Abtak Media Google News

Jingle bells.. Jingle bells Jingle all the ways!! વર્ષ ૨૦૨૧ ની શરૂઆત ફેસબુક અને વોટ્સઅપના માલિક માર્ક ઝકરબર્ગ માટે Jingle all the ways જેવી ખુશખુશાલ અને રોમાંચક  રહી છે..! વોટસએપ ઉપર નવા વર્ષના સંદેશા માટે ૧.૪ અબજ કરતા પણ વધારે લોકોઐ વિડીયો તથા વોઇસ કોલ કર્યા છે. આ ઉપરાંત વોટસએપ મેસેજની સંખ્યામાં પણ એક જ દિવસમાં ગત વર્ષનાં મેસેજ કરતા ૫૦ ટકા સુધીનો વધારો થયો છે. મતલબ કે નવા વર્ષની શુભેચ્છાઓ અને ઉજવણીએ ઝકરબર્ગને એક જ રાતમાં અબજો રૂપિયાની નવી કમાણી કરાવી દીધી છે.  આજ રીતે ફેસબુક ઉપર પણ નવા વર્ષની ઉજવણીની ૫૫ મિલીયન લાઇવ બ્રોડકાસ્ટ પોસ્ટ થયા છે.

સોશ્યલ મિડીયા ઉપર થયેલા આ ધસારા માટે કોવિડ-૧૯ અને લોકોને બહાર નીકળવા માટેના નિયમો પણ જવાબદાર હોઇ શકે છે, જોકે એનાથી ઝકરબર્ગ ને શું ફરક પડે એનું તો તગડી કમાણી સાથે નવું વર્ષ શાનદાર આવક સાથે શરૂ થયું છે.

એવું કહેવાય છે કે કોવિડ-૧૯ ના કારણે રાતભર લોકોને બહાર નીકળવા ન મળતાં સૌએ સોશ્યલ મિડીયા ઉપર શુભેચ્છાનો મારો ચલાવ્યો હતો.. કોવિડ-૧૯ ની મહામારીએ માનવજાતને વિડીયો કોલથી સંપર્કમામ રહેવાની નવી રીત આપી છે. જે આ મહામારી પહેલા એટલી પ્રચલિત નહોતી. ઝુમ મીટ, ગુગલ મીટ કે વેબેક્સ મીટનો વધેલો વ્યાપ પણ આની જ દેન છે.  આ વિડિયો કોલિની સુવિધાએ જ વોટ્સએપને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મબલખ કમાણી કરવી આપી છે.  મૂળ તો ૨૦૦૯ ના વર્ષમામ બ્રેન અને જેન કૌમ બન્નેએ મળીને મોબાઇલમાં મેસજની સુવિધાના વિકલ્પ રૂપે વોટ્સએપની મેસેજ સુવિધા ફ્રી માં શરૂ કરી હતી. ત્યારબાદ ફેસબુકનાં ઝકરબર્ગે ૨૦૧૪ના ફેબ્રુઆરીમાં વોટ્સએપને ૧૯ અબજ ડોલરમાં ખરીદી લીધું. અને માત્ર નવ મહિનાનાં ગાળામાં  ૧૨૮૯૦૦૦ ડોલરની આવક સાથે વોટ્સએપે સૌને ચોકાંવી દીધા. હાલમાં વોટ્સએપના રેવન્યુ મોડેલમાં નવા સબસ્ક્રાઇબર વોટ્સએપ ડાઉનલોડ  કરે ત્યારે વોટ્સએપને એક ડોલરની કમાણી થાય છૈ જયારે દર વષે આ વર્ષે વધારે આવક થાય છે. સાલ ૨૦૨૦માં વોટ્સઅપની આવક પાંચ અબજ ડોલર થવાનું અનુમાન છે. વળી , માથાદિઠ આવક ચાર ડોલરની  થશે. વોટ્સએપમાં આજે પણ સરેરાશ દૈનિક ૧૦ લાખ નાગરિકો ઉમેરાય છે. હાલમાં બે અબજથી વધારે લોકો વોટ્સએપ સાથે જોડાયેલા છે.૨૦૨૦ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ફેસબુકમાંથી કંપનીને ૨૧.૨ અબજ ડોલરની જાહેરાતની આવક થઇ છે. જે કંપનીની કુલ આવકના ૯૯ ટકા જેટલો મોટો હિસ્સો જાહેરાતની આવક મારફતે આવ્યો છે. અહીં બીજા ત્રિમાસિકની સરખામણીએ જાહેરાતની આવકમાં ૨૨ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. જેમાંથી ૪૩ ટકા એટલે કે ૯.૨ અબજ ડોલરની આવક માત્ર અમેરિકા તથા કેનેડા માંથી થઇ છે. અને ૫૭ ટકા જેટલી આવક વિશ્વનાં અન્ય દેશોની મળીને થઇ છે.  આમ તો જ્યારે વિશ્વમાં પ્રથમ લોકડાઉનનો સમય ચાલતો હતો ત્યારે એટલે કે એપ્રિલ-૨૦ માં લોકોએ સોશ્યલ મિડીયા તથા  ઝુમ અને ગુગલની વિડીયો લિંક દ્વારા સંપર્ક શરૂ કર્યા ત્યારે વોટ્સએપ, ફડસબુક તથા ઇન્સ્ટાગ્રામની વિડિયો સેવામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. એ સમયે જ ફેસબુકની એન્જીનીયર ટીમે અનુમાન બાંધી લીધું હતું કે આ સેક્ટરની ડિમાન્ડ વધવાની છે. તેથી ખાસ સમય ફાળવીને આ સેવાને વધુ સુદ્રઢ બનાવવા ઇાટે તેમણે કમર કસી હતી જેની સફળતા તેમને ડિસેમ્બર-૨૦ના અંતિમ દિવસે જોવા મળી છે. એ વાત પણ જાણવી જરૂરી છે કે સોશ્યલ મિડીયામા સતત ઇનોવેશન લાવવું પડે છે. આ ઇનોવેશન માટે ઝકરબર્ગે  તૈયાર રહેવું પડશે. સતત જીત મેળવવા માટે આ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.