Abtak Media Google News

જામનગરના  પૂર્વ નગરસેવકના પુત્રવધૂએ ગઈકાલે રાત્રે કોઈ અકળ કારણસર ઝેરના પારખા કરતા તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જામનગરના બેડેશ્વર નજીકના ધરારનગર-૧માં રહેતા અને જામનગર મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક એવા અબ્દુલભાઈ સમાના પુત્રવધૂ અફસાનાબેન યુનુસભાઈ સમાએ ગઈરાત્રે કોઈ કારણસર ઝેરી પ્રવાહી પી લેતા તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતની ફરજ પરના તબીબોએ જી.જી. હોસ્પિટલ પોલીસચોકીના જમાદાર એન.એમ. લૈયા તથા મગનભાઈને જાણ કરતા દોડી ગયેલા આ પોલીસકર્મીઓએ સાથે આવેલા વ્યક્તિઓનું નિવેદન લીધું હતું જેમાં આ મહિલાએ કોઈ અકળ કારણથી આ પગલું ભર્યાની કેફિયત મળી છે, બાવીસ વર્ષની આ પરિણીતાના નિકાહ હજુ બે વર્ષ પહેલા જ કરવામાં આવ્યા હોય વધુ તપાસ માટે લગત પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.