Abtak Media Google News

મેયરે ઈટ મુકી કામ ચલાઉ એસ.ટી બસ સ્ટેન્ડની કામગીરીનો પ્રારંભ કરાવ્યો

રાજકોટ એસ.ટી.બસ પોર્ટના ખાત મૂહૂર્તને ત્રણ મહિના થયા બાદ આખરે શાસ્ત્રીક મેદાનમાં હંગામી બસ સ્ટેન્ડની કામગીરીનો પ્રારંભ ગઈકાલથી થયો છે. રાજકોટના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે શાસ્ત્રીમેદાન ખાતે ઈટ મૂકી કામ ચલાઉ એસ.ટી. બસ સ્ટેન્ડની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. આ હંગામી બસ સ્ટેન્ડ બનતા હજુ ૪૫ દિવસનો સમય લાગશે.રાજકોટના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે રાજકોટના લોકોને એરપોર્ટ જેવું જ બસ પોર્ટ મળી રહે તે માટે ટુંક સમયમાં નવા બસપોર્ટની કામગીરી ચાલુ થઈ જશે અને પૂરતી સગવડતા સાથે મુસાફરોને હંગામી બસ સ્ટેશનમાં સવલતો મળશે.રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે એસ.ટી. બસપોર્ટના નિર્માણ દરમિયાન મુસાફરોને અગવડતા ન પડે તે માટે શાસ્ત્રીમેદાનમાં હંગામી બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી શ‚ કરાઈ છે. પ્રી ફેબ્રીકેટડ ડોમ ધરાવતા બસ સ્ટેન્ડ પાછળ અંદાજીત ૫૫ લાખ ‚પીયાનો ખર્ચ કરાશે અને તેમાં જૂના બસ સ્ટેન્ડ પ્રમાણે મુસાફરોને બધીજ સુવિધા મળી રહેશે. હંગામી બસ સ્ટેન્ડમાં કુલ ૨૨ પ્લેટ ફોર્મ ત્યાર કરવામાં આવશે અને મુસાફરોને કોઈ અગવડતા ન થાય તેવી વ્યવસ્થા કરી કામ ચલાઉ બસ સ્ટેન્ડ તૈયાર થઈ ગયા બાદ બસનો વ્યવહાર ચાલુ કરવામાં આવશે.રાજકોટના મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયના હસ્તે ઈંટ મૂકી કામ ચલાઉ બસ સ્ટેન્ડની કામગીરીનો વિધીવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.