Abtak Media Google News

તેલંગણામાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવનો જાદુ યથાવત રહેવાનીજયારે પૂર્વોત્તર રાજયોમાં કોંગ્રેસના આખરી ગઢ મિઝોરમમાં સત્તા પરિવર્તનની સંભાવના:મઘ્યપ્રદેશરૂ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ સરકારનેએન્ટી ઇન્કમબન્સી નડવાનો સર્વે

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચુંટણીની સેમીફાઇનલસમાન પાંચ સભ્યોની ચુંટણીના પરિણામો ભાજપ માટે માઠા સમાચાર લઇને આવે તેવી સંભાવનાઓજોવાય રહી છે. ગઇકાલે અંતિમ બેરાજયોમાં રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ન્યુઝ એજન્સીઓ દ્વારાપાંચેય રાજયોમાં મતદાન બાદ થયેલા એકઝીટ પોલ જાહેર થયા હતા.

જેમાંના મોટા ભાગના એકઝીટ પોલોમાં રાજસ્થાનમાં ભાજપનો સફાયો કરીને કોંગ્રેસ વિજય મેળવશે તો મઘ્યપ્રદેશ અને છત્તીસગઢમાં બન્ને પક્ષો વચ્ચે પાતળી બહુમતિ રહેવાની સંભાવના વ્યકત થઇ છે.જયારે તેલંગાણામાં ટી.આર.એસ.થી ફરી સત્તારૂઢ થવાના તથા પૂર્વોત્તર રાજયોમાં કોંગ્રેસનો ગઢ મિઝોરમ ધરાશયી થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે.

પાંચ રાજયોમાં યોજાયેલી રાજય વિધાનસભાની ચુંટણી માટે ગઇકાલે આખરી બે રાજયો રાજસ્થાન અને તેલંગાણામાં પણ ભારે મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ વિવિધ ન્યુઝ એજન્સીઓ દ્વારા પાંચેય રાજયોમાં મતદાન પૂર્ણ થયા બાદ થયેલા એકઝીટ પોલોના પરિણામો જાહેર થયા હતા.

જેમાં કોંગ્રેસ અને ભાજપ બન્ને મુખ્ય રાજકીય પક્ષોને કયાંક આનંદના તો કયાંક માઠા પરિણામો મળે તેવી સંભાવનાઓ વ્યકત થઇ છે. મઘ્ય ભારતના મહત્વના રાજય મઘ્યપ્રદેશમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટકકર થાય તેવી સંભાવના વ્યકત થઇ છે. જેમાં અમુક ન્યુઝ એજન્સીઓ ભાજપને બહુમતિનો તો અમુક ન્યુઝ એજન્સી કોંગ્રેસને બહુમતિનો દાવો કરે છે.પરંતુ જે પક્ષ સરકાર બનાવશે તેને પાતળી બહુમતિ મળશે તેવી સંભાવના વ્યકતથઇ છે.

મઘ્યપ્રદેશમાં મતદાન બાદ થયેલા એકઝીટ પોલ પ્રમાણે ચાર ન્યુઝ એજન્સીઓના સર્વે મુજબ કોંંગ્રેસ પાતળી બહુમતિથી સરકાર બનાવશેની સંભાવના વ્યકત થઇ છે. જેમાં એબીપી ન્યુઝ,સીએસડીએસના સર્વે મુજબ કોંગ્રેસને ૧ર૬ અને ભાજપને ૯૪, ઇન્ડીયા ટુ ડે એકઝીના સર્વે મુજબ કોંગ્રેસને ૧૦૪ થી ૧૨૨, ભાજપને ૧૦૨ થી ૧૨૦, પબ્લિક સીવોટરના સર્વે મુજબ કોંગ્રેસને ૧૧૦ થી ૧૨૩, ભાજપને ૯૦ થી ૧૦૬, જયારે ટુડે ચાણકયના સર્વે મુજક કોંગ્રેસને ૧૧૩ થી ૧૩૭ જયારે ભાજપને ૯૧ થી ૧૧૫ બેઠકો મળવાની સંભાવના વ્યકત કરી છે.

ટાઇમ્સ નાઉટ સીએનએકસ ના સર્વે મુજબ ભાજપને ૧ર૬ બેઠકને સાથે બહુમતિ મળતી હોવાની અને કોંગ્રેસ ૮૯ બેઠકો સાથે પાછળ હોવાનું જાહેર થયું છે. રાજયની ૨૩૦ બેઠકોમાં બહુમતિ માટે ૧૧૬ બેઠકોની જરુર હોય છે. અહીં ૨૦૦૩ થી ભાજપની સરકાર હોય ભાજપનો ગઢ તુટતો હોવાનું જોવામળી રહ્યું છુ.

ભાજપ પાસે રહેલ ઉત્તર ભારતના મહત્વના રાજય રાજસ્થાનના એકઝીટ પોલોમાં ભાજપ માટે માઠા સમાચારો છે અહી તમામ ન્યુઝ એજન્સીઓના એકઝીટ પોલો મુજબ કોંગ્રેસ ભાજપનો સફાયો કરીને સત્તાગ્રહણ કરશે તેવો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.

ટાઈમ્સ નાવ , સી.એન.એકસના સર્વે મુજબ કોંગ્રેસને ૧૦૫, ભાજપને ૮૫ એબીપી ન્યુઝ સીએસડીએસના સર્વે મુજબ કોંગ્રેસને ૧૦૧ ભાજપને ૮૩,ઈન્ડીયા ટુડે એકસીસના સર્વે મુજબ ૧૧૯ થી ૧૪૧, ભાજપને ૫૫ થી ૭૧ જયારે રિપબ્લીક સીવોટરના સર્વે મુજબ કોંગ્રેસને ૧૩૭ અને ભાજપને ૬૦ બેઠકો મળવાનીસંભાવના વ્યકત થઈ છે.

આમ તમામ ન્યુઝ એજન્સીઓનાં સવર્સેમાં ભાજપનીવસુંધરા સરકાર તુટતી હોવાના પરિણામો જાહેર થતા કોંગ્રેસી છાવણીમાં આનંદની લાગણી ફેલાઈજવા પામી છે. રાજસ્થાનમાં ૨૦૦ બેઠકો છે. જેમાં બહુમતી માટે ૧૦૧ બેઠકોની જરૂર છે.

મધ્યપ્રદેશમાં ભાગપડીને વર્ષ ૨૦૦૦માં નવા બનેલા રાજય છત્રીસગઢમાં ૨૦૦૬થી ભાજપના મુખ્યમંત્રી રમણસીંગનીસરકાર છે. અહી મતદાન બાદ પાંચ ન્યુઝ એજન્સીઓએ કરેલા સર્વે મુજબ બેમાંથી ભાજપને સ્પષ્ટબહુમતિથી સરકાર બનાવતી હોવાનુંજયારે ત્રણમાં કોંગ્રેસ પાતળી બહુમતીથી આગળ હોવાનો દાવોકરાયો છે.

ટાઈમ્સ નાવ સીએનએકસના સર્વે મુજબ ભાજપને ૪૬ અને કોંગ્રેસને ૩૫, એબીપી ન્યુઝ સીએસડીએના સર્વે મુજચબ ભાજપને ૫૨, કોંગ્રેસને ૩૫ બેઠકો સાથે ભાજપને સતા મળતી હોવાનુંજણાવાયું છે. જયારે ઈન્ડીયા ટુડે એકઝીટના સર્વે મુજબ કોંગ્રેસને ૫૫ થી ૬૫ , ભાજપને ૨૧ થી ૩૧, રિપબ્લીક સીવોટરના સર્વે મુજબ કોંગ્રેસને૪૨ થી ૫૦, ભાજપને ૩૫ થી ૪૩ જયારે ટુડે’સ ચાણકયના સર્વે મુજબ કોંગ્રેસને ૪૨ થી ૫૮ ભાજપને ૨૮ થી ૪૪ બેઠકો મળતી હોવાનો સર્વે બહાર આવ્યો છે.

છત્તીસગઢ રાજયમાં વિધાનસભાની૯૦ બેઠકોમાંથી બહુમતી માટે ૪૬ બેઠકો જરૂરી છે. અહી પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગી અને બસપા વચ્ચેગઠબંધન થયેલું હતુ આ ગઠબંધનને ૧ થી લઈને ૯ બેઠકો મળવાની સંભાવના વ્યકત થઈ હોય અને તમામસર્વેમાં કોંગ્રેસઅને ભાજપને પાતળી કે બહુમતીથી ઓછી બેઠકો મળવાનીસંભાવના વ્યકત થઈ હોયઆ ગઠ્ઠબંધન કીંગમેકરની ભૂમિકામાં આવે તેવી સંભાવના જોવાય રહી છે. ઉપરાંત આ ગઠ્ઠબંધન કોના મત તોડે છે. તે પણ મહત્વ હોયભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પાર્ટીમાંથી કોણે આ ગઠ્ઠબંધન નડે તે મહત્વનું બની રહેશે.

વર્ષ ૨૦૧૪માં નવા બનેલારાજય તેલંગાણામાં ત્રિપાંખીયો જંગ થયો હતો. જેમાં મતદાન બાદ આવેલા ત્રણે એકઝીટ પોલોમાંવર્તમાન સત્તાધીશ ટીઆરએસ ફરીથી બહુમતી મેળવીને સત્તાગ્રહણ કરે તેવી સંભાવના વ્યકત થઈછે. રાજયની ૧૧૯ બેઠકોમાંથી બહુમતી માટે ૫૦ બેઠકો જરૂરી છે.

ટાઈમ્સનાવ-સીએનએકસના સર્વે મુજબ ઈઆરએસને ૬, કોંગ્રેસ-ટીડીપી ગઠબંધનને ૩૭ અને ભાજપ સહિતના અન્યોને ૧૬, ઈન્ડીયાટુડે એકસીસનાંસર્વે મુજબ ટીઆરએસને ૭૯ થી૯૧, કોંગ્રેસના ગઠ્ઠબંધનને ૨૧ થી ૩૩, ભાજપ સહિતના અન્યોને ૫ થી ૧૦ જયારે રીપબ્લીક સીવોટરનાસર્વે મુજબ ટીઆરએસને ૪૮ થી ૬૦, કોંગ્રેસના ગઠ્ઠબંધનને ૪૭ થી ૫૯જયારે ભાજપ સહિતના અન્યોને ૬ થી ૧૮ બેઠકો મળવાની સંભાવના વ્યકત થઈ છે.

જેથી, તેલંગાણારાજય બનાવવા માટે પોતાની જાત ઘસી નાખનારા મુખ્યમંત્રી કે.ચંદ્રશેખરરાવની લોકપ્રિયત અહી યથાવત રહેતી જોવા મળે છે. જો કે તેમની બહુમતી ઓછી થવાની સંભાવના વ્યકત થઈ છે.

પરંતુ આ રાજયમાં વિજય મેળવવા લાંબા સમયથી મહેત કરી રહેલા ભાજપને ત્રિપાંખીયો જંગ છતા બહુ ઓછી બેઠકો મળવાની સંભાવનાદર્શાવાતી હોય દક્ષિણના રાજયોમાં પગપેસારો કરવા રહેલા ભાજપ માટે માઠા પરિણામો આવે તેવીસંભાવના વ્યકત થઈ છે.

જયારે, પૂર્વોત્તરસાત રાજયોમાં કોંગ્રેસ પાસે રહેલા આખરી રાજય મિઝોરમમાં કોંગ્રેસને ઝટકો લાગે તેવી સ્થિતિજોવા મળી રહી છે. અહી રાજય વિધાનસભાની ૪૦ બેઠકો છે. જેમાં બહુમતી માટે ૨૧ બેઠકો જરૂરી છે.

બે ટાઈમ્સનાવ સીએનએકસના સર્વે મુજબ એમ.એન.એફ.ને ૧૮, કોંગ્રેસને ૧૬, અન્યને ૬, જયારેરીપબ્લીક સીવોટરના સર્વે મુજબ એમએનએફને ૧૬ થી ૨૦, કોંગ્રેસને૧૪ થી ૧૮ અન્યને ૩ થી ૧૦ બેઠકો મળવાની સંભાવના વ્યકત થઈ હતી.

અહી પણ ત્રિપાંખીયો જંગહતો. અહી ૨૦૦૮થી લાલથાન્હાવાલાનામુખ્ય મંત્રીપદે કોંગ્રેસની સરકારછે જે પૂર્વોત્તર રાજયમાં કોંગ્રેસની આખરી સરકાર છે. અહી ત્રિશંકુ વિધાનસભા નિર્માણ થવાની સંભાવના સર્વેમાં બહાર આવી હોય અહી એકલે હાથે ચૂંટણી લડી રહેલું ભાજપ કીંગમેકર સાબિત થાય તેવી સંભાવના વ્યકત થઈ છે. આમ,પૂર્વોત્તરનાં રાજયોમાં ભાજપ મજબુત થઈને બહાર આવે તેવું સ્પષ્ટ થઈ રહ્યુંછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.