Abtak Media Google News

વડોદરામાં અલગ-અલગ ત્રણ કાર્યક્રમોમાં થયા સામેલ: ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે એક જંગી જાહેરસભા સંબોધી હતી. જ્યારે વડોદરા ખાતે અલગ-અલગ ત્રણ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ આજે ગુજરાતની મૂલાકાત દરમિયા સવારે 11:30 કલાકે પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લુણાવાડા બાયપાસ હાઇવે પર આવેલા મેદાન ખાતે પંચમહાલ લોકસભા બેઠક પર એક જાહેરસભા સંબોધી હતી. કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણવાળી સરકાર દ્વારા છેલ્લા નવ વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કામો અને વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતી પુરી પાડી હતી. ત્યારબાદ તેઓ વડોદરાની મુલાકાતે ગયા હતા. જ્યાં તેઓએ આજવા રોડ પર પંડિત દીનદયાલ ઉપાધ્યાય સભા ગૃહ ખાતે સંપર્ક સે સમર્થન કાર્યક્રમ અંતર્ગત વડોદરાના અગ્રણીઓ સાથે મુલાકાત કરી હતી.

ત્યાર બાદ કાર્યકર્તા સંમેલન કાર્યક્રમમાં લોકસભાના પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેઓ સાંજે 5:15 કલાકે ગુજરાતના પ્રવાસના અંતિમ કાર્યક્રમમાં પાટણ લોકસભા બેઠકના ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે વાર્તાલાપ કરશે. રાષ્ટ્રીય નેતાની મૂલાકાતને લઇને ભાજપના કાર્યકરોમાં જબ્બરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.