Abtak Media Google News

યેદીયુરપ્પાનું માન જાળવી તેમના ખાસ વિશ્વાસુ બસ્વરાજને મુખ્યમંત્રી બનાવ્યા બાદ ટીમને પણ સાચવી લેવાય

કર્ણાટકની ભાજપ સરકાર માં તાજેતરમાં જ વર્ષોના નીવડેલા પૂર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાની જગ્યાએ તેમના વિશ્વાસુ બસવરાજ ને મુખ્યમંત્રી બનાવાયા બાદ પ્રથમવાર થયેલા કેબિનેટના વિસ્તરણમાં નવા ચહેરાઓ ઉમેરવામાં આવ્યા હતા પરંતુ મુખ્યમંત્રી ની પસંદગીમાં જેવી રીતે યેદીયુરપ્પા નું પૂરું સન્માન જળવાય હતું તે જ રીતે કેબિનેટના વિસ્તારમાં પણ પૂર્વ મુખ્યમંત્રી ના ૨૩મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે

રાજ્યપાલે રાજભવન ખાતે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા યેદીયુરપ્પા ની સરકાર માં ૩૦ નું સંખ્યા બળ પરંતુ હવે આ પરંતુ હવે આ સંખ્યા ૩૪ સુધી પહોંચી છે નવા મંત્રીમંડળમાં સમાવાયેલા મોટાભાગના ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી ના વિશ્વાસુ માનવામાં આવે છે તેમાંથી ૧૦ધારાસભ્યો એ કોંગ્રેસ જનતાદળ માંથી પક્ષ પલટો કરીને કેસરિયા સરકાર રચવા માટે ભાજપને ટેકો આપ્યો હતો નવા મંત્રીમંડળમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓ ગોવિંદ કરજોલ, પશ્વનાથ નારાયણ ને પણ સમાવી લેવામાં આવ્યા છે.

કિશોર બાદ ની પ્રથમ બેઠકમાં કોરોના અંગેની કામગીરી ની ચર્ચા કરવામાં આવી હતી રાજકીય રીતે જોવા જઈએ તો નવા કેબિનેટમાં અનુભવી અને પક્ષના વફાદારી સાથે સાથ છે યુવાનો અને ખાસ કરીને મુખ્યમંત્રી સહિતના 9 લિંગાયત સમુદાયના નેતાઓને સમાવવામાં આવ્યા છે અત્રે પણ ઉલ્લેખનીય છે કે કર્ણાટકના ૩૧ માંથી ૧૪ જિલ્લાઓમાં લિંગાયત મતદારોનો વધુ પ્રભાવ છે.

બેંગલુરુ વિસ્તારમાંથી સાત ધારાસભ્યોન મંત્રી પદ આપવામાં આવ્યું છે કર્ણાટક સરકારનું આ વિસ્તરણ સંગઠન અને સરકારની કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવાની સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીઓને ધ્યાને લઇ કરવામાં આવ્યું હોવાનું દેખાઈ રહ્યું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.