ગ્રીન એન્ડ બ્લુ ગુડ ડિડ્સ વિષયની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવેલ જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સણોસરા ગામ મુકામે તારીખ ૧૨–૦૨–૨૦૧૯ ના રોજ તાલીમ શિબીર યોજવામાં આવેલ જેમાં પર્યાવરણને લીલુંછમ રાખવાના ઉપાયો જેવા કે જે ઉર્જા, જળ સંસાધનો, જૈવિક વિવિધતા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, દરિયાઇ જીવોનું સંરક્ષણ વગેરે અંગે પ્રોજેક્ટર દ્વારા તેમજ વિવિધ રમતો જેવી કે સાપસીડી, પ્રશ્નોત્તરી હરીફાઇ તથા અન્ય ટુચકાઓ દ્વારા પર્યાવરણ જાળવણી બાબતે શ્રી જય બજરંગ ગ્રામ વિકાસ ટ્રસ્ટ, સુરેન્દ્રનગર દ્વારા માહિતી પુરી પાડવામાં આવેલ આ તાલીમમાં બહોળી સંખ્યામાં ભાઇઓ–બહેનો, બાળકો ગ્રામ પંચાયત સદસ્યો, ગામના સરપંચ, શિલ્પાબેન રાજુભાઇ પરમાર ઉપસરપંચ, આંગણવાડી વર્કરો, આશાવર્કરો, વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા.
Trending
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ
- ગાંધીનગરના પીપળજમાંથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાતા ખળભળાટ : 25 કિલોથી વધુ એમડી ડ્રગ્સ જપ્ત