Abtak Media Google News

જાણીતા આર્કિટેક્ટ કમલેશભાઈ પારેખે ચિત્રોનું એક્ઝિબિશન કમ સેલ કરી આવેલી રકમ પુજીત રૂપાણી ટ્રસ્ટને સપ્રેમ ભેટ કરી

નામી આર્કિટેકટ કમલેશભાઈ પારેખ દ્વારા તેમની પેઈન્ટીંગનું સંતોશા હોટલ ખાતે ‘કૈલાશ્રી એકિઝબીશન’ યોજાયું હતુ. પોતાના નવરાશની પળોમાં બનાવેલી ખૂબજ સુંદર પેઈન્ટીંગસના એકિઝબીશન જોવા મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.7 22 આ એકિઝબીશનનું ઉદઘાટન માનનીય અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતુ કમિશ્નર બંછાનીધીપાની, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા રાજકોટના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.3 74 આ એકઝીબીશનમાં કુલ ૧૨૭ પેઈન્ટીંગસ રાખવામાં આવ્યા હતા અને બધા જ પેઈન્ટીંગસનું વેચાણ પણ થઈ ગયું હતુ અને ટોટલ ૧.૭૨ લાખ રકમનું દાન પુજીત રૂપાણી ટ્રસ્ટમાં ડોનેટ કરવામાં આવ્યું હતુ જેથી બાળકોનાં વિકાસમાં ઉપયોગી થઈ શકાય.10 26વધુમાં અંજલીબેન રૂપાણીએ જણાવ્યુંં હતુ કે, કમલેશભાઈ પારેખ અમારા પરિવારના અને સહદય મિત્ર છે. આ એકઝીબીશન ખૂબજ સરસ છે. ડ્રોઈન્સનાં વેચાણના કલેકશનમાંથી પૈસા ટ્રસ્ટના બાળકો માટે તેઓ વાપરવા માંગે છે. તે સમાજ અને આપણા સૌ માટે ખૂબ મોટી અને ખુશીની વાત છે.12 15આર્કીટેક કમલેશભાઈ પારેખે અબતક સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, પેઈન્ટીંગ મારો શોખ છે. હું પ્રોફેશનલ પેઈન્ટર નથી પરંતુ મારા ફુરસતના સમયમાં મે આ બધા પેઈન્ટીંગસો બનાવ્યા હતા. નાનપણથી જ મને પેઈન્ટીંગનો શાષખ છે. અને તેમા મારા માતા દ્વારા મને ઘણી પ્રેરણા મળી છે.2 105

ત્યારબાદ ભણતર અને વ્યવસાયની વ્યસ્તા ના કારણે હું પેઈન્ટીંગ ન કરી શકતો, પરંતુ છેલ્લા ૩ વર્ષથી ફરી પાછુ મેં પેઈન્ટીંગસ કરવાનું ચાલુ કર્યું છે. મને ખાસ ચેબસ્ટ્રીક આર્ટ ખૂબ પસંદ છે. સેબસ્ટ્રેક આર્ટ એક એવું આર્ટ છે જે લોકોને જોવું. તો ગમે, પણ તેની પાછળ એક સંદેશો હોય છે. અને સંદેશો જાણવા પછી તે પેઈન્ટીંગ પ્રત્યેનો લગાવ વધી જાય છે.4 45શબ્દો અને સાહિત્ય દ્વારા તો આપણે ઘણુ બધુ કહી શકતા હોય છીએ પરંતુ આર્ટ દ્વારા સંદેશો આપવો એ અધ‚ છે. પરંતુ માણસની અંદર રહેલો એક છુપો આર્ટીસ્ટ તમારી પાસે કામ કરાવે અને કરવા માટે પ્રેરે ત્યારે અલગ જ સંદેશ લોકો સુધી પહોચાડી શકાય છે.8 19 આ પેઈન્ટીંગ જયારે મે કરવાનું ચાલુ કર્યું ત્યારે મને પણ ખ્યાલ નહતો કે હું આગળ શુ કરીશ, પરંતુ ત્યારબાદ મારા પત્નીએ મને આ એકિઝીબશન માટે પ્રેરણા આપી અને ત્યારબાદ અને નકકી કર્યું કે એકિઝબીશન કરી તેમાથી એકઠા થયેલા નાણાનો ઉપયોગ બાળકો પાછળ વાપરવા.13 12આર્કિટેક કમલેશભાઈના ધર્મપત્ની સ્વાતી પારેખ એ જણાવ્યું હતુ કે, દરેક વ્યકિતમાં પોતાની આવડત હોય છે. અને થોડુ આપણે મોટીવેટ કરીએ તો તેને બહાર લાવી શકાય છે. અને તે માટે જ મે તેમને પ્રેરીત કર્યા હતા. રાજકોટ અને ગુજરાતમાં પેઈન્ટીંગસનું ચલણ ઓછું છે. ત્યારે આ પ્રકારનાં એકિઝબીશનથી લોકોને પણ ખબર પડે કે આર્ટ શું છે. આ એક કલા છે. અને આપણે તેને મોટીવેટ કરવી જોઈએ. આ દિવસ અમારા માટે અને ગોલ્ડન દિવસ છે.6 28એકિઝબીશન નિહાળવા આવેલા શગુન વણઝારાએ જણાવ્યું હતુ કે, બધા જ પેઈન્ટીંગસ ખૂબજ સરસ છે. બધા જ પેઈન્ટીંગ થીમ વાળા અને ક્રિએટીવ છે. દરેક માણસમાં એક આર્ટ છુપાયેલું હોય છે. અને બસ તેને ઓળખી બહાર કાઢવાનું હોય છે. આર્ટ એવી વસ્તુ છે. જેનાથી કયારેય તમને ડિપ્રેશન કે એકલતાનો અનુભવ ન થાય અને આર્ટ એ તમા‚ બેસ્ટ ફ્રેન્ડ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.