Abtak Media Google News

વિશ્વમાં જળ પુરવઠો ઝડપથી ખૂટવાની રાષ્ટ્રસંઘની તાજી થતી ચેતવણી

આ વખતે ઉનાળામાં કાળજાળ તાપમાનની, અલનીનો રાડ પડાવવાની અને વરસાદ સામાન્ય કરતાં ઘણો ઓછો પડવાની હવામાન નિષ્ણાંતોએ લાલબત્તી ધરી છે. ગુજરાતમાં તો તાપમાનનો આંક લોકોને ત્રાહિમામ પોકારવે એવો માહોલ નજરે પડવા લાગ્યો છે.

આ બધાં વચ્ચે ‘પાણીની અછત’નો વર્તારો પણ પ્રકાશમાં આવી ચૂકયો છે. આગામી વર્ષોમાં વિશ્વમાં પાણીની કટોકટી વધુ ઘેરી બનવાની રાષ્ટ્રસંઘના અહેવાલમાં અપાયેલી ચેતવણી અહીં તાજી થયા વિના રહેતી નથી !બધી રીતે જોતાં એવો જ ખ્યાલ ઉપસે છે કે અત્યારે દેશના વિભિન્ન ભાગોમાં પાણીની અછતની સંભાવના અંગે ચર્ચા થઇ રહી છે.ગત વર્ષે દેશભરમાં ચોમાસાની ઋતુ એકંદર સંતોષકારક રહેવા છતાં તે પૂર્ણ પણે ખુશ થવા જેટલી સારી તો નહોતી જ! સમગ્ર પણે સમીક્ષાકરતાં અત્યારે પાણીની અછતનો જ માહોલ પ્રવર્તે છે. ઉનાળા દરમ્યાન પરિસ્થિતિ કેવી સર્જાશે તેની કલ્પના કરવાની રહેશે.

ભૂતકાળમાં જયારે દેશના અનેક ભાગોમાં અનાવૃઘ્ધિ  થઇ હોય તે વિસ્તારોના લોકો ભયાનક યાતનામાંથી પસાર થયા હતા. સંબંધીત વિસ્તારના રાજયને અનાવૃષ્ટિનો સામનો કરવામાં વિરાટ ખર્ચ થયો હતો અને રાજયના આર્થિક વિકાસને સારી પેઠે વિપરીત અસર પહોંચી હતી. છેલ્લા ઘણા વર્ષોથી અનેક અભ્યાસીઓ, સંશોધન સંસ્થાઓ અને વિજ્ઞાનીઓ પૃથ્વી ઉપર પીવાના પાણી સહીત ખેતી અને ખેતી અને સિંચાઇ તથા સામાન્ય માનવ વપરાશના પાણીનો પુરવઠો ધટતો જતો હોવાની વારંવાર ચેતવણી આપતા રહ્યા છે. દર વર્ષે વિશ્વમાં જળ પુરવઠાની પરિસ્થિતિમાં થતાં ઝડપી ધટાડાના અભ્યાસના આધારે તેની ભવિષ્યની સ્થિતિ વધુને વધુ સ્પષ્ટ આગામી કરવામાં આવી રહી છે. આપણે પાણીની તીવ્ર અછતના વિસ્તારમાં હોઇને અછતની સ્થિતિ વણસવાના અને એને લગતી પીડા વકરવાના ડંખ વેઠી રહ્યા છીએ. તેમ છતાં પાણીની ઉપયોગિતા અને પાણીની  કિંમત સંબંધમાં પૂરતા સજાગ નથી.

પશ્ચિમના અમુક રાષ્ટ્રો તો એવી ટકોર પણ કરે છે કે, ભારતના લોકોને પાણી કેમ વાપરવું તે આવડતું જ નથી. !અત્યારે પૃથ્વીની સપાટીના બે-તૃતિયાંશ ભાગ જેટલું પાણી છે, પરંતુ તેનો ઘણો ભાગ ક્ષારયુકત છે અને પીવા માટે સામાન્ય ઉપયોગ માટે તથા ખેતી સિંચાઇ માટે તેનો ઉપયોગ થઇ શકતો નથી.

વિશ્વના જળનો માત્ર બે થી પાંચ ટકા ભાગ ક્ષાર યુકત છે અને બીજો બે-તૃતિયાંસ ભાગ ઉત્તર-દક્ષિણ ધ્રુવ વિસ્તારોમાં તેમજ ઉચ્ચ પહાડી પ્રદેશોમાં બરફ રુપે છે. તેમાંથી ૨૦ ટકા પાણી છૂટાછવાયા વિસ્તારોમાં પૂર તથા ચોમાસારુપે આવે છે અને સમુદ્રમાં વહી જાયે છે નદીઓ, સરોવરો અને જળાશયોમાંથી પીવા, સામાન્ય ઉપયોગ અને પાણી માટે વિશ્વમાં પાણીની કુલ જથ્થામાંથી ૦-૨૫ ટકા જ રહી છે. સર્વોશે જોતાં પૃથ્વી પર પ્રાપ્ત કુલ પાણીના જથ્થના ૦-૦૮ ટકા જેટલું જ પાણી  માનવ વપરાશ માટે પ્રાપ્ત બને છે.

આગામી બે દાયકાની માનવ વપરાશ માટેના જળ પુરવઠાની પરિસ્થિતિની વિચારણા કરી એ તો જણાય છે કે પાણીના વપરાશમાં પાણીના વપરાશ માં ૪૦ ટકાનો વધારો થવાનો અંદાજ સેવવામાં આવે છે. રાષ્ટ્ર સંઘના અહેવાલમાં દર્શાવ્યું છે કે ૨૦૨૫ માં વિશ્ર્વની વસતીના આધારે બે અબજ ૭૦ કરોડ લોકો પાણીની તીવ્ર તંગીનો સામનો કરશે.

વિવિધ વૈશ્વિક અહેવાલોના અંદાજમાં દર્શાવવામાં આવ્યું હતું કે આવતા વીસ વર્ષમાં વિશ્વભરમાં જળ પુરવઠામાં ત્રીજા ભાગને ઘટાડો થશે તેનો અર્થ એ કે અત્યારે પ્રાપ્ત છે તેના ત્રીજા ભાગનું પાણી તે સમયે પ્રાપ્ત બનશે.ભારતમાં પાણી પુરવઠાની ઘટતી સ્થિતિ ચિંતાજનક છે. વસતી વધારા અને ઝડપી આર્થિક વિકાસના પગલે દેશના કુદરતી સાધનો માટે માંગ વધશે અને તેથી પાણી સહિતના બીજા પુરવઠાઓની માંગ પર દબાણ વધશે.

વિશ્વ બેન્કના વરિષ્ઠ સલાહકાર જોહન બ્રિસ્કોએ ‘ઇન્ડિયાઝ વોટર ઇકોનોમીક બ્રેસિંગ ટર્બ્યુલન્ટ ફયુચર’ના શિર્ષકથી તાજેતરમાં આપેલા એક અહેવાલમાં અહેવાલનું શિર્ષક સુચવે છે તે પ્રમાણે ભારતમાં ભવિષ્યમાં જળ પુરવઠાની પરિસ્થિતિ વિષે ચેતવણી આપવામાં આવી છે. તેમાં દર્શાવાયું છે કે આવતા ૧પ વર્ષમાં ભારતમાં જળ પુરવઠા કરતાં માંગ ઘણી વધુ હશે. જળ પુરવઠા પ્રબંધનની પરિસ્થિતિમાં શકય તેટલી વહેલી તકે સુધારાની જરુર છે. અને આમ નહીં થાય તો ભારત આગામી બે દાયકાઓમાં પાણીની તીવ્ર કટોકટી અનુભવશે.

દેશના ગ્રામ અને શહેરી વિસ્તારોના મોટા ભાગે જળની ગુણવત્તા અને જથ્થામાં ઘટાડના સંકટનો સામનો કરી રહ્યા છે. કૃષિમાં પાણીનો કેટલેક અંશે દુર્વ્યય થાય છે અને નાના-મોટા શહેરો તથા ગ્રામ વિસ્તારોમાં સ્યુએજથી બગાડો થાય છે.દેશમાં સપાટી પર પાણીની અછત જણાય છે અને ભૂગર્ભ જળના વધુ પડતા વપરાશથી નવો પડકારો સર્જાયા છે બધો અને શહેરોમાં પાણીના સંગ્રહથી કેટલાક પર્યાવરણ વિષચક્ર પ્રશ્નો પણ સર્જય છે. વિશ્વ બેન્કના અહેવાલ પ્રમાણે અસલામત પાણીથી જળ જન્ય રોગોના ર૧ ટકા કિસ્સાઓ બને છે.

આ સમસ્યાઓના ઉકેલ માટે અનેક બીન નફાકારક સંગઠનો જેવા કે વોટર પાર્ટનર્સ ઇન્ટરનેશનલ  કામ કરી રહેલ છે. ભારતમાં તે ર૦૦૧   અને ગ્રામ વિસ્તારોને સલામત પાણી પુરવઠા માટે સક્રિય છે. સરકાર પણ જળ સંગ્રહ માટેની નીતિઓ અને યોજનાઓ ધરાવે છે. પરંતુ ડબલ્યુપીઆઇના ભારતીય કો-ઓડિનેટર એસ. દામોદરન કહે છે કે યોજનાઓના અમલીકરણના કોઇક સ્તરે નબળા સંકલન અને આયોજન થાય છે. અને તેથી ઘ્યેય પ્રમાણેના પુરતા લાભો મળતા નથી. દર વર્ષે અનાવૃષ્ટિગ્રસ્ત અને પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત ભારત સરકારની કેન્દ્રીય ટીમ લ્યે છે અને રાહત ભંડોળ તરીકે કરોડો રૂપિયા પાળવવાની જાહેરાત કરે છે પરંતુ રાહતના આ પગાલ જળ સંગ્રહના પાયાના ટકાઉ ઉકેલો પુરા પાડવામાં નિષ્ફળ જાય છે. તેના પરિણામે સરકારને નિવારી શકાય તેવું ખર્ચ ફરી ફરીને કરવાની પર જ પડે છે.

આ રીતે આ નીતિઓના અપેક્ષિત પરિણામો આપ્યા નથી. ઐતિહાસિક દ્રષ્ટિએ વિકાસશીલ દેશોમાં જળ પુરવઠાના પ૦ ટકાથી વધુ પ્રોજેકટ નિષ્ફળ ગયા છે.આથી વધુ સારા જળ પ્રબંધન માટે સ્થાનીક યોજનાઓ સુધારવાની જરુર છે. તે માટેની ટેકનોલોજી અને અભિગમમાં પણ નવા સંશોધન અને પરિવર્તનોની જરુર છે. ૧૯૯૩ માં વોટર શેડ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટની સ્તાપના થઇ હતી. અને તેણે વિસ્તૃત પ્રમાણમાં વોટર રોડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હાથ ધર્યો છે તેમાં સંગ્રહ પુન: સર્જન અને સ્ત્રોતોના સમજણપૂર્વક ઉપયોગ પર ભાર મૂકયા છે.

બીજો એક અણ ઉકેલ સેન્ટર ફોર સાય્સ એન્ડ એન્વાયજમેન્ટ દ્વારા રજુ થયેલ ચોમાસાના પાણીના સંગ્રહ રેઇન વોટર હાર્વેસિંગ નો છે પરંતુ અંતે તો પાણીના કરકસરયુકત ઉપયોગ માટે લોકોએ સજાગ થવાનું છે.આગાશી વર્ષોમાં વસતીમાં વધારા જરુરીયાત માં વધારા, પુરુષણ, હવામાનના બદલાતા ઢાંચા અને નબળા જળ પ્રબંધનને કારણે પાણીની હાલની કટોકટી વધુ ઘેરી બનશે. અત્યારે જળ જાળવણીની દિશામાં વિધેયાત્મક પગલા ભરવા માટે દોટ મુકવાની રહેશ..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.