Abtak Media Google News

અન્ય બે બેઠકો માટે ભાજપ આવતીકાલ સાંજ સુધી ઉમેદવારો જાહેર કરી દેવાશે

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઇના રોજ યોજાનારી ચુંટણી માટે આજે એક બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જયશંકરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. દરમિયાન બાકી રહેલી બે બેઠકો માટે આવતીકાલે સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરી દેશે. ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે.

કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરને ભાજપે રિપીટ કર્યા છે. ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે યોજાનારી ચૂંટણી માટે એક બેઠક પરથી આજે બપોરે 12:39 કલાકના શુભ વિજય મુહુર્ત એસ.જયશંકરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ભાજપના આગેવાનો ઉ5સ્થિત રહ્યા હતા.

દરમિયાન અન્ય બે બેઠકો માટે ભાજપ આવતીકાલ સાંજ સુધીમાં ગમે ત્યારે ઉમેદવારોના નામ જાહેર કરી દેશે. ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. બુધવારે અથવા ગુરૂવારે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભાની ચુંટણી માટે ઉમેદવારો નહી ઉતારવાનો નિર્ણય લીધો હતો. ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરિફ ચૂંટાય આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.