Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે પ્રથમ તબક્કાના મતદાનનો પ્રારંભ થઈ ચુક્યો છે. લોકોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદારો પોતાના અનોખા અંદાજ સાથે મતદાન કરી રહ્યા છે. યુવાઓ તો ઉત્સાહ સાથે મતદાન માટે જોવા મળી જ રહ્યો છે સાથે વૃદ્ધો અને દીવ્યાંગો પણ મતદાન કરવા માટે ઉત્સાહથી જતા જોવા મળી રહ્યા છે.

વાંકાનેરમાં હૃદય રોગીએ વ્હીલ ચેરમાં બેસી મતદાન કર્યું હતું તો રાજકોટમાં દિવ્યાંગ વૃદ્ધાએ મહિલા પોલીસની મદદ લઈને મતદાન કર્યું હતું. આ બાબતો પરથી સાબિત થાય છે કે પરિસ્થિતિ કોઈ પણ હોય મતદાન સર્વોપારી છે.

કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસ ખડે પગે હોય છે ત્યારે આજ તો લોકશાહીનો અવસર છે આ અવસરમાં પણ ખાખીનો સાથ હોય એટલે અશક્ય બાબતો પણ શક્ય બની જાય છે. આવી જ એક ઘટના રાજકોટમાં બની છે જ્યાં મહિલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈએ ફરજ સાથે સેવાકીય કાર્ય કર્યું છે.

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનના ASI રાધિકા મકવાણાએ વૃદ્ધ દિવ્યાંગ મહિલાને પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરવા માટે મદદ કરી હતી. મહિલા ASIએ ૮૫ વર્ષીય દિવ્યાંગ વૃદ્ધાને તેડીને મતદાન મથક સુધી પહોંચવા માટે મદદ કરી હતી. દિવ્યાંગ વૃદ્ધ મહિલાએ મતદાન કરી લોકોને મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.