Abtak Media Google News

દશ દિવસ ત્રિકોણબાગ ખાતે મહાઆરતી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન: તા. ૧૮-૪ના ભવ્ય શોભાયાત્રા નિળકશે: સમિતિના સભ્યો અબતક ની શુભેચ્છા મુલાકાતે

ભગવાન પરશુરામનો પ્રાગટય દિન એટલે અક્ષયતૃતિયા (અખાત્રીજ) તા. ૧૮-૪ ને બુધવારના રોજ છે બ્રહ્મ તેજને વધુમાં વધુ બળવતર બનાવવાનો ગૌરવ દિવસ છે દર વર્ષની જેમ આ વર્ષ પણ ભગવાન પરશુરામનો જન્મોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય તે માટે ભગવાન પરશુરામ જન્મોત્સવ સમીતી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જન્મ જયંતિ નિમીતે શોભાયાત્રા મહાપ્રસાદ તથા વિવિધ કાર્યક્રમો યોજાશે.

Advertisement

તાજેતરમાં યોજાયેલી મીટીંગમાં ભગવાન પરશુરામ જન્મોત્સવ સમીતીના પૂર્વ ક્ધવીનરો અને પરશુરામ ધામના ટ્રસ્ટીઓની સહમતીથી સર્વાનુમતે આ વર્ષે જન્મોત્સવ ની ઉજવણીના ભાગરુપે નવા ક્ધવીનરની નિમણુંક કરવામાં આવી હતી. ભગવાન પરશુરામ જન્મોત્સવ સમીતીના કાર્યકરોએ અબતકની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું હતું કે આ વર્ષના નવા ક્ધવીનર તરીકે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પૂર્વ પ્રમુખ અને બ્રહ્મઅગ્રણી ભરતભાઇ ઓઝાની નિમણુંક કરાઇ છે. ક્ધવીનરના સહયોગમાં તેમની સાથે પ૧ યુવાનોની એક સમીતીની રચના કરવામાં આવી છે.

તેમજ મહીલા પાંખની રચના કરવામાં આવી છે બહેનો પણ તૈયારીમાં સાથ સહકાર આપી રહ્યા છે. તા. ૭-૪ ને શનીવારે થી ત્રિકોણબાગ ખાતે ભગવાન પરશુરામની મૂર્તિની સ્થાપના કરી રાો સાંજે ૮ કલાકે મહાઆરતીનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા ભવ્યથી ભવ્ય રીતે ઉજવાય તે માટે સામાજીક સંસ્થાઓનો સંપર્ક થઇ રહ્યો છે.

શોભાયાત્રામાં જોડાવવા માટે વોર્ડ વાઇઝ મીટીંગોનો દોર શરુ કરવામાં આવ્યો છે.

શોભાયાત્રા સાંજે ૪ કલાકે પંચનાથ મંદીરથી પ્રસ્થાન કરવામાં આવશે તથા જુદા જુદા સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે અને જાહેર માર્ગો પર પસાર થઇને સાંજુ પરશુરામ ધામ ખાતે સાંજે સાત કલાકે પહોચશે તથા મહાઆરતી તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું છે.

આ ઉપરાંત આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજના વડીલો બ્રહસમાજના આગેવાનો યુવાનોને માર્ગદર્શન અને સાથ સહકાર આપીને યુવાનોને પ્રોત્સાહિત કરશે તેમ અબતકની શુભેચ્છા મુલાકાતે આવેલા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પ્રભુભાઇ ત્રિવેદી, મોનીષ જોશી, મોહિત ઉપાઘ્યાય, હિરેન જોશી, ઉમંગ ભટ્ટ, કશ્યપ ભટ્ટ, ધવલ શુકલા, પ્રતિક બલભદ્ર, ધર્મેશ જોશી, ગણપત મહેતા, સમીર ભટ્ટ, પ્રજ્ઞેશભાઇ ત્રિવેદી, જયેશ પંડયા, વિપુલ પુરોહીત, દિલીપભાઇ ઠાકર, કેવલભાઇ મહેતા સહીતના સભ્યોએ જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.