Abtak Media Google News

GST એક્ટ મામલે ગુજરાત હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

જીએસટી એક્ટને લઇ આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં અવધિ પૂર્ણ થયાની નોટિસ રદ્ કરી દેવામાં આવી છે. આટલું જ નહિં ઇ-વે બીલની અવધિ પૂર્ણ થઇ હશે તો પણ માલ જપ્ત નહિ કરી શકાય આ ચુકાદાથી વેપારીઓને મોટી રાહત મળશે.

જીએસટીના નિયમમાં સુધારો કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી સંદર્ભે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે જીએસટીની અવધિ પૂર્ણ જપ્તી નોટિસને રદ્ કરી દેવાનો આદેશ આપ્યો છે. સાથોસાથ ઇ-વે બીલની અવિધ જો પૂર્ણ થઇ ગઇ હશે તો પણ તેને વેપારીઓનો માલ જપ્ત કરી શકાશે નહિં. જીએસટી વિભાગ કોઇપણ વાહન જપ્ત કરી શકશે નહિ. માત્ર ટેક્સ વસૂલાત અને પેનલ્ટી નોટિસ આપવાની જ કામગીરી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.