Abtak Media Google News

ખેડુતોને મળતુ ધીરાણ લાંબા ગાળાનું નહીં કરાય તો સોમવારથી ઉપવાસ આંદોલન પર બેસવાની ચીમકી

લખતર તાલુકાની તમામ પેટા કેનાલ ચાલુ કરવા લખતર તાલુકા વરસાદ નહિવત હોવાથી ખાલી તળાવ નર્મદાના નીરથી ભરવા પાક વીમો ચૂકવવા અને ખેડુતોને મળતુ ધીરાણ ટૂંકા ગાળાનું હોય લાંબા ગાળાનું કરવા અન્યથા સોમવારથી ઉપવાસ આંદોલન પર બેસવા ચીમકી આપી હતી.

લખતર તાલુકાના ઢાંકી ગામે એશિયાનું સૌથી મોટુ પંપીંગ સ્ટેશન હોવા છતાં અને નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ ભરેલો હોવા છતા અને લખતર તાલુકાની મોટાભાગની કેનાલ બંધ હોય અને તાલુકાના ૪૨ ગામના તળાવ ખાલી હોય અને પાણી ગંધાતુ હોય તાત્કાલીક ભરવા અને ખેડુતોને પાક વીમોચૂકવવા અને સરકાર તરફથી જે ધિરાણ આપવામાં આવે છે.

તે ટૂંકા ગાળાનું હોય તેની મુદત વધારવા માટે લઈ લખતર તાલુકાના ખેડુતો દ્વારા લખતર મામલતદારને આવેદનપત્ર આપી સોમવાર સુધીમાં તેમની માંગ અંગે સરકાર દ્વારા જો યોગ્ય કરવામાં નહી આવે તો ખેડુત આગેવાનો મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલન છેડશે તેવી ચીમકી લખતર તાલુકાના ખેડુતો દ્વારા ઉચ્ચારવામાં આવતા લખતર તાલુકામાં ગરમાવટ વ્યાપી ગઈ છે.જયારે આવેદનપત્ર આપવા માટે ધર્મેન્દ્રસિંહ રાણા, શિશુપાલસિંહ રાણા, હિતેન્દ્રસિંહ ઝાલા, પ્રકાશભાઈ, સાપરા ગંગારામભાઈ, સોમાભાઈ સહિત ૫૦ થી વધારે ખેડુતો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.