Abtak Media Google News

રાજુલામાં સવારથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયેલ અને બપોર સુધીમાં ધીમીધારે વરસાદમાં વધારો થતો રહેલ હતો. જેમાં સવારે ૮ થી ૧૦માં ૩૫ મીમી, ૧૦ થી ૧૨માં ૧૨ મીમી, ૨ થી ૪માં ૧૦ મીમી અને સાંજે ૪ થી ૬માં ૧૪ મીમી એમ કુલ ૭૧ મીમી વરસાદ નોંધાયેલ છે. આમ રાજુલા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં સારો એવો વરસાદ પડી જતા હવે સમગ્ર તાલુકામાં વાવણીલાયક વરસાદ વરસી જતા ખેડુતોમાં અને લોકોમાં રાહત થયેલ છેImg 20180703 Wa0073

અને વરાપ નિકળે એટલે જગતાત દ્વારા વાવણીનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે. જેથી ખેડુતો અને લોકો ગેલમાં આવી ગયેલ છે અને લોકોને ગરમીમાંથી સંપૂર્ણ રાહત થઈ ગયેલ છે. આમ સમયસર વરસાદથી ખેતી પાકોને સારો લાભ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.