બ્યુટી પાર્લરમાં તોડફોડના મામલે પિતા-પુત્રના આગોતરા જામીન મંજૂર

ભાડાના મામલે મકાન માલિક દ્વારા તાળા તોડી નુકશાન પહોચાડી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા

નાનામવા રોડ ઉપર આવેલા બ્યુટી પાર્લરમાં તોડફોડ કરવામાં પિતા પુત્રએ કરેલી આગોતરા જામીન અરજી કોર્ટે મંજુર કરી છે.આ કેસની હકિકત ફરીયાદી સેજલબેન પંકજભાઈ ચાવડાએ સને ૨૦૧૯ નવેમ્બર માસમાં નાનામવા રોડ ઉપર આવેલ રોયલ એલેક્ઝા નામના બિલ્ડીંગમાં ફસ્ટ ફલોર ઉપર રાજકોટ ખાતે આવેલ હોલ હસમુખભાઈ પરસાણા પાસે દર મહીને રૂા.૧.૫૦ લાખમાં ભાડે પેટે ત્રણ વર્ષ માટે નોટરાઈઝ ભાડા કરાર કરી આ હોલમાં મે. મેઝીક સીઝરના નામે બ્યુટી પાર્લર ચાલુ કરેલ અને લાંબા સમયનો ભાડા કરાર હોય આ હોલમાં ફર્નિર, પી.ઓ.પી., લાઈટ ફીટીંગ અને પ્લમ્બીંગ કામ મળી કુલ રૂા.૨૮ લાખનો ખર્ચ કરાવેલ. જુન-૨૦૨૦ માં આ જગ્યાના માલીક હસમુખભાઈએ મને જણાવેલુ કે મે બધુ મારા દિકરા વીંકલ પરસાણાના નામે કરેલ છે અને હવે ભાડા કરારમાં ફેરફાર કરવાનો છે તેની સાથે નવો ભાડા કરાર કરવો પડશે. જેથી નવો ભાડા કરાર કરવામાં આવેલ અને માસીક રૂા. ૨ લાખ નું ભાડું બંને વચ્ચે નકકી થયેલ. તેમજ લોકડાઉન ના હીસાબે પાર્લરનો ધંધો બંધ હોય અને આર્થિક પરીસ્થીતી ખરાબ હોય જેથી નવું ભાડુ ચુકવી શકે નહી જેથી વિંકલભાઈએ બ્યુટી પાર્લર બંધ કરાવી દીધેલ અને ત્રણ વર્ષ નું ભાડુ રૂા. ૬ લાખ બાકી હોવાથી વીંકલભાઈએ તાળા તોડી તેમાં રાખેલ ફર્નિચર, પી.ઓ.પી., લાઈટ ફીટીંગ અને પ્લમ્બીંગ એમ કુલ રૂા. ૨૮ લાખ નું નુકશાન કરી આરોપીએ તાળા મારી દીધેલ અને ફરીયાદીને માબેન સમી ભુંડી ગાળો તથા જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી એટ્રોસીટી એકટની કલમ હેઠળ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તોડફોડ અને એટ્રોસીટી એકટના ગુનામાં આરોપી પિતા પુત્રએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.જે ચાલી જતા કોર્ટે બંને આરોપીની આગોતરા જામીન ઉપર મુક્ત કરવા હુકમ કર્યો છે.આ કેસમાં આરોપી વતી એડવોકેટ ચેતન પજવણી, રાકેશ દોષી, ગૌતમ ગાંધી, સ્તવન મહેતા અને વૈભવ કુંડલીયા રોકાયા હતા