Abtak Media Google News

જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાનાં નુનારડા ગામેથી શંકાસ્પદ ઘીનો જથ્થો પકડાયો. નકલી ઘી અંગેની બાતમી એએસપીને મળી હતી. ત્રણ અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બા જપ્ત કરી પુરવઠા વિભાગ અને એફએસએલને કરાઇ જાણ. આ નકલી ઘી નો જથ્થાની કિંમત અંદાજે 3 લાખ રૂપિયા છે અને આ ઘીના જથ્થાને હાલ સ્થગિત કરાવામાં આવ્યો છે. આ નકલી ઘીનું ગોડાઉન એક નડિયાવાળા કારખાનામાં ચાલતું હતું.  આ ગામના ભીખાભાઇ રામના મકાનમાં દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બા સિઝ કરીને એફએસએલ તેમજ જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી હતી.  પોલીસે અલગ અલગ બ્રાંડના કુલ 130 ડબ્બા ભરેલા જથ્થો સીઝ કરી આ ડુપ્લિકેટ ઘી ડુપ્લિકેટ છે કે ભેળસેળ તે અંગેની ખરાઈ માટે એફએસએલ અને જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.