Abtak Media Google News

વાયોર સમાચાર

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાયોર ખાતે ફીમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા મંજુબેન રાઠોડ મૂળ ગામ અકરી મોટી વાળાનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો .  સબ સેન્ટર છસરા ખાતે ફીમેલ હેલ્થ વર્કર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.ત્યારબાદ નલિયા જખૌ માતાનામઢ તેમજ વાયોર ખાતે ફરજ બજાવતા હતા  તેમનો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાયોર ખાતે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો .

જેમાં રાજકીય આગેવાનો અધિકારીઓ વડીલો ભાઈઓ તથા બહેનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સર્વે સ્ટાફ હાજર રહીને મંજુલાબેન રાઠોડનો વિદાય આપી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મંજુલાબેનને સ્ટાફ તથા સર્વે ખાતરી આપી હતી કે દવાખાનાનું ગમે ત્યારે કામ હોય ત્યારે તેઓ હાજર રહેશે તથા સર્વે ગામજનો તથા વડીલોએ સન્માન કર્યું હતું.Whatsapp Image 2023 10 30 At 08.37.35 0E4F7Bf4

જેમાં ઉપસ્થિત આગેવાનો જાડેજા અનિરુદ્ધસિંહ પ્રતાપસિંહ માજી જિલ્લા પંચાયત સદસ્ય , જાડેજા મહાવીરસિંહ રમુભા તાલુકા પંચાયત સદસ્ય સુખદેવ સિંહ પ્રભાતસિંહ જાડેજા સરપંચ  જુવાનસિંહ પ્રવિણસિંહ જાડેજા માજી તાલુકા પંચાયત સદસ્ય રઘુવીરસિંહ વનરાજસિંહ જાડેજા સરપંચ કોમલબેન રાઠોડ પી.એસ.આઇ મોડાસા મૂળ નલિયા અનુભા સતુભા જાડેજા વાયોર જાડેજા પ્રવિણસિંહ ભુરુભા છસરા. તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહી મંજુલાબેન રાઠોડનું સન્માન કર્યું હતું અને આજુબાજુ ગામના આગેવાનોએ પણ સન્માન કર્યું હતું.Whatsapp Image 2023 10 30 At 08.37.35 74D897D3

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઘનશ્યામભાઈ જોશી એ કર્યું હતું તેમજ આભાર વિધિ માજી જિલ્લા પંચાયત સદસ્ય અનિરુદ્ધસિંહ જાડેજા એ કરી હતી.વિદાયમાન  મંજુલાબેન રાઠોડ એ બધાનો આભાર વ્યક્ત કર્યો હતો.

રમેશ ભાનુશાલી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.