Abtak Media Google News

વર્ષ ૨૦૨૧ સુધીમાં રિલાયન્સ તેનું દેવુ ‘ઝીરો’ કરશે તેવી આશા

અન્ય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં જીયોએ બાજી મારી

કોરોનાનાં કહેર પૂર્વે વૈશ્ર્વિક બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો જેની સીધી જ અસર ભારત ઉપર પણ જોવા મળી હતી ત્યારે આ સમયમાં ફેસબુક અને રિલાયન્સ જીયો વચ્ચે થયેલા કરાર અનેકવિધ પ્રશ્ર્ન ઉપર પૂર્ણવિરામ મુકી દેશે. લોકડાઉન વચ્ચે જે રીતે રિલાયન્સ જીયો અને ફેસબુકે કરારો કર્યા છે તેનાથી ફેસબુક જીયોમાં આશરે ૪૩,૫૭૪ કરોડનું રોકાણ કરી ૯.૯ ટકાની ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી હતી. રિલાયન્સને આશા છે કે તે વર્ષ ૨૦૨૧ સુધીમાં ઝીરો દેવુ કરી દેશે ત્યારે ફેસબુક દ્વારા જે ભાગીદારી કરાઈ છે તે અત્યંત ફાયદારૂપ સાબિત થશે. ભારત ક્ધઝયુમર માર્કેટ હોવાથી ફેસબુકને તેનો અનેકવિધ પ્રકારે લાભ મળતો રહેશે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. હાલ સમગ્ર વિશ્ર્વ ઓનલાઈન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે રિલાયન્સ દ્વારા અનેકવિધ સર્વિસ લોકોને ઓનલાઈન આપવામાં આવે છે ત્યારે ફેસબુક સાથેનો કરાર રિલાયન્સનાં ઓનલાઈન વેપાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. કોઈપણ દેશ જો વિકાસ કરવા માંગતું હોય તો દેશે ઈનોવેશન કરવું અત્યંત જરૂરી છે ત્યારે વિશ્ર્વનાં અન્ય દેશોની સરખામણીમાં ભારત દેશ ઈનોવેશન તરફ ખુબ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશની એકમાત્ર એવી કંપની કે જેનું નેટવર્કિંગ તમામ ક્ષેત્રમાં હોય પછી તે રીટેલ ક્ષેત્ર હોય કે અન્ય કોઈપણ કંપનીનું મેનેજમેન્ટ સુચારું રૂપથી ચાલતા વિશ્ર્વમાં તેની છાપ ઉભી કરી છે. લોકડાઉન સમયમાં ધંધા-રોજગારો બંધ થતા ઈ-કોમર્સનો સ્કોપ વધુ પ્રબળ બન્યો છે ત્યારે ઈ-કોમર્સ ક્ષેત્રે રિલાયન્સ જીયોનું પ્રભુત્વ પણ જોવા મળશે તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી.

ફેસબૂક-રિલાયન્સ વચ્ચેનાં કરાર બાદ વોટસએપ પે ને પણ મળી શકે છે મંજુરી

રિલાયન્સ અને ફેસબુક વચ્ચે કરાર થતાની સાથે જ રિલાયન્સ માટે અનેકવિધ પ્રકારની ઉજળી તક સાંપડી છે ત્યારે દેશભરમાં રિલાયન્સનાં ૧૦ હજારથી પણ વધુ સ્ટોર રહેલા છે કે જે ૬૬૦૦ શહેરોમાં પ્રસ્થાપિત છે. ફેસબુક અને રિલાયન્સ વચ્ચે ડિલ થતાની સાથે જ વોટસએપ-પે ને પણ મંજુરી મળી શકે છે તેવી આશા સેવવામાં આવી છે. ભારતમાં ૧૦ લાખ લોકો તેની ટ્રાયલમાં જોડાયા હતા જેમાં તેને સફળતા પણ મળી છે ત્યારે ફેસબુક સાથે રિલાયન્સની ભાગીદારી થતા તે આશીર્વાદરૂપ સાબિત થશે. વોટસએપ-પે ડિજિટલ પ્લેટફોર્મ હોવાથી રિલાયન્સને તેનો ફાયદો પુરતા પ્રમાણમાં મળશે. ફેસબુક દ્વારા વોટસએપને પણ ટેકઓવર કરી દેતા રિલાયન્સને સીધો જ તેનો ફાયદો મળે તેવું માનવામાં આવે છે ત્યારે આગામી સમયમાં જ વોટસએપ-પેને રિલાયન્સનાં ડિજિટલ પ્લેટફોર્મ સાથે સંલગ્ન કરવાની પણ માહિતી મળી શકે છે.

અન્ય સર્વિસ પ્રોવાઈડર કંપનીની સરખામણીમાં જીયો આગળ

ટેલિકોમ ક્ષેત્રે રિલાયન્સ જીયો અન્ય સર્વિસ પ્રોવાઈડર કંપની જેવી કે એરટેલ, વોડાફોનની સરખામણીમાં ખુબ જ આગળ છે. ભારતમાં રિલાયન્સ જીયોનાં આશરે ૩૮ હજાર કરોડ વપરાશકર્તાઓ છે જે અન્ય કંપનીઓની સરખામણીમાં તદન અલગ નજરે પડે છે જે વિકાસલક્ષી અને લોકઉપયોગી પેકેજો રિલાયન્સ જીયો દ્વારા આપવામાં આવ્યા તેને લઈ જીયોનું માર્કેટ શેર પણ ખુબ જ વધુ પ્રમાણમાં વઘ્યું. રિલાયન્સ જયારે ટેલિકોમ ક્ષેત્રમાં આવ્યું ત્યારે ઘણીખરી કંપની જેવી કે વોડાફોન, આઈડિયા, એરટેલે પોતાનો પગદંડો જમાવી દીધો હતો પરંતુ યોગ્ય આયોજન અને યોગ્ય પ્રયોજન થકી રિલાયન્સ જીયોએ ટેલિકોમ ક્ષેત્રમાં આવતાની સાથે જ આ તમામ કંપનીઓને પાછળ છોડી દીધી છે અને ટેલિકોમ ક્ષેત્રમાં પોતાનો પગદંડો જમાવ્યો છે. દેશનાં ૩૮ હજાર કરોડ વપરાશકર્તાઓ જયારે રિલાયન્સ જીયોનો ઉપયોગ કરે છે તેજ કંપનીની સફળતા દર્શાવે છે. ગુજરાત રાજયમાં ૧૦૪ ટકા મોબાઈલ વપરાશકર્તાઓ છે. ઉદાહરણ સ્વરૂપે ૧૦૦ લોકોની સામે ગુજરાતમાં ૧૦૪ મોબાઈલ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતની ૬.૫ કરોડ વસ્તીની સામે ૭ કરોડથી પણ વધુ લોકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે જીયોની સફળતા પણ એટલી જ અનેરી છે. ફેસબુક સાથે કરાર થતા સોને પે સુહાગ જેવો ઘાટ જોવા મળ્યો છે.

રિલાયન્સ માટે ઈ-કોમર્સ ક્ષેત્રમાં ઉજવળ તક

દેશભરનાં ૩ કરોડથી નાના દુકાનદારોને નજીકનાં ગ્રાહકો સાથે કેવી રીતે જોડી શકાય તે માટે ડિજિટલ લેવડ-દેવડ થવી અત્યંત જરૂરી છે ત્યારે કોઈપણ ગ્રાહકે નજીકની દુકાને જે ઓર્ડર કરવામાં આવશે તેની ડિલિવરી ઝડપથી મેળવી શકાશે. ઈ-કોમર્સ થતાની સાથે જ નાના-નાના દુકાનદારોનો ધંધો પણ ઘણાખરા અંશે વધશે અને ડિજિટલ ટેકનોલોજી વિકસિત થતા રોજગારીની અમોલ તકો ઉદભવિત થાય તો નવાઈ નહીં. લાખો ભારતીયો અને નાના વેપારીઓને ઓનલાઈનમાં રૂપાંતરિત કરવા માટે રિલાયન્સ જીયોની ભૂમિકા ખુબ જ મહત્વની છે. ભારતમાં ૬ કરોડથી નાના સાહસિક ઉધોગપતિઓ રહેલા છે જેના પર કરોડો લોકો નિર્ભર અને આશ્રિત છે. આવા સાહસિકોને ડિજિટલ માધ્યમની ખુબ જ વધુ જરૂર પડે છે જેથી તેઓ પોતાના ગ્રાહકોનાં સંપર્કથી ધંધો વધારી શકે છે. આ તમામ મુદાને ધ્યાને લઈ રિલાયન્સ અને ફેસબુક વચ્ચે જે ભાગીદારી થઈ છે તેને જોતા ઈ-કોમર્સ ક્ષેત્રમાં રિલાયન્સને ઉજજળી તક સાંપડી હોય તેવું લાગે છે.

દેશમાં રિલાયન્સનું નેટવર્કિંગ અન્ય કરતા અત્યંત વધુ સક્ષમ

રિલાયન્સ અન્ય કંપનીઓની સરખામણીમાં નેટવર્કિંગ ક્ષેત્રે અત્યંત આગળ છે. લોકોની જરૂરીયાત જે ચીજવસ્તુઓમાં હોય તે તમામ ક્ષેત્રમાં રિલાયન્સે તેનો પગદંડો જમાવ્યો છે અને તેમાં પૂર્ણત: લોકોને સર્વિસ આપવામાં પણ સફળ થઈ છે.

રિલાયન્સે નેટવર્કિંગને વધુને વધુ મજબુત બનાવવા માટે દરેક ડિજિટલ ઈનીસીએટીવ અને એપ્લીકેશનને સિંગલ એનટીટી અંતર્ગત લાવવા માટે સબસીડીયરી કંપની બનાવવાનો નિર્ણય કરેલો છે. આ નવી કંપનીમાં રિલાયન્સે અંદાજે ૧.૦૮ લાખ કરોડનું પણ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું છે. રિલાયન્સ જીયો એપ જેવી કે જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યુઝ વગેરે કંપનીઓને પબ્લીક વચ્ચે મુકવામાં આવી છે.

તે ઉપરાંત સંભવિત રોકાણકારો માટે સ્ટ્રકચર પણ સરળ બનાવવામાં આવ્યું છે. રિલાયન્સ જીયોનું જે દેવુ થયું છે તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ તેના માટે લઈ લીધું હોવાનું સામે આવતા આગામી વર્ષ ૨૦૨૧માં કંપની દેવામુકત થશે તેવી આશા સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.